મુંબઈ: આજકાલ લોકો નોકરી સાથે બિઝનેસ (Business) કરવા તરફ વધુ આકર્ષાયા છે. હાલના સમયમાં લોકો અવનવા બિઝનેસ આઈડિયા (Unique Business Ideas) પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કરતા હોય છે. યંગ એન્ટરપ્રિન્યોર્સ અવનવા આઈડિયાઝની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરતા હોય છે, હવે આવા અવનવા બિઝનેસ આઈડિયા એક ટ્રેન્ડ (New Business Ideas) બની ગયો છે જે સારી કમાણી પણ આપે છે. આ આર્ટિકલમાં અમે આપને એવા જ જરા હટકે બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે હાલમાં ખૂબ ટ્રેન્ડમાં તો છે જ, સાથે આ બિઝનેસમાં કમાણી પણ સારી છે.
1) પર્સનલાઈઝ્ડ ગિફ્ટ
ખાસ દિવસોએ કે ખાસ તહેવાર અથવા પ્રસંગે પર એકબીજાને ગિફ્ટ્સ આપવી એ કોઈ નવી બાબત નથી, પણ જેમ સમયની સાથે દરેક વસ્તુમાં બદલાવ આવતા હોય છે, તેમ ગિફ્ટની પસંદગી અને ટાઈપ ઓફ ગિફ્ટમાં પણ બદલાવ આવ્યા છે. પહેલા દુકાનમાંથી આકર્ષક વસ્તુઓ ખરીદી તેને ગિફ્ટ તરીકે એકબીજાને આપવામાં આવતી હવેના સમયમાં તેવું રહ્યું નથી. હવે લોકો ગિફ્ટને કસ્ટમાઈઝ કે પર્સનલાઈઝ્ડ કરાવાનું વધારે પસંદ કરે છે.
પોતાની ગમતા વ્યક્તિ દ્વારા જ્યારે કોઈખાસ ગિફ્ટ મળે તો ચોક્કસથી ખુશી થતી હોય છે. પેરેન્ટ્સ, ભાઈ-બહેન, દાદા-દાદી, હસબન્ડ-વાઈફ જે આપણા નિકટતમ હોય છે. તેમની માટે તમે ગિફ્ટ પર્સનલાઈઝ્ડ કરાવી શકો છો.
લોકો આખુ વર્ષ કોઈને કોઈ ખાસ દિવસ કે અવસરને લઈને એકબીજાને ગિફ્ટ્સ આપતા જ રહે છે અને હવે જ્યારે પર્સનલાઈઝ્ડ ગિફ્ટ ટ્રેન્ડમાં છે એવામાં આ બિઝનેસ શરૂ કરી તમે ચોક્કસથી એક સારી રકમ નફા રૂપે મેળવી શકો છો.
જ્યારે પણ તમે આ બિઝનેસ શરૂ કરો ત્યારે એ બાબત જરૂરથી ધ્યાનમાં રાખો કે લોકો કેવા પ્રકારના કસ્ટમાઈઝ્ડ કે પર્સનલાઈઝ્ડ ગિફ્ટ વધુ લેવાનું પસંદ કરે છે અને તે જ પ્રમાણેનું સેટઅપ તમે કરો. જેથી તમે આઉટ એફ ટ્રેન્ડ ન થાઓ. તમારો સ્ટોર શરૂ કરવા માટે એવુ લોકેશન પસંદ કરો જ્યાં લોકો તમને સરળતાથી શોધી શકે. તમે સાશિયલ મિડીયા અને ઈ કોમર્સ વેબસાઈટ થકી પણ બિઝનેસ કરી શકો છો.
2) કેફે
આપણે સૌ જોઈએ જ છીએ કે આજકાલ યંગસ્ટર્સમાં કેફે જવાનું ચલણ ખૂબ વધ્યું છે. નાની મોટી પાર્ટી, ગેટ-ટુગેધર, મિટીંગ્સ કે પછી ચીટચેટ માટે હવ્ કેફેમાં જવું એક સામાન્ય બાબત બની ગઈ છે.
સારી લોકેશન, આકર્ષક એમ્બિયાન્સ, ફ્યુઝન ડિશ વાળો મેનુ જેવી બાબતનો પર ખાસ ધ્યાન આપીને જો તમે કેફેની શરૂઆત કરો તો ચેક્કસથી આ એક સક્સેસફુલ બિઝનેસ બની શકે છે. કોલેજ સ્ટુડન્ટ્સ અને યંગસ્ટર્સને કેફેમાં વેરાઈટીઝ ઓફ સ્નેક અને કોફીનો સ્વાદ માણવો ખૂબ ગમતો હોય છે. એવામાં જો જરૂરી બાબતનો અને મોર્કેટ સર્વેને આધારે કેફે શરૂ કરવામાં આવે તો આ તમને સારો પ્રોફિટ કરાવી શકે છે.
કેફે શરૂ કરતા પહેલા તમારે પોતાનો કેફે શરૂ કરવો કે કોઈ મોટા કેફેની ફ્રેન્ચાઈઝી લેવી એ બાબત નક્કી કરી લેવી અને તે પ્રમાણે આગળ વધવું. કેફે માટે એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં સામાન્ય રીતે લોકોનો ઘસારો વધુ રહેતો હોય. મોલ, થિયેટર, માર્કેટ, કોલેજ વગેરેની નજીકનાં સ્થળો કેફેમાં લોકોનો ધસારો વધારશે અને સારો એમ્બિયાન્સ અને પીસફુલ એટમોસ્ફિયર લોકોને વારંવાર તમારા કેફેમાં લઈ આવશે, જે તમારા કેફે બિઝનેસ માટે સારૂ સાબિત થશે.
3) ફિશ એક્વેરિયમ
ફિશ ક્વેરિયમ એક લો કોસ્ટ બિઝનેસ છે, જે તમને સારો નફો કમાઈ આપશે. આજકાલ ઘરમાં ફિશ ક્વેરિયમ રાખવું એક ટ્રેન્ડ થઈ ગયો છે. લોકોમાં એવી માન્યતા વધી છે કે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી આવક અને લકમાં વધારો થાય છે. લોકોની આ માન્યતા તમારી આવક અને લકમાં પણ ચોક્કસથી વધારો કરી શકે છે કેમ કે આ એક એવો બિઝનેસ આઈડિયા છે જે તમને ચાક્કસથી એક મોટું પ્રોફિટ કમાઈ આપશે.
ફિશ એક્વેરિયમનો બિઝનેસ શરૂ કરતા પહેલાં લોકો કઈ ફિશ વધારે ખરીદે છે, કઈ ફિશમાં વધુ પ્રોફિટ થાય છે, કેવા પ્રકારના એક્વેરિયમની ડિઝાઈન ટ્રેન્ડમાં છે વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. મેટ્રો સિટી અને મેગા સિટી આવો બિઝનેસ શરૂ કરવા માટે સારી જગ્યા છે. ગ્રાહકોને આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ આપીને પણ તમે આકર્ષી શકો છો. સોશિયલ મિડીયા અને પોસ્ટર દ્વારા પબ્લીસીટી કરી તમે તમારા બિઝનેસ અંગે વધુ લોકો સુધી માહિતી પહોંચાડી શકો છો.
4) પેટ કેર અને પેટ ફૂડ
પેટ માર્કેટિંગ અને પેટ ફુડનો બિઝનેસ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. લોકોમાં પેટ્સ રાખવાનો શોખ વધ્યો છે જેને લઈને મોટાભાગના લોકો પાસે હવે પેટ્સ જોવા મળતા હોય છે, એવામાં આ બિઝનેસ સારો વિકલ્પ છે. બિઝનેસ શરૂ કરતા પહેલા તેની સાતે જોડાયેલા તમામ પાસા અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી.
માછલી, કુતરા અને બિલાડી જેવા પેટ્સ લોકો વદુ રાખે છે તેથી તમારી શોપમાં કે સ્ટોરમાં પેટ કેર અને ફુડ તે મુજબનાં હોવા જરીરૂ છે. કેવા પ્રકારનાં પેટ ફુડની ડિમાન્ડ વધુ છે, ક્લાયંટ પેટ માટે કેવી સર્વિસની ડિમાન્ડ કરે છે, પેટ્સ કઈ બ્રીડના છે, તેમની પસંદ-નાપસંદ શું છે વગેરે અંગેની જાણકારી તમને હોવી જરૂરી છે જેથી તમે સારી સર્વિસ આપી શકો.
જો તમને આ બેસિક બાબતોનું જ્ઞાન નહી હોય તો આ બિઝનેસ ફેલ જવાની શક્યતા છે માટે જો તમને પ્રાણીઓમાં રસ હોય તો જ આ બિઝનેસ કરવો સલાહનીય છે.
5) 3D પ્રિન્ટિંગ
3D પ્રિંન્ટીંગ એક યુનિક બિઝનેસ આઈડિયા છે જે ભવિષ્યમાં પણ તમને સારો નફો અપાવી શકે છે. લેટેસ્ટ ટેકનોલોજી અને 3D પ્રિંન્ટીંગની વધતી ડિમાન્ડ તમને બિઝનેસ હાઈક મેળવવા મદદરૂપ બનશે.
નાયલોન, પ્લાસ્ટિક, મેટલ વગેરે જેવા મટીરિયલ્સ પર 3D પ્રિંન્ટીંગ કરી શકાય છે. ભારતમાં એક નવો સાહસ ગણી શકાય અને તેના ઓછા યુનિટને કારણે આ ઘણો જ નફાકારક સાબિત થઈ શકે છે, પણ આ એક નવો બિઝનેસ હોવાથી તે શરૂ કરતા પહેલા આ અંગેની તમામ જાણકારી મેળવી લેવી જેથી કાર્ય પધ્ધતી સમજવામાં સરળતા રહે. અનુભવી નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન અને જાણકારી મેળવી આ બિઝનેસ શરૂ કરી શકાય છે.
3D પ્રિન્ટિંગ કરાવતી હોય તેવી કંપની અને ફર્મની નજીક આ બિઝનેસ શરૂ કરવો. વેબસાઈટ્સ અને સોશિયલ મિડીયા દ્વારા પણ તમે ક્લાયન્ટ્સને તમારા બિઝનેસ વિશે માહિતગાર કરી શકો છો અને પ્રમોશન પણ કરી શકો છો.
6) હોમ મેડ ચોકલેટ
ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને ચોકલેટ ન ભાવતી હોય. ચોકલેટ એક એવી વસ્તુ છે જે દરેક નાની કે માટી વ્યક્તિને ભાવતી જ હોય છે. બર્થ ડે, એનિવર્સરી કે પાર્ટી કોઈપણ સેલિબ્રેશન ચોકલેટ વિના તો અધુરૂ જ છે. અને આ બધાને આધારે એક વાત ચોક્કસ ગણી શકાય કે ચોકલેટનો બિઝનેસ ક્યારેય ઠપ્પ ન થાય.સિઝન કોઈ પણ હોય દરેક ફેસ્ટિવલ અને સેલિબ્રેશનમાં ચોકલેટ તો જરૂર થી હોય છે.
જો તમે હોમમેડ ચોકલેટનો બિઝનેસ શરૂ કરો છો તો વિવિધ શેપ અને ફ્લેવર્સ વાળી ચોકલેટથી તમે ગ્રાહકોને આકર્ષી શકો છો. ચોકલેટ બુકે, ચોકલેટ કેક, ચોકલેટ ગિફ્ટ્સ અને ચોકલેટ ડેકોરેશન વગેરેને શામેલ કરી તમે બિઝનેસ કરી શકો છો. સોશિયલ મિડીયાની મદદથી તમારૂ પ્રમોશન કરી વધુમાં વધુ લોકો સુધી તમે તમારા બિઝનેસની માહિતી પહોંચાડી વધુ કમાણી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર