Business Ideas: 3 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે રૂ. 1.50 લાખની કમાણી

ટોફુ (ફાઇલ તસવીર)

Soya Paneer Manufacturing: બજારમાં ટોફુ (Tofu) રૂ.300થી રૂ.400ના કિલોના ભાવે વેચાય છે. 1 કિલો સોયાબીનની પ્રોસેસ બાદ તમને લગભગ 2.5 કિલો પનીર મળે છે.

  • Share this:
મુંબઈ: નાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા લોકો માટે ટોફુ (Tofu) એટલે કે સોયા પનીર (Soya Paneer)નો પ્લાન્ટ સારો વિકલ્પ છે. આ વ્યવસાય થકી તમે પોતાની બ્રાન્ડ ઉભી કરી શકો છે. સોયા પનીર પ્લાન્ટ માટે તમારે 3થી 4 લાખ રૂપિયાનું મૂડીરોકાણ (Investment) કરવું પડશે. આ બિઝનેસ કઈ રીતે કરવો અને કેટલા પૈસા કમાઈ શકાય તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

3થી 4 લાખનું કરવું પડશે રોકાણ

ટોફુનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 3થી 4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પૈસા થકી મશીનો અને કાચા માલની ખરીદી કરવાની રહે છે. લગભગ 2થી 3 લાખ રૂપિયાના ખર્ચે બોઇલર, બરણી, સેપરેટર, નાના ફ્રીઝર સહિતનું ખરીદવું પડશે. તેમજ સોયાબીન પાછળ એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તમને આ બિઝનેસનો અનુભવ ન હોય તો ટોફુ બનાવવાના કારીગરને કામે રાખવો પડશે.

પહેલા દૂધ તૈયાર કરવું પડશે

સામાન્ય દૂધમાંથી જે રીતે પનીર બને છે, તે જ રીતે ટોફુ બનાવવામાં આવે છે. અલબત ટોફુ બનાવવા પહેલા દૂધ તૈયાર કરવું પડે છે. આ માટે પહેલા તમારે સોયાબીનને પીસીને 1:7ના પ્રમાણમાં પાણી સાથે ફેટીને ઉકાળવું પડશે. બોઇલર્સ અને ગ્રાઇન્ડરમાં એક કલાકની પ્રોસેસ કર્યા બાદ તમને લગભગ 4 થી 5 લિટર દૂધ મળે છે. ત્યારબાદ દૂધને સેપરેટરમાં નાખવામાં આવે છે. જેના કારણે દૂધ દહીંની જેમ ઘટ્ટ થઈ જાય છે અને બાકીનું પાણી કાઢે છે. લગભગ 1 કલાકના પ્રોસેસિંગ પછી તમને લગભગ 2.5થી 3 કિલોગ્રામ પનીર મળે છે

1થી 1.50 લાખ જેટલી કમાણી થઈ શકે

બજારમાં ટોફુ રૂ.300થી રૂ.400ના કિલોના ભાવે વેચાય છે. 1 કિલો સોયાબીનની પ્રોસેસ બાદ તમને લગભગ 2.5 કિલો પનીર મળે છે. આવી રીતે તમે એક દિવસમાં 10 કિલો પનીર બનાવો તો તેની બજાર કિંમત રૂ.3,000થી રૂ.40,00 જેટલી થાય. ટોફુ બનાવવાની પ્રક્રિયામાં વીજળી અને મજૂરી પાછળ 50 ટકા ખર્ચ થાય તો પણ રૂ.40,000ની ચોખ્ખી બચત કહેવાય. જો દરરોજ 30થી 35 કિલો ટોફુ બનાવી બજારમાં વેચી શકો તો તમે મહિને અંદાજે રૂ.1 લાખથી રૂ.1.50 લાખ જેટલી આવક થાય છે.

આ પણ વાંચો: આ શેરમાં રોકાણ કરનારાઓને બખ્ખા: 6 મહિનામાં 1 લાખ રૂપિયા બની ગયા 7.65 લાખ, શું તમારી પાસે છે? 

બધા જ જિલ્લામાં મળી રહી છે લોન

આ વ્યવસાય માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગની જેમ જ લોન મળે છે. આ માટે તમારે પ્રોજેકટને જિલ્લા ઉદ્યોગ ભવન સમક્ષ રજૂ કરવો પડશે. ત્યારબાદ નફા અને ખર્ચનું મૂલ્યાંકન કરીને સબસિડીવાળી લોન મળે છે. આ માટે સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારોના SME પ્રોજેકટ માટે વગર વ્યાજની કે ઓછા વ્યાજની લોનમાં સામેલ કરવામાં આવે છે

દરેક પ્રોડક્ટનો થઈ શકે ઉપયોગ

સોયા પનીર બનાવતી વખતે તમારી પાસે બાય પ્રોડક્ટ તરીકે ખલી બચે છે. જેનો ઉપયોગ બિસ્કિટ બનાવવામાં થાય છે. આવી જ રીતે વડી પણ મળે છે. જેનો ઉપયોગ પણ ખાવામાં થાય છે.
First published: