મુંબઈ: ભારતમાં રસોડામાં વ્યસ્ત મોટાભાગની મહિલાઓ (Indian Women) પોતે બિઝનેસ વુમન (Entrepreneur) બનવાના સપનાઓ સેવતી હોય છે. જો તમે પણ આવું કંઇક સાહસ કરવાનું વિચારી રહ્યા છો કે પછી તમારો પોતાની નાનો બિઝનેસ (Start Small Business) શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમને જણાવશું મહિલાઓ માટે શ્રેષ્ઠ અને સારી કમાણી (Earn Money) કરી આપતા બિઝનેસ આઈડીયા (Business ideas for Women) વિશે. આ બિઝનેસ શરૂ કરીને તમે તમારા સપનાને સાર્થક કરી શકો છો. કારણ કે આજના જમાનામાં દરેક સ્ત્રી માટે સ્વનિર્ભર હોવું ખૂબ જરૂરી છે.
જો તમને રસોઈ કે તેને લગતી અન્ય વસ્તુઓ બનાવવાનો શોખ છે કે પછી તમે સારા કૂક છો તો તમારા માટે કેચઅપ અને સોસ (ketchup & Sauce Business) બનાવવાનો બિઝનેસ સૌથી શ્રેષ્ઠ છે. ટોમેટો કેચઅપ અને સોસ બનાવવાનો બિઝનેસ તમે ઘરેથી જ શરૂ કરી શકો છો અને તે પણ ઓછા પૈસામાં.
આ રીતે શરૂ કરો સોસ-કેચઅપ બિઝનેસ
આજે બાળકોથી લઇને વડીલો સુધી તમામને ટોમેટો કેચ અપ અને સોસ ખૂબ પસંદ આવે છે. તેથી તેની માંગ પણ વધુ રહે છે. અને તેથી જ કેચ અપ અને સોસની માંગ રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ્સ, કેન્ટીન, હોટેલ્સ કે ઘરમાં ખૂબ રહે છે.
કઈ કઈ સામગ્રીની જરૂર પડશે?
સૌથી પહેલા ટોમેટો સોસ બનાવવા માટે ટામેટની જરૂર પડશે અને તે સરળતાથી આસપાસની માર્કેટમાં મળી રહે છે. આ ઉપરાંત તમારે અમુક અન્ય સામાગ્રી જેવી કે સ્વીટ મેટર, વિનેગર, મીઠું, અન્ય ફ્લેવર વગેરે.
લાઈસન્સ અને રજીસ્ટ્રેશન
કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી છે માન્યતા/લાઇસન્સ અને રજીસ્ટ્રેશન. તેના વગર કોઇ પણ વ્યવસાય શરૂ કરી શકાતો નથી. આ બિઝનેસ ફૂડ સાથે સંકળાયેલો હોવાથી તમે ફૂડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ પાસેથી લાઈસન્સ મેળવી શકો છો. જે FSSAI દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે.
આ ઉપરાંત MSME ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અંતર્ગત તમારે બિઝનેસ રજીસ્ટર કરાવવો આવશ્યક છે. તમે ઓનલાઇન લાઈસન્સ મેળવી શકો છો. જે તમને નોંધણીના 10-15 દિવસની અંદર મળી જશે.
સોસ અને કેચ અપની સૌથી વધુ જરૂરિયાત હોટેલ્સ, કરિયાણાની દુકાન, ઢાબા, રેસ્ટોરન્ટ્સ વગેરેમાં રહેતી હોય છે. તમે ત્યાં પણ સોસ વેચી શકો છો અથવા હોલસેલરનો સંપર્ક કરી તેને તમારી પ્રોડક્ટ વેચવા કહી શકો છો.
સરકાર પણ કરશે મદદ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકાર દરેક ક્ષેત્રે મદદ કરી રહી છે. તમને તમારા બિઝનેસમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઓછા વ્યાજદરે મળી શકે છે. જેને તમે 5 વર્ષના સમયગાળામાં ચૂકવી શકો છો. આ લોન માટે તમે તમારી નજીકની સરકારી બેંક જેવી કે SBI કે બેંક ઓફ ઇન્ડિયામાં એક અરજી ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો.