Home /News /business /

Business Idea: ફક્ત 25,000 રૂપિયાના રોકાણ પર થશે કમાણી જ કમાણી, જાણો વિગત

Business Idea: ફક્ત 25,000 રૂપિયાના રોકાણ પર થશે કમાણી જ કમાણી, જાણો વિગત

કાર વૉશિંગ બિઝનેસ

Car wash Business: કાર વૉશિંગનો ચાર્જ દરેક શહેરમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે નાના શહેરમાં કાર વૉશિંગ માટે 150-450 રૂપિયા સુધી ચાર્જ થાય છે.

    મુંબઈ. Business Idea: આજકાલ લગભગ દરેક વ્યક્તિ નોકરીથી કંટાળીને પોતાનો બિઝનેસ (Start own business) શરૂ કરવાનું સપનું ધરાવે છે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે નાનો કે મોટો પોતાનો બિઝનેસ કરે, જેનાથી તે આ મોંઘવારીમાં નોકરી કરતા વધારે કમાણી (Earn money) કરીને પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવી શકે. આજે અમે તમને એક એવા જ બિઝનેસ (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. આ બિઝનેસમાં તમારે ફક્ત 25,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસમાં તમે સરળતાથી મહિને 50,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

    કાર વૉશિંગ બિઝનેસ

    તમે કાર વૉશિંગ બિઝનેસ (Car washing business) વિશે સાંભળ્યું જ હશે. તમને સાંભળવામાં આ એક રોડસાઇડ અને સામાન્ય બિઝનેસ લાગી શકે છે. હકીકતમાં આવું બિલકુલ નથી. આ બિઝનેસમાં મોટી કમાણી શક્ય છે. તમારા માટે આ બિઝનેસ ખૂબ ફાયદાકાર સાબિત થઈ શકે છે. આ બિઝનેસમાં જો તમારું નસિબ ચમકે તો તમે એક મિકેનિકને પણ રોકી શકો છો. વૉશિંગની સાથે સાથે તમે કાર રિપેરિંગનું કામ પણ શરૂ કરી શકો છો.

    શરૂઆત કેવી રીતે કરશો?

    કાર વૉશિંગ માટે એક પ્રોફેસનલ મશીનની જરૂરિયાત રહે છે. બજારમાં અનેક પ્રકારના મશીન આવે છે. આ મશીન 12,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કિંમતનું આવે છે. જો તમે નાના પાયે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે ઓછી કિંમતનું મશીન ખરીદી શકો છો. જો બાદમાં બિઝનેસ ચાલી જાય તો તમે મોટું મશીન વસાવી શકો છો. માની લો કે આ માટે તમે 14,000 રૂપિયાનું મશીન ખરીદો છો. આ કિંમતમાં તમને બે હૉર્સ પાવરનું મશીન મળી જશે. આ ઉપરાંત તમારે એક 30 લીટરનું વેક્યૂમ ક્લિનર ખરીદવું પડશે, જેની કિંમત 9થી 10 હજાર રૂપિયા આસપાસ છે. વૉશિંગના સામાનમાં જોઈએ તો શેમ્પૂ, હાથ મોઝા, ટાયર પૉલિશ, ડેશબોર્ડ પૉલિશ સહિત તમામ વસ્તુઓ પાછળ 1700થી 2000નો ખર્ચ થઈ શકે છે.

    આ પણ વાંચો: ઓછા રોકાણ સાથે શરૂ કરો આ જોરદાર બિઝનેસ, સરકાર પણ કરશે મદદ

    કઈ જગ્યાએ બિઝનેસ શરૂ કરવો?

    એક વાત યાદ રાખો કે તમારે તમારો બિઝનેસ એવી જગ્યાએ જમાવવાનો છે જ્યાં વધારે ભીડ ન હોય. કારણ કે આવું હશે તો કાર તમારા આઉટલેટ બહાર ઊભી રહેશે અને તેનાથી પરેશાની થશે. તમે કોઈ મિકેનિક સાથે કરાર કરીને અડધું ભાડું આપીને પણ તેને શરૂ કરી શકો છો. જેનાથી બંનેનું કામ ચાલશે.

    આ પણ વાંચો: 10,000 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, થશે મોટી કમાણી

    કમાણી કેટલી થશે?

    કાર વૉશિંગનો ચાર્જ દરેક શહેરમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે નાના શહેરમાં કાર વૉશિંગ માટે 150-450 રૂપિયા સુધી ચાર્જ થાય છે. મોટા શહેરમાં આ કિંમત થોડી વધારે હોઈ શકે છે. મોટી કાર્સ તેમજ SUV કાર્સ માટે વધારે કિંમત મળી શકે છે. જો તમને દરરોજ 7-8 કાર મળી જાય તો તમારી દૈનિક કમાણી 2,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી રીતે તમે ખર્ચને બાદ કરતા મહિને 40-50 હજાર રૂપિયા સુધીની કમાણી સરળતાથી કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Business Ideas, Investment, કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन