Business Idea: આ રીતે શરૂ કરો PUC ટેસ્ટિંગ સેન્ટર, દર મહિને કરો રૂ. 30,000ની કમાણી

પીયુસી સેન્ટર (ફાઇલ તસવીર)

Small business Idea: જો તમે પણ નાના બિઝનેસની શરૂઆત કરવા માંગો છો, તો તમારે માત્ર રૂ. 10,000નું નજીવું રોકાણ કરવું પડશે અને તમે તમારું પોતાનું પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી શકો છો.

  • Share this:
મુંબઈ. Small business Idea: આજકાલ લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા તરફ પ્રેરાયા છે. જો તમે પણ ઓછા રોકાણ સાથે એક નાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા (New Business Idea) વિશે જણાવીશું જે ઓછા રોકાણમાં પણ સારો નફો કમાવી આપશે. હાલમાં જ ભારત સરકાર દ્વારા પોલ્યુશન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે તમે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર (Pollution testing center)ની શરૂઆત કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. જો તમે પણ કોઈ સારા બિઝનેસ આઈડિયા વિશે વિચાર કરી રહ્યાં છો અથવા ઓછા રોકાણ સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી દર મહિને રૂ. 3,0000 સુધીની કમાણી કરી શકો છો.

કેટલું રોકાણ કરવું પડશે?

જો તમે પણ નાના બિઝનેસની શરૂઆત કરવા માંગો છો, તો તમારે માત્ર રૂ. 10,000નું નજીવું રોકાણ કરવું પડશે અને તમે તમારું પોતાનું પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી શકો છો. તમે તમારા બિઝનેસની શરૂઆતના પ્રથમ દિવસથી જ કમાણી કરવાની શરૂઆત કરી શકો છો. તમે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટરથી એક અંદાજ પ્રમાણે દરરોજ 1000થી 1500 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ ગણતરી મુજબ તમે પ્રતિમાસ રૂપિયા 30થી 40 હજાર સુધીની કમાણી કરી શકો છો. જો તમે એક એવા બિઝનેસ આઈડિયા વિશે વિચારી રહ્યાં છો, જે ઓછા રોકાણમાં વધુ કમાણી આપે તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કેમ કે અહીં માત્ર 10 હજારના રોકાણમાં તમે એક સારી કમાણી કરી શકો છો.

તમામ વાહન માટે PUC ફરજિયાત

કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તમામ વાહનો માટે પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે, તેથી આ બિઝનેસમાં સારો પ્રોફિટ પણ મળી શકે છે. અમલમાં આવેલા નવા કાયદાના કડક અમલને કારણે આ બિઝનેસ દિવસે ને દિવસે નફાકારક બનતો જાય છે.

આ કાયદાના અમલમાં કરવામાં આવેલી કોઈ પણ ચૂક અથવા કાયદાનો ભંગ કરવા પર વ્યક્તિ દંડને પાત્ર બને છે, તેથી દરેક વ્યક્તિ કાયદાના ભંગથી બચવા માટે પોતાના વાહનનું પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ બનાવડાવે છે. સર્ટિફિકેટ બનાવડાવાના વધતા ચલણને કારણે આ બિઝનેસની નફાકારકતા વધુ છે. જે તમને મહિને 30થી 40 હજાર સુધીની કમાણી કરી આપે છે.

આ પણ વાંચો: Business Idea: ઓછા રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે અધધ રૂ. 1 લાખથી પણ વધુની કમાણી

પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવા માટે તમારે વધુ નાણાના રોકાણની પણ જરૂર પડતી નથી. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 10 હજારના રોકાણની જરૂર પડે છે, આ સાથે જ સરકાર પાસેથી આ બિઝનેસ શરૂ કરવા માટે લોન પણ મેળવી શકાય છે. તમે પણ આનો લાભ લઈ શકો છો અને દરરોજ 1000થી 1500 રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો.

પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટરની આ રીતે કરો શરૂઆત

કોઈપણ પેટ્રોલ પંપ અને ઓટોમોબાઈલ વર્કશોપ નજીક આ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી શકાય છે. ઓથોરાઈઝ્ડ વ્હિકલ પોલ્યુશન ચેકિંગ સેન્ટર શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) પાસેથી લાઇસન્સ મેળવવાનું રહેશે. કેટલાક રાજ્યો આવું કરવા માટે ઑનલાઈન એપ્લિકેશન કરવાની પણ સુવિધા આપે છે. આ સાથે જ લોકલ ઑથોરિટી પાસેથી તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (No Objection Certificate) મેળવવાનું રહેશે.

આ પણ વાંચો: Business Ideas: મહિલાઓ આ બિઝનેસ શરૂ કરીને કમાઈ શકે છે અઢળક પૈસા, સરકાર પણ કરશે મદદ

ઓથોરાઈઝ્ડ પોલ્યુશન ચેકિંગ સેન્ટર શરૂ કરવાની શરતો

>> આ પ્રકારના પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર કોઈપણ યોગ્ય સ્થળે પીળા રંગની ઓરડીમાં શરૂ કરી શકાય છે. પીળા રંગની ઓરડી આ સેન્ટરની ઓળખ માટેની નિશાની તરીકે નક્કી કરવામાં આવી છે.

>> આ ઓરડી 2 m પહોળાઈ, 2.5 m લંબાઈ અને 2 m ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ.

>> પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટર પર લાઇસન્સ નંબર લગાવવો ફરજીયાત છે.

>> કોઈ પણ સંસ્થા, વ્યક્તિ અને ટ્રસ્ટ દ્વારા આ બિઝનેસ શરૂ કરૂ શકાય છે.

>> ઓટો મિકેનિઝમ, ઓટોમોબાઈલ એન્જીનિયરિંગ, ડીઝલ મિકેનીઝમ, મોટર મિકેનીઝમ, સ્કૂટર મિકેનીઝમ અને ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ વગેરે લાયકાત ધરાવતા લોકો આ બિઝનેસ શરૂ કરી શકે છે.

>> જો તમે પણ ઓછા રોકાણ સાથે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ એક પરફેક્ટ બિઝનેસ આઈડિયા છે.
Published by:Vinod Zankhaliya
First published: