Online Business Ideas : ઘરે બેઠા ઓનલાઇન શરૂ કરો આ બિઝનેસ, ઓછા રોકાણ સામે મળશે વધુ વળતર
Online Business Ideas : ઘરે બેઠા ઓનલાઇન શરૂ કરો આ બિઝનેસ, ઓછા રોકાણ સામે મળશે વધુ વળતર
New Business Idea
વધતી જતી બેરોજગારી વચ્ચે હવે લોકો પોતાનું કામ શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. અમે તમારા માટે કેટલીક બિઝનેસ આઇડિયા લઇને આવ્યા છીએ જેની મદદથી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. વધતી જતી બેરોજગારી વચ્ચે હવે લોકો પોતાનું કામ શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે. અમે તમારા માટે કેટલીક બિઝનેસ આઇડિયા લઇને આવ્યા છીએ જેની મદદથી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
ઈ-કોમર્સ સ્ટોર શરૂ કરો
શું તમે ક્યારેય તમારો પોતાનો ઓનલાઈન સ્ટોર હોય તેવું વિચાર્યું છે? Shopify જેવા પ્લેટફોર્મને કારણે હવે ઈકોમર્સ સ્ટોર સેટઅપ કરવું અને વિશ્વભરના ગ્રાહકોને પ્રોડક્ટ્સ વેચવાનું પહેલાં કરતા સરળ બન્યું છે.
વેબ ડિઝાઇન બિઝનેસ શરૂ કરો
શું તમે વેબ ડિઝાઇનર છો? જો તમારા પ્રોફેશનનો વ્યાપ વધારવો હોય તો તમારો પોતાનો વેબ ડિઝાઇન બિઝનેસ શરૂ કરી શકો છો. ઓનલાઈન પોર્ટલની ઓળખ તેનું લે-આઉટ અને ડિઝાઈન હોય છે એટલે તમે વેબસાઈટને સુંદર અને ફંકશનલ બનાવવામાં વેબ ડિઝાઈનર બનીને મદદ કરી શકો છો.
શું તમને સોશિયલ મીડિયા પર વધુ ને વધુ સમય પસાર કરવો ગમે છે? જો હા, તો તમે સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ તરીકે તમારો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો અને અન્ય બિઝનેસને તેમની ઓનલાઇન પ્રભુત્વ વધારવામાં મદદ કરી શકો છો.
SEO કન્સલ્ટન્સી શરૂ કરો
શું તમે SEO વિશે જાણકાર છો? તમને સોશિયલ મીડિયાની ટ્રીક અને ટેક્ટિક આવડે છે? તો તમે તમારો પોતાનો કન્સલ્ટન્સી બિઝનેસ શરૂ કરી શકો છો અને કોર્પોરેટ વર્લ્ડ કે જરૂરી બિઝનેસોને તેમના સર્ચ એન્જિન રેન્કિંગમાં સુધારો કરવામાં મદદગાર સાબિત થઈ શકો છો.
એક એપ્લિકેશન બનાવો
બે અબજથી વધુ એક્ટિવ એપ્લિકેશન યુઝર્સ સાથે ધગમગતા એપ બજારમાં એપ્લિકેશન બિઝનેસ માટે ખૂબ મોટો અવકાશે છે. જો તમારી પાસે એપ માટે કોઈ એક સરસ આઈડિયા છે તો તેને વાસ્તવિકતામાં ફેરવીને શા માટે તમારો પોતાનો વ્યવસાય શરૂ ન કરવો જોઈએ?
YouTube ચેનલ શરૂ કરો
શું તમને વિડીયો બનાવવાનો શોખ છે? જો હા તો પછી તમે તમારી પોતાની YouTube ચેનલ શરૂ કરી શકો છો અને દુનિયા સાથે તમારા વિચારો અને કન્ટેન્ટ શેર કરી શકો છો. તમે જાહેરાત દ્વારા અથવા YouTubeના પાર્ટનર બનીને પૈસા કમાઈ શકો છો.
ગ્રાફિક ડિઝાઇનર બનો
શું તમે ક્રિએટિવ છો અને તમને ડિઝાઇન માટેના આઇડિયા આવતા રહે છે? જો હા, તો પછી તમે તમારો પોતાનો ગ્રાફિક ડિઝાઇન બિઝનેસ શરૂ કરી શકો છો અને બિઝનેસોને તેમની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ મટિરીયલ્સ માટે મદદ કરી શકો છો.
જો તમે ક્રિએટિવ છો અને ગ્રાફિક ડિઝાઇનનો અનુભવ ધરાવો છો તો તમે તમારો પોતાનો અલગ વ્યવસાય શરૂ કરી શકો છો અને આ બિઝનેસમાં ગ્રાહકોને તમારી ક્રિએટીવિટી સાથે ઉત્તમ સર્વિસ આપી શકો છો.
શું તમને સોશિયલ મીડિયા ગમે છે? જો હા, તો પછી તમે તમારી પોતાની સોશિયલ મીડિયા એજન્સી શરૂ કરી શકો છો અને વિવિધ બિઝનેસને ઓનલાઇન પ્રભુત્વ કેળવવા માટેની સલાહ-સૂચન આપવાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો.
વેબ ડેવલપર બનો
શું તમે વેબ ડેવલપમેન્ટ વિશે જાણકારી ધરાવો છો, ખાસ આવડત પણ છે ? તો તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો અને બિઝનેસ ક્લાસને સુંદર અને કાર્યાત્મક વેબસાઇટ્સ બનાવવામાં મદદ કરી શકો છો.
SEO એજન્સી શરૂ કરો
શું તમે SEO વિશે જાણકાર છો ? જો હા તો પછી તમે તમારી પોતાની એજન્સી શરૂ કરી શકો છો અને બિઝનેસને તેમના સર્ચ એન્જિન રેન્કિંગ સુધારવામાં મદદ કરી શકો છો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર