Home /News /business /

Business idea: રૂ. 2 લાખનું રોકાણ કરીને દર મહિને કરો રૂ. 1 લાખની કમાણી

Business idea: રૂ. 2 લાખનું રોકાણ કરીને દર મહિને કરો રૂ. 1 લાખની કમાણી

પાપડ બનાવવાનો બિઝનેસ

Business idea: આ સ્કીમ હેઠળ સસ્તા વ્યાજ દર પર રૂ. 4 લાખની લોન આપવામાં આવે છે. તમે માત્ર રૂ. 2 લાખથી પાપડ બનાવવાના બિઝનેસ (Papad Making Business)ની શરૂઆત કરી શકો છો.

    મુંબઈ: કોરોના બાદ અનેક લોકો એવું ઇચ્છી રહ્યા છે કે તેમનો પોતાનો બિઝનેસ હોય. અહીં અમે દરરોજ તમારા માટ અલગ અલગ બિઝનેસ આઇડિયા રજૂ કરી રહ્યા છીએ. તમે તમારી નાણા શક્તિ અને ઇચ્છા પ્રમાણે કોઈ એક બિઝનેસની પસંદગી કરીને તમારું નસિબ અજમાવી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા (Business idea) માટે સરકારની મુદ્રા સ્કીમ (Mudra Scheme)નો લાભ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ સસ્તા વ્યાજ દર પર રૂ. 4 લાખની લોન આપવામાં આવે છે. તમે માત્ર રૂ. 2 લાખથી પાપડ બનાવવાના બિઝનેસ (Papad Making Business)ની શરૂઆત કરી શકો છો. નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને (National Small Industries Corporation, NSIC) એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે,. આ પ્રોજેક્ટની મદદથી તમને મુદ્રા સ્કીમ (Mudra Scheme) હેઠળ સસ્તા વ્યાજ દરે રૂ. 4 લાખની લોન મળશે.

    બિઝનેસ વિશે મેળવો જાણકારી

    આ રિપોર્ટ અનુસાર કુલ રૂ. 6 લાખનું રોકાણ કરીને અંદાજે 30 હજાર કિલોગ્રામ પ્રોડક્શન કેપેસિટી ઊભી કરી શકાય છે. આ બિઝનેસની શરૂઆત કરવા માટે તમારે રૂ. 6.05 લાખનો ખર્ચ કરવાનો રહેશે. આ કુલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલનો ખર્ચ પણ સામેલ છે.

    ફિક્સ્ડ કેપિટલમાં બે મશીન, પેકેજિંગ મશીન તથા અન્ય સાધનોનો તમામ ખર્ચ પણ ઉમેરવામાં આવ્યો છે. વર્કિંગ કેપિટલમાં સ્ટાફનો ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિના વાપરવામાં આવતું રો મટીરિયલ અને યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ ઉમેરવામાં આવ્યો છે. અન્ય ખર્ચમાં ભાડું, વીજળી, પાણી, ટેલિફોનનું બિલ જેવા ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    કયા મશીનની જરૂરિયાત રહેશે

    તમારે પાપડ બનાવવાના બિઝનેસની શરૂઆત કરવા માટે સ્વિફ્ટર, બે મિક્સર, પ્લેટફોર્મ બેલેન્સ, ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓવન, માર્બલ ટેબલ ટોપ, ચકલા વેલણ, એલ્યુમિનિયમના વાસણ, રેક તથા અન્ય મશીનની જરૂરિયાત રહેશે.

    250 ફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે

    આ બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 250 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડશે. જો તમારી પાસે આ જગ્યા નથી તો તમે જગ્યા ભાડા પર ખરીદી શકો છો. આ જગ્યા માટે તમારે દર મહિને રૂ. 5,000 ભાડાની ચૂકવણી કરવાની રહેશે. આ બિઝનેસ માટે ત્રણ અનસ્કિલ્ડ મજૂર, બે સ્કિલ્ડ મજૂર અને એક સુપરવાઈઝરની જરૂરિયાત રહેશે. આ તમામ લોકોને પગાર આપવા માટે માસિક રૂ. 25,000નો ખર્ચ થશે. આ ખર્ચ વર્કિંગ કેપિટલમાં ઉમેરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Business Idea: SBI આપી રહી છે કમાણીનો મોકો, ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ અને દર મહિને કરો રૂ. 60 હજારની કમાણી

    રૂ. 2 લાખનું રોકાણ કરવાનું રહેશે

    આ બિઝનેસ માટે રૂ. 6 લાખના રોકાણની જરૂરિયાત રહેશે, જે હેઠળ તમારે માત્ર રૂ. 2 લાખનું જાતે રોકાણ કરવાનું છે. મુદ્રા સ્કીમ હેઠળ રૂ. 4 લાખની લોન આપવામાં આવી રહી છે. તમે કોઈપણ બેન્કમાં આ સ્કીમ હેઠળ અરજી કરી શકો છો, જેના માટે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી કે ગેરંટી ફી ભરવાની હોતી નથી. તમારે તેના માટે માત્ર એક ફોર્મમાં તમામ માહિતી ભરીને બેન્કને જમા કરાવવાની રહેશે. તમે લોનની રકમ 5 વર્ષમાં ચૂકવી શકો છો.

    આ પણ વાંચો: Business Idea: ફક્ત 25,000 રૂપિયાનું રોકાણ, સામાન્ય લાગતા આ બિઝનેસમાં મહિને થશે મોટી કમાણી

    કેટલી કમાણી થશે

    પ્રોડક્ટ બનાવ્યા બાદ જથ્થાબંધમાં વેચવાની રહેશે. જથ્થાબંધ વેચાણ માટે તમે કિરાણા સ્ટોર, સુપર માર્કેટ તથા રિટેલરનો સંપર્ક કરી શકો છો. એક અંદાજ અનુસાર પાપડના બિઝનેસમાં રોકાણ કરેલી રકમના પાંચમા ભાગનો નફો થાય છે. ઉદાહરણ તરીકે જો તમે આ બિઝનેસમાં જો તમે રૂ. 5 લાખનું રોકાણ કર્યું છે, તો તમે રૂ.1 લાખની કમાણી કરી શકો છો, જેમાં નફાની રકમ રૂ. 35થી 40 હજાર હોઈ શકે છે.
    First published:

    Tags: Business, Business Ideas, Investment

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन