Business Ideas: નોકરીની ચિંતા છોડી Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે કમાણી

અમૂલ પાર્લર

Amul Franchise Business Opportunity: અમૂલ કોઈ જ રૉયલ્ટી કે પછી પ્રૉફિટ શેરિંગ વગર જ ફ્રેન્ચાઇઝી આપી રહી છે. એટલું જ નહીં, અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ વધારે નથી.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે કોઈ નોકરીની શોધમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ (Business Ideas) વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમને પ્રથમ દિવસથી જ કમાણી થવા લાગશે. ડેરી પ્રોડક્ટ (Dairy Products) બનાવતી અમૂલ સાથે હાલ બિઝનેસ કરવાનો સારો મોકો છે. હકીકતમાં અમૂલ ફ્રેન્ચાઇઝી (Amul franchise) ઓફર કરે છે. જેમાં તમે ઓછો રોકાણ સાથે મોટી કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાના અનેક ફાયદા (Amul franchise benefits) છે. આ બિઝનેસમાં નુકસાન ન બરાબર થવાની સંભાવના રહેલી છે. આ લેખમાં અમે તમને અમૂલ ફ્રેન્ચાઈઝી કેવી રીતે શરૂ કરવી? વિવિધ પ્રોડક્ટ પર અમૂલ કેટલું કમિશન આપે છે? અમૂલ પાર્લર (How to start Amul Parlour) શરૂ કરવા માટે કેટલી જગ્યાની જરૂર પડે સહિતની માહિતી આપીશું.

    બે લાખ રૂપિયામાં શરૂ કરી શકો છો બિઝનેસ

    અમૂલ કોઈ જ રૉયલ્ટી કે પછી પ્રૉફિટ શેરિંગ વગર જ ફ્રેન્ચાઇઝી આપી રહી છે. એટલું જ નહીં, અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ વધારે નથી. તમે બે લાખ રૂપિયાથી લઈને છ લાખ રૂપિયાનો ખર્ચ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસ શરૂ કરતાની સાથે જ સારો એવો નફો કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝીના માધ્યમથી દર મહિને આશરે 5થી 10 લાખ રૂપિયાનો વેપાર થઈ શકે છે. જોકે, તમે કઈ જગ્યાએ બિઝનેસ શરૂ કરો છો તેના પર આ વાત આધાર રાખે છે.

    આ પણ વાંચો: Business Ideas: ખૂબ ઓછી મૂડી સાથે શરૂ કરો આ છ બિઝનેસ, થશે મોટી કમાણી

    બે પ્રકારની ફ્રેન્ચાઈઝી

    અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઑફર કરે છે. પ્રથમ અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો તમે પ્રથમ પ્રકારની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માંગો છો તો તમારે બે લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી માટે પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. આ માટે નૉન રિફન્ડેબલ સિક્યોરિટી લેખે 25 હજારથી 50 હજાર રૂપિયા આપવા પડશે.

    કમિશન કેટલું મળે છે?

    અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલની વિવિધ પ્રોડક્ટ્સ પર મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MRP પર કમિશન આપે છે. જેમાં દૂધની એક થેલી પર 2.5% મિલ્ક પ્રોડક્ટ પર 10% અને આઇસક્રીમ પર 20% કમિશન આપે છે. અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેઝ્ડ આઇસક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હૉટ ચૉકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે. જ્યારે પ્રી-પેક્ડ આઇસક્રીમ પર 20% અને અમૂલ પ્રોડક્ટ પર કંપની 10% કમિશન આપે છે.

    આ પણ વાંચો: Business Ideas: આ યુનિક બિઝનેસ આઈડીયાથી ઓછા ખર્ચમાં કરી શકો છો મોટી કમાણી

    આટલી જગ્યાની જરૂર પડશે

    જો તમે અમૂલ પાર્લર શરૂ કરવા માંગો છો તો આ માટે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. જ્યારે અમૂલ આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓછામાં ઓછી 300 વર્ગ ફૂટની જગ્યા જરૂરી છે.

    અરજી કેવી રીતે કરશો

    જો તમે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો તો તમે retail@amul.coop પર ઈ-મેલ કરી શકો છો. આ ઉપરાંત તમે આ લીંક (http://amul.com/m/amul-scooping-parlours) પર પણ જાણકારી મેળવી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: