Home /News /business /

Business Idea: 10,000 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, થશે મોટી કમાણી

Business Idea: 10,000 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, થશે મોટી કમાણી

ટોઇલેટ ક્લિનરનું ઉત્પાદન (પ્રતીકાત્મક તસવીર)

Toilet cleaner Manufacturing: નોકરીની અછત અને વધતી બેરોજગારી વચ્ચે હવે લોકો નાના બિઝનેસ (Small business) કરવા તરફ વળ્યા છે. ટોઈલેટ ક્લિનર મેન્યુફેક્ચરિંગ આવો જ એક બિઝનેસ છે.

  નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી છે. જે બાદમાં અનેક લોકોએ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યાની વાત તમે સાંભળી હશે. નોકરીની અછત અને વધતી બેરોજગારી વચ્ચે હવે લોકો નાના બિઝનેસ (Small business) કરવા તરફ વળ્યા છે. ટોઈલેટ ક્લિનર મેન્યુફેક્ચરિંગ (Toilet cleaner Manufacturing business) આવો જ એક બિઝનેસ છે. આ બિઝનેસ ખૂબ જ ઓછા રોકાણ સાથે શરૂ કરી શકાય છે.

  વડાપ્રધાન મોદી તરફથી દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. જે બાદમાં લોકો પણ સ્વચ્છતાને લઈને વધારે જાગૃત બન્યા છે. લોકો હવે ટોઈલેટ ક્લિનરનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. બજારમાં ઘણી બધી અલગ અલગ બ્રાન્ડના ટોઈલેટ ક્લિનર (Toilet cleaner) મળે છે. એવામાં આજે અહીં કઈ રીતે સારું ટોઇલેટ ક્લિનર બનાવી કમાણી કરી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવી છે.

  લાઈસન્સ અને રજીસ્ટ્રેશન (Registration and License)

  ટોઈલેટ ક્લિનર બનાવવાની પ્રક્રિયા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ (drug and cosmetic act) હેઠળ આવે છે. ક્લિનર બનાવવા માટે તમારે કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. તેથી તમારે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પાસેથી લાઈસન્સ મેળવવાનું રહેશે. આ સાથે જ તમારે ઉદ્યોગ આધાર (Udyog Aadhaar) અંતર્ગત નોંધણી કરાવાની રહેશે અને જીએસટી (GST) નંબર માટે પણ અરજી કરવાની રહેશે.

  સામગ્રી

  -800 ગ્રામ પાણી
  -જરૂર પ્રમાણે કલર
  -30 ગ્રામ એસિડ થીનર
  -200 grams of acid 200 ગ્રામ એસિડ

  પેકિંગ માટેની સામગ્રી

  ટોઈલેટ ક્લિનર બનાવવા માટેની આ તમામ જરૂરી સામગ્રી તમને ઓનલાઈન અથવા તો લોકલ માર્કેટમાં પણ સરળતાથી મળી રહેશે.

  ટોઈલેટ ક્લિનરના ઉત્પાદન માટે રોકાણ

  આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે નજીવા રોકાણની જરૂર છે. આ ઓછા રોકાણમાં તમે સારો નફો કમાઈ શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછા 10 હજારનું રોકાણ કરવાનું રહેશે.

  ટોઈલેટ ક્લિનર બનાવવાની પ્રક્રિયા

  >> ક્લિનર બનાવવામાં તમારે વધુ મહેનત કે સમય વેડફવાની કોઈ જરૂરી નથી. સૌ પ્રથમ એક ડોલમાં 800 ગ્રામ પાણી લો, હવે ડોલમાં તમારી પસંદનો રંગ સારી રીતે મિક્સ કરો.

  >> કલર નાખી તેને બરાબર મિક્સ કરો.

  >> હવે કલર અને પાણીના આ મિશ્રણમાં એસિડ થીનર નાખી 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરો.

  >> હવે ત્રણ વસ્તુના તૈયાર આ મિશ્રણમાં 200 ગ્રામ એસિડ નાખી મિક્સ કરો. આ તમામ વસ્તુઓ બરાબર મિક્સ કરવાથી ટોઈલેટ ક્લિનર તૈયાર થશે.

  ક્લિનરનું પેકેજીંગ

  >> તૈયાર થયેલા ક્લિનરનું પેકેજીંગ કરવા માટે તમારે 200, 500, 1000 અને 2000 ગ્રામના અલગ અલગ કાર્ટૂન ખરીદવાના રહેશે. આ કાર્ટૂન માર્કેટમાં સરળતાથી મળી રહેશે.

  >> બોટલમાં આ તૈયાર મિશ્રણ ભર્યા પછી તેને બરાબર બંધ કરી સીલ લગાવો અને તેના પર તમારા બ્રાન્ડનું સ્ટીકર ચોંટાડો, જેથી ગ્રાહક સરળતાથી તેને ઓળખી અને ખરીદી શકે.

  >> પેકેજીંગ આકર્ષક રાખવાથી લોકો તમારી પ્રોડક્ટ ખરીદવા પ્રેરાશે.

  આ પણ વાંચો: ફાસ્ટફૂડ ફ્રેન્ચાઇઝી શરૂ કરવી છે? આટલી વાતનું રાખો ધ્યાન

  માર્કેટિંગ

  બજારમાં પહેલેથી જ વિવિધ પ્રકારના ટોઈલેટ ક્લિનર ઉપલબ્ધ છે. હાર્પિક, ડોમેક્સ, સેનિફ્રેશ વગેરે જાણીતા ટોઈલેટ ક્લિનર બ્રાંડ છે. આવામાં તમારા નવા પ્રોડક્ટને લોકો ખરીદે તે માટે તમારે તેનો ભાવ અન્ય પ્રોડક્ટની સરખામણીમાં ઓછો રાખવો પડશે, આ સાથે જ ઓછા ભાવ વિશે લોકોને પણ માહિતગાર કરવા પડશે.

  જ્યારે તમારી પ્રોડક્ટ માર્કેટમાં ઓછા ભાવે અને સારી ક્વોલિટીમાં મળતી હશે તો ગ્રાહકો આપોઆપ તે ખરીદવા માટે આવશે અને તમારા પ્રોડક્ટને પ્રાથમિકતા આપશે. આ સિવાય વેબસાઈટ દ્વારા પ્રોડક્ટની જાહેરાત કરીને પણ લોકોને માહિતી આપી શકો છો. હોર્ડિંગ્સ, સોશિયલ મિડીયા અને પોસ્ટર્સ તથા બ્રોશર્સથી પણ લોકો સુધી તમારા પ્રોડક્ટની માહિતી પહોંચાડી શકો છો.

  બિઝનેસમાં નળતો નફો

  ટોઈલેટ ક્લિનર બિઝનેસમાં તમે એક સારા માર્જીન સાથે નફો કમાઈ શકો છો. નાનાપાયે આ બિઝનેસની શરૂઆત અને સારા ગ્રાહક વર્ગ સાથે તમે મહિને 20થી 30 હજાર સુધીનો નફો સરળતાથી કમાઈ શકો છો. હવે લોકો ઘરની સાથે સાથે બાથરૂમ અને ટોઈલેટ પણ સ્વચ્છ રાખવા પ્રેરાયા છે. જેથી તમારી પ્રોડક્ટનું વેચાણ વધુ થાય તેવી વ્યાપક શક્યતા છે. હાલ માર્કેટમાં ઘણા મોંધા અને ખરાબ ક્વોલિટીના કેમિકલ યુક્ત ટોઈલેટ ક્લિનર મળે છે. એવામાં તમે સારી ગુણવત્તા અને ઓછા ભાવ સાથે પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં વધારી શકો છો.

  આ પણ વાંચો: ઓછા રોકાણ સાથે શરૂ કરો આ જોરદાર બિઝનેસ, સરકાર પણ કરશે મદદ

  આ વાતોનું રાખો ધ્યાન

  >> ટોઈલેટ ક્લિનર બનાવતી વખતે પોતાને નુકસાન ન થાય તે માટે કેટલીક બોબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  >> ક્લિનર બનાવતી વખતે એસિડનો ઉપયોગ થતો હોવાથી હાથમાં સુરક્ષિત મોજા પહેરવા અને સાવચેતી રાખવી.

  >> ક્લિનરમાં એસિડની પર્યાપ્ત માત્રા રાખવી, જેથી બરાબર ક્લિનિંગ થાય.

  >> ક્લિનર બનાવતી વખતે સુગંધ માટે ફ્રેગનન્સ અને એન્ટી બેક્ટેરિયલ્સનો ઉપયોગ કરી શકાય છે. આમ કરવાથી તે વધુ સારું બનશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Business, Business Ideas, Investment

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन