Home /News /business /

Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

Business ideas: શરુ કરો ડિસ્પોઝેબલ ગ્લાસ-કપના ઉત્પાદનનો બિઝનેસ, આટલી વસ્તુઓની પડશે જરૂર

ડિસ્પોઝેબલ ગ્લાસ (પ્રતીકાત્મક તસવીર)

Disposable glass manufacturing business: તમે પણ સરકારી મદદથી તમારો પોતાનો ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોવ તો અહીં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

  મુંબઈ: ઘણા લોકો નવા બિઝનેસ શરૂ (Business Ideas) કરવાના પ્રયાસમાં રહે છે. તેઓ બિઝનેસ શરૂ કરતાં પહેલાં અનુકૂળ વાતાવરણ, સરળ ઉત્પાદન અને વેચાણ સહિતના પાસાઓ પર વિચારે છે. તમે ડિસ્પોઝેબલ ગ્લાસ (કપ)નું ઉત્પાદન-વેચાણ કરવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તમારા આ બિઝનેસને કેન્દ્ર સરકાર ઘણી યોજનાઓ મારફતે ટેકો પણ મળશે. ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ વ્યવસાય (Disposable glass manufacturing business) શરૂ કરવો નફાકારક અને સરળ છે. તમે આ બિઝનેસ નાના કે મોટાપાયે શરૂ કરી શકો છો. પ્રોજેક્ટ ખર્ચ પ્રોડક્ટ આઉટપુટના આધારે થાય છે. કોઈપણ ઉદ્યોગસાહસિક સરકારની મદદથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. તમે પણ સરકારી મદદથી તમારો પોતાનો ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોવ તો અહીં સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

  ભારતમાં પેપર ગ્લાસ-કપનું માર્કેટ

  અત્યારના સમયમાં ડિસ્પોઝેબલ ગ્લાસનું બજાર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં આ પ્રોડક્ટ ખૂબ ચાલે છે. ચાની કીટલીઓ, ફૂડ કેન્ટીન, ફાસ્ટફૂડ સ્ટોલ, રેસ્ટોરન્ટ કે ઇન્ડસ્ટ્રીઝ કેન્ટીનમાં પેપર કપની ખૂબ જ ખપત રહેતી હોય છે. આ સાથે ડિસ્પોઝેબલ ગ્લાસ પારિવારિક સંમેલન, બાળકોની પાર્ટી, પિકનિક પાર્ટી, જન્મદિવસ ઉજવણી, લગ્ન સહિતના પ્રસંગે ખૂબ વપરાય છે. જેથી તમે આ બિઝનેસ થકી સારી કમાણી કરી શકો છો. આ ઉપરાંત આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવશે.

  પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યાએ ડિસ્પોઝેબલ ગ્લાસની માંગ વધી

  ભારત સહિત વિશ્વભરમાં પ્રદૂષણનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર દ્વારા કપ, ટ્રે, સ્ટ્રો, પ્લેટ અને પોલીથીન સહિતના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા પગલાં લેવાયા છે. જેના કારણે ઘણા લોકો પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. પરિણામે ડિસ્પોઝેબલ ગ્લાસ અથવા પેપર કપની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી વર્તમાન સમયે ડિસ્પોઝેબલ ગ્લાસના ઉત્પાદનનો બિઝનેસ તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે.

  આ પણ વાંચો: Business Ideas: ઓનલાઈન ફોટો સેલિંગ બિઝનેસ: સ્ટોક ફોટોગ્રાફર બની શરૂ કરો પોતાનો બિઝનેસ

  ડિસ્પોઝેબલ કપનું મશીન ક્યાંથી લેવું?

  ડિસ્પોઝેબલ ગ્લાસ બનાવવા માટેનું મશીન તમને અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી અને આગ્રા સહિતના અનેક સ્થળોએ મળી જશે. જો તમે નાના મૂડીરોકાણમાં બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો તમે નાનું મશીન પણ વસાવી શકો છો. જે તમને રૂ. 1.50થી રૂ. 2.5 લાખ વચ્ચે મળી રહેશે.

  કેટલી જગ્યા જોઈએ?

  આ બિઝનેસ શરૂ કરવા માટે તમારા યુનિટ મુજબ જગ્યાની જરૂર પડશે. સામાન્ય રીતે ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે 600થી 800 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડતી હોય છે. આ સાથે જ વીજળી અને પાણીની સગવડ પણ હોવી જોઈએ.

  રોકાણ

  આ બિઝનેસ શરૂ કરવા માટે તમામ ખર્ચનો અંદાજ લગાવ્યા બાદ તમારે મૂડી રોકાણની જરૂર પડશે. જો તમારી પાસે પૈસા હોય તો તમે તુરંત બિઝનેસ શરૂ કરી શકો છો. જો ન હોય તો તમારી નજીકની બેંકમાંથી લોન લઈ શકો છો. બિઝનેસ શરૂ કરતા પહેલા સરકાર દ્વારા કોઈ સબસીડી મળી રહી છે કે નહીં? તેની તપાસ પણ કરી લેવી જોઇએ. તમે જરૂરિયાત મુજબ મશીનરી કે વર્કિંગ કેપિટલ માટે ટર્મ લોન પણ લઈ શકો છો.

  આ પણ વાંચો: Small Business Idea: ફક્ત 10 હજારના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે મોટી કમાણી

  વ્યવસાયની નોંધણી ક્યાં કરાવશો?

  ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવા માટે સ્થાનિક તંત્રની મંજૂરી લેવી પડશે. આ માટે તમારે નોંધણી અને લાયસન્સ માટેની પ્રક્રિયા કરવી પડશે. તમે પ્રોપરાઇટરશીપ ફર્મ તરીકે નાના પાયે વ્યવસાય શરૂ કરી શકો છો. મોટા પાયે વ્યવસાય માટે તમે પાર્ટનરશિપ, LLP અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નોંધણી કરાવી શકો છો. આ સાથે જ બિઝનેસ પાનકાર્ડની અરજી પણ કરી દેવી જોઈએ. જોકે, પ્રોપરાઈટરશીપ ફર્મ માટે તેની જરૂર રહેશે નહીં. તમારે GST નંબર લેવાનો રહેશે.

  અહીં ઉલ્લેખનીય છે કે, તમે તમારે બ્રાન્ડ હેઠળ ડિસ્પોઝેબલ કપનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તમારે ટ્રેડ લાઇસન્સ પણ લેવું જોઈએ. આ સાથે ટ્રેડમાર્ક નોંધણી માટે અરજી પણ કરવી જોઈએ.

  ડિસ્પોઝેબલ ગ્લાસ બિઝનેસ માટે સબસિડી

  આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ વ્યાજ પર સબસીડી પણ અપાય છે. આ બિઝનેસમાં તમારે કુલ પ્રોજેક્ટ કોસ્ટના ઓછામાં ઓછા 25 ટકા ભાગનું રોકાણ કરવાનું હોય છે. જ્યારે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ 75 ટકા લોન આપે છે. આ સિવાય કેન્દ્ર સરકાર ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરનારને પ્રધાનમંત્રી રોજગાર ઉત્પાદન યોજના હેઠળ 90 ટકા સુધીની લોન સુવિધા પૂરી પાડે છે.

  આ પણ વાંચો: Business Ideas: નોકરીની ચિંતા છોડી Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે કમાણી

  પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં આવી રીતે કરો અરજી

  બિઝનેસ માટે ભંડોળ મેળવવા તમે ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેન્કમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અરજી કરી શકો છો. આ માટે તમારે લોનની અરજીનું ફોર્મ ભરવું પડશે. જેમાં તમારા નામ, શિક્ષણ, સરનામાં, અનુભવ, બિઝનેસ સહિતની સામાન્ય જાણકારી આપવાની રહેશે. લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી રહેતી નથી. લોન 5 વર્ષ સુધીમાં ચૂકવવાની હોય છે. તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના માધ્યમથી પણ બિઝનેસ લોન લઈ શકો છો. ડિસ્પોઝેબલ ગ્લાસ ઉત્પાદન માટે કાચો માલ લેવા તમારે કાચા માલના સપ્લાયરનો સંપર્ક કરવાનો રહેશે. ઓર્ડર આપતા પહેલા માલ ગુણવત્તાસભર હોય તેની ખાતરી કરી લેવી જોઇએ.

  કાચા માલમાં આટલી વસ્તુઓની જરૂર પડશે

  -બોટમ રીલ
  -પ્રિન્ટેડ પીઈ પેપર
  -પેકિંગ મટીરીયલ

  બિઝનેસ શરૂ કરવામાં કુલ કેટલો ખર્ચ થશે?

  ડિસ્પોઝેબલ ગ્લાસનો બિઝનેસ નાનાપાયે શરૂ કરવા માટે મશીન પાછળ દોઢથી અઢી લાખ રોકાણ કરવું પડશે. જો તમે મોટાપાયે બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો અંદાજે રૂપિયા 55થી 60 લાખનું રોકાણ કરવાની જરૂર પડશે.

  આ પણ વાંચો: Business Ideas: આ યુનિક બિઝનેસ આઈડીયાથી ઓછા ખર્ચમાં કરી શકો છો મોટી કમાણી

  વીજળી, પાણી પાછળ અંદાજે રૂ. 7000નો ખર્ચ થશે. જ્યારે કાચા માલ પાછળ 3 લાખ રૂપિયાના રોકાણની જરૂર પડશે. અન્ય વસ્તુઓ માટે 25,000 રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત તમારે કર્મચારીઓની જરુર પડશે. જેના પાછળ તમારે દર મહિને 25,000થી 40,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

  માર્કેટિંગ

  ડિસ્પોઝેબલ ગ્લાસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેનો રોજિંદો વપરાશ થતો હોવાથી તમને સરળતાથી બજાર મળી જશે. તમારે માર્કેટિંગ, જાહેરાત, વેચાણ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટ ફૂડ્સ, ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન કેન્ટીન, આઇટી કંપનીઓ, ટી શોપ્સ, કેટરિંગ, સુપર માર્કેટ્સ અને પેપર પ્રોડક્ટ ડીલર્સમાં પેપર કપની માંગ રહે છે.

  આ ઉપરાંત રોડ રસ્તા પર ચા વેચતા વિક્રેતા પણ ડીસ્પોઝેબલ ગ્લાસના રેગ્યુલર ગ્રાહક હોય છે. ડિસ્પોઝેબલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં લાંબા ગાળાની સફળતા મેળવવા માટે તમારે યુનિટમાંથી યોગ્ય માસિક વેચાણ થાય તેવા પ્રયાસ કરવા પડશે. આ સાથે ઓનલાઇન સ્ટોરના માધ્યમથી તમારી બ્રાન્ડ ઇમેજ પણ બનાવી શકો છો.
  First published:

  Tags: Bank, Business, Business Ideas, Loan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन