Home /News /business /Business Idea: પેસ્ટ કંટ્રોલ બિઝનેસ- કેવી રીતે શરૂ કરવો? કેટલું રોકાણ કરવું પડે? કેટલો નફો થાય?

Business Idea: પેસ્ટ કંટ્રોલ બિઝનેસ- કેવી રીતે શરૂ કરવો? કેટલું રોકાણ કરવું પડે? કેટલો નફો થાય?

પેસ્ટ કંટ્રોલ બિઝનેસ

Business Ideas: પેસ્ટ કંટ્રોલ બિઝનેસ (How to start Pest control Business) ઓછા રોકાણ (Invest Money)માં શરૂ કરીને તમે બહોળી રકમ કમાઈ (Earn Money) શકો છો.

મુંબઈ: ભારત (India)માં જંતુઓનો વધી રહેલો ઉપદ્રવ (Pest Infestation) સામાન્ય સમસ્યા (problem) છે. જંતુઓ આપણા ઘરો અને ઓફિસોમાં પ્રવેશ કરીને આસપાસના વાતાવરણને બગાડે છે. આ જ કારણોસર આજે દેશમાં પેસ્ટ કંટ્રોલ ઉદ્યોગ (Pest Control Business) ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, અને નવા ઉદ્યોગસાહસિકોને પણ આ વ્યવસાય શરૂ કરવા (Start Own Business) માટે ઘણી તકો મળી રહી છે. પેસ્ટ કંટ્રોલ બિઝનેસ (How to start Pest control Business) ઓછા રોકાણ (Invest Money)માં શરૂ કરીને તમે બહોળી રકમ કમાઈ (Earn Money) શકો છો.

કેટલું રોકાણ જરૂરી છે?

જો તમે પણ પેસ્ટ કંટ્રોલ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તમને જણાવી દઇએ કે આ વ્યવસાય ઓછા પૈસામાં સરળતાથી શરૂ કરી શકાય છે. તેના માટે તમારી પાસે શરૂઆતી રોકાણ માટે રૂ.5 લાખ સુધીની રકમ હોવી જરૂરી છે. આ માટે તમે તમારા પોતાના પૈસા વાપરી શકો છો અથવા તો લોન કે ફાઇનાન્સ ફર્મ પાસેથી પૈસા ઉધાર લઇ શકો છો.

કઇ રીતે શરૂ કરવો આ બિઝનેસ?

તમારે પેસ્ટ કંટ્રોલ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે સ્ટાર્ટ-અપ મૂડી રોકાણની સાથે જરૂરી છે સંબંધિત બિઝનેસ માટેની કુશળતા અને તાલીમ. આ બિઝનેસ શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો.

1) પેસ્ટ કંટ્રોલ સર્વિસ

બિઝનેસ શરૂ કરતા પહેલા જાણવું જરૂરી કે છે માર્કેટમાં તેનો સ્કોપ કેટલો છે. તમારે ગ્રાહકોને કઇ કઇ પેસ્ટ કંટ્રોલ સેવા આપવી છે તે જાણવાની ખાસ જરૂર છે. તમારી સેવાઓના સ્પેક્ટ્રમમાં રહેણાંક સેવાઓ, કોર્પોરેટ સેવાઓ, કરાર સેવાઓ, ઉધઈ દૂર કરવી, બેડ બગ્સ, મચ્છર, ઉંદરો દૂર કરવા વગેરેનો સમાવેશ થઈ શકે છે.

2) તાલીમ અને કુશળતા

આ બિઝનેસ માટે તાલીમ અને કુશળતાની ખાસ જરૂર પડે છે. કારણ કે પેસ્ટ કંટ્રોલ માટે તમે સતત જોખમી રસાયણોના સંપર્કમાં રહેશો. તાલીમ માટે ઇન્ડિયન પેસ્ટ કંટ્રોલ એસોસિએશન (IPCA) ની સાઇટ પર તમારી નોંધણી કરાવી શકો છો. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમને પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. તમે નીચેની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત 15 દિવસની ફ્યુમિગેશન અને પ્રોફીલેક્સિસ તાલીમ પણ લઇ શકો છોઃ

-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ

-સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ

-નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ

3) રજીસ્ટ્રેશન અને લાયસન્સ

તાલીમ લીધા બાદ તમારા નવા બિઝનેસને ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમ દ્વારા રજીસ્ટર કરાવીને પેસ્ટિસાઇડ લાઇસન્સ માટે અરજી કરી શકો છો.

4) જરૂરી સાધનો

આ બિઝનેસ માટે તમારે નીચે જણાવેલા સાધનોની જરૂર પડશે-

સ્પ્રેયર્સ, ફોગર્સ, બેડ બગ્સ સ્ટીમર્સ, બાઇટ ગન્સ, પેસ્ટ કંટ્રોલ ગ્રેન્યુલેટર્સ.

આ સિવાય તમારે કામદારો માટે યુનિફોર્મ, સુરક્ષિત ગ્લવ્સ, રેસ્પિરેટર્સ, બૂટ્સ અને છંટકાવ માટે વિવિધ કેમિકલની પણ જરૂર પડશે.

આ પણ વાંચો: Small Business Idea: એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરી સરળતાથી કરો મોટી કમાણી, જાણો A to Z

5) શ્રમબળની જરૂરિયાત

કોઇપણ બિઝનેસની સફળતા માટે કુશળ અને અનુભવી માણસો સૌથી જરૂરી છે. આ બિઝનેસ માટે પણ તમારે તેવા લોકોની પસંદગી કરવી જેમને પેસ્ટ કંટ્રોલ વ્યવસાયમાં કામનો અનુભવ હોય.

6) માર્કેટિંગ

વર્તમાન પરિસ્થિતિમાં સફળ બિઝનેસમેન બનવા માટે વ્યવસાયનું સારી રીતે માર્કેટિંગ કરવું જરૂરી છે. વ્યવસાયની સફળતા માટે અસરકારક માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવી અનિવાર્ય છે.

કેટલી થશે કમાણી?

હાલ દેશમાં આ બિઝનેસ ઝડપથી વિકસી રહ્યો છે. તેને જોતા તમે સરળતાથી વર્ષે રૂ.75,000નો ચોખ્ખો નફો કરી શકો છો. જે આવનારા વર્ષોમાં વધશે.

બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી ટીપ્સ

1) શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ આપો

જ્યારે તમે તમારા ગ્રાહકોને સર્વિસ આપી રહ્યા છો, ત્યારે લાંબા ગાળાના સંબંધ સ્થાપિત કરવા માટે તેમનો વિશ્વાસ જીતવો જરૂરી છે. તેથી તમારી સર્વિસની ગુણવત્તા હંમેશા શ્રેષ્ઠ જાળવી રાખો.

આ પણ વાંચો: Business idea: ઘર બેઠા શરૂ કરો હર્બલ હેર ઓઈલનો બિઝનેસ, થશે લાખો રૂપિયામાં કમાણી

2) કુશળ અને નમ્ર કામદારો

તમારે કર્મચારીઓને સર્વિસ આપતી સમયે નમ્રતા પૂર્વક વર્તણૂંકની તાલીમ આપવી જોઈએ અને સંપૂર્ણ ઇમાનદારી સાથે કામ કરવા પ્રેરણા આપવી જોઈએ. તેઓ તેમના કામમાં કુશળ હોવા જોઈએ અને ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવા સમર્થ હોવા જોઇએ.

3) ઓટોમેટેડ બિઝનેસ પ્રોસેસ પસંદ કરો

ઓટોમેટેડ બિઝનેસ પ્રોસેસ તમારો સમય, પૈસા બચાવશે અને સારું પરીણામ આપશે. તમારે તમારા વ્યવસાય માટે ડિજિટલ એકાઉન્ટ્સ અને લેજર્સ રાખવા જોઈએ, કારણ કે નાણાકીય વ્યવહારો માટે આ રીત હાલ ખૂબ જ અનુકૂળ છે.

4) માર્કેટિંગ

તમારે તમારી સર્વિસના માર્કેટિંગમાં યોગ્ય રોકાણ કરવું જોઈએ. તમારી બ્રાન્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ગ્રાહકોને કંઈક અલગ ઓફર કરો. જે માર્કેટમાં ઉપલબ્ધ તમારા હરીફોથી તમને ગ્રાહકો માટે અલગ અને ખાસ બનાવશે.
First published:

Tags: Business, Business Ideas, Investment, Profit