મુંબઈ: કોવિડ 19એ લોકોના જીવનમાં ઘણા બધા ફેરફાર લાવી દીધા છે અને કોવિડના સમયમાં જ આપણે ટેક્નોલોજીનો ઉપયોગ (Use of Technology) કરીને ઘણું બધું કરી શકીએ છીએ, તેનો પણ આપણને અહેસાસ થયો છે. ઘરની બહાર ગયા વગર પણ આપણે આ ટેક્નોલોજીની મદદથી ઘણા બધા કામ કરી શકીએ છીએ. ટેક્નોલોજીની મદદથી બહાર નીકળ્યા વગર લોકો ઘરે બેઠા કામ (Earn From home) પણ કરતા થયા છે. જો તમે પણ એવા લોકોમાંથી છો, જેને ઓફિસ જવું નથી ગમતું અને તમે ઘરે બેઠા કામની શોધ (Work from home) કરી રહ્યાં છો, તો આ આર્ટિકલ તમારી માટે જ છે.
આ રીતે ઘર બેઠા કરો 1,000 રૂપિયા સુધીની કમાણી:
1) ડેટા એન્ટ્રી
એક અથવા બીજી રીતે આજકાલ દરેક કંપની ડેટા સાથે ડીલ કરે છે. તેવામાં આ ડેટાને મેનેજ કરે તેવા માણસોની કંપનીને જરૂર હોય છે. જેની માટે કંપની આ કામ આઉટસોર્સ કરે છે. અહીં ટાઈપિસ્ટ, કોડર, ટ્રાન્સક્રિબર અને ડેટા પ્રોસેસર જેવી અલગ અલગ ફિલ્ડ હોય છે. ડેટા એન્ટ્રી જોબમાં વધુ એજ્યુકેશનલ રિક્વાયરમેન્ટ પણ હોતી નથી. તેથી તમે પણ સરળતાથી ઘરે બેઠા આ કામ (Work from home) કરી શકો છો અને પ્રતિદિવસ રૂ. 300થી 1000 સુધી કમાવી શકો છો.
2) ઓનલાઈન એજ્યુકેશન
વધતી ટેક્નોલોજીની સાથે હવે શિક્ષણ પણ ઓનલાઈન જ બન્યું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા તેમના સમયને અનુકૂળ હોય તે રીતે શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે. જો તમે એક ટ્રેઈન્ડ ટીચર છો અને કોઈ વિષયમાં એક્સપર્ટ છો તો આ તમારી માટે એક શ્રેષ્ઠ કામ છે. આમા તમે પ્રતિમાસ 1000થી 3000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.
3) વર્ચ્યુલ આસિસ્ટન્ટ
આ એક સેલ્ફ એમ્પ્લોયડ પ્રોફેશન છે, જે એન્ટરપ્રાઈઝ અને નાના બિઝનેસને આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. આ આસિસ્ટન્સ ટેક્નિકલ, ક્રિએટિવ અથવા મેનેજરિયલ પણ હોઈ શકે છે. આ જોબમાં ક્લાયન્ટ સાથે તેની જરૂરિયાતો પણ બદલાય છે. આ કામ કરવા માટે તમારી પાસે સારી મેનેજમેન્ટ સ્કિલ હોવી જરૂરી છે. અહીં તમને કામના કલાકો પ્રમાણે ચુકવણી કરવામાં આવે છે. અહીં તમે પ્રતિકલાક 500થી 1500 સુધી કમાઈ શકો છો.
આપણે બધા જાણીએ છીએ કે content is king. કન્ટેન્ટ રાઈટિંગ ભારતમાં ઓનલાઈન અર્નિંગનો એક સારો વિકલ્પ છે. જેનાંથી તમે દરરોજ 1000 રૂપિયા સુધી કમાઈ શકો છો. દરેક કંપનીને ક્રિએટિવ કન્ટેન્ટ રાઈટરની જરૂર હોય છે. અહીં તમે રીઝ્યુમ રાઈટિંગ, લિગલ રાઈટિંગ, ક્રિએટિવ રાઈટિંગ, પ્રુફ રિડિંગ અને SEO રાઈટિંગ વગેરે કરી શકો છો. આ કામ કરી તમે પ્રતિ દિવસ રૂ. 100થી 1000 સુધી કમાઈ શકો છો.
5) સોશિયલ મીડિયા મેનેજર
કોઈપણ બિઝનેસની સફળતા માટે તેના સારા કામ સાથે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્રેઝન્સ પણ જરૂરી છે. આજકાલ કંપની તેમની બ્રાન્ડ બિલ્ડ કરવા માટે ક્રિએટિવ સોશિયલ મીડિયા મેનેજરની નિમણૂક કરે છે. જો તમે પણ ક્રિએટિવ અને સોશિયલ મીડિયામાં રસ ધરાવતા વ્યક્તિ છો, તો તમે આ કામ કરી શકો છો. આ કામ માટે તમારી પાસે ફોટોશોપ અને હબસ્પોટ જેવા સોફ્ટવેરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ કામ દ્વારા તમે પ્રતિદિવસ રૂ.1000થી 4000 કમાઈ શકો છો.
અહીં તમારે ઓડિયો અથવા વીડિયો સાંભળીને તેને લખવાનું કામ કરવાનું હોય છે. જો તમારી પાસે પણ આવી આવડત છે તે તમે આ કામ સરળતાથી કરી શકો છો. અહીં તમે તમારી આવડત અને પરફેક્શન પ્રમાણે કમાણી કરી શકો છો. આ કામ કરી તમે પ્રતિદિવલ રૂ. 300થી 1000 સુધી કમાઈ શકો છો.
7) ટ્રાન્સલેટર
પોતાના કામને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા લોકોને ટ્રોન્સલેટરની જરૂર હોય છે. જો તમે 2 અથવા વધુ ભાષાઓમાં પકડ ધરાવો છો તો તમે આ કામ સરયલતાથી કરી શકો છો. વેબસાઈટ આર્ટિકલથી લઈ ઓડિયો ક્લિપ સુધી તમે ટ્રાન્સલેટ કરી પૈસા કમાઈ શકો છો. આ કામ કરવા માટે તમને પ્રત્યોક શબ્દના રૂ. 1થી 5 સુધી મળી શકે છે.
આ કામમાં ટેમ્પરરી ટાસ્ક સામેલ છે. અહીં તમને આપેલું કામ તમારે નિશ્ચિત સમય મર્યાદામાં પૂરી કરવાનું હોય છે. આમાં સર્વે ભરવાનું કામ, ડેટા એન્ટ્રી જેવા કામ આપવામાં આવે છે. આ કામ કરી તમે રોજના 200થી 1000 રૂપિયા સુધી કમાઈ શકો છો.
આ 5 Website પર શોધી શકાય છે ઓનલાઈન જોબ
1) Fiverr
2) Upwork
3) Freelancer.com
4) Clickworker
5) PeoplePerHour
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર