Home /News /business /

Business Idea: ગામડાથી લઈને શહેર ગમે ત્યાં કરી શકો છો આ બિઝનેસ, થશે લાખોની કમાણી તે પણ ટેક્સ ફ્રી

Business Idea: ગામડાથી લઈને શહેર ગમે ત્યાં કરી શકો છો આ બિઝનેસ, થશે લાખોની કમાણી તે પણ ટેક્સ ફ્રી

કાકડીની ખેતી કરીને તમે લાખો રુપિયા કમાઈ શકો છો.

આજે દરેક લોકો પોતાનો બિઝનેસ શરું કરવા માગે છે. જોકે ક્યો બિઝનેસ કરવો તે અંગે ઘણા લોકો અવઢવમાં હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા અંગે જણાવવા માગીએ છીએ જેને તમે ગામડાથી લઈને શહેર દરેક જગ્યાએ કરી શકો છો અને લાખોમાં કમાણી કરી શકો છો. આ બિઝનેસ ખેતી સાથે જોડાયેલો છે. જોકે તમને જણાવી દઈએ કે આજના યુગમાં અનેક ભણેલા ગણેલા લોકો પણ વ્હાઈટ કોલર કોર્પોરેટ જોબ છોડીને ખેતી તરફ વળી રહ્યા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ જો તમે કોઈ એવો બિઝનેસ (Business Idea) કરવા માગો છો કે તેમાં રોકાણ ઓછું હોય અને જગ્યા માટે કોઈ ખાસ ઝંઝટ ન હોવા સાથે દર મહિને તગડી કમાણીની શક્યતા પણ રહેલી હોય તો આજે અમે તમને એક એવી ખેતી કરવાનો બિઝનેસ આઇડિયા અંગે જણાવી રહ્યા છીએ જેમાં તમે દર મહિને લાખો રુપિયા કમાઈ શકો છો. હવે તમને થશે કે ખેતીમાં (Successful Farming) જો લાખો રુપિયા હોય તો આપણા દેશમાં ખેડૂતો કેમ મુશ્કેલીમાં છે, ત્યારે તમને જણાવી દઈએ કે તમારે પરંપરાગત ખેતી નથી કરવાની, પાછલા કેટલાક વર્ષોમાં અનેક લોકોએ સાબિત કર્યું છે કે ખેતી એક તગડી કમાણી કરાવતો બિઝનેસ છે. તમારે ફક્ત તેમાં યોગ્ય ટેક્નિકનો ઉપયોગ કરવાનો છે. જો તમે શોધશો તો અનેક એવા ઉદાહરણ મળી જશે જેમાં લોકોએ વ્હાઈટ કોલર કોર્પોરેટ જોબ છોડીને ખેતી કરી છે અને લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે.

  How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

  તો, આજે અમે તમને અહીં કાકડીની ખેતી (Cucumber Farming) અંગે જણાવવા જઈ રહ્યા છીએ. કાકડીને ઘણા લોકો ખીરા તરીકે પણ ઓળખે છે, જેની ખાસિયત એ છે કે તે કોઈપણ પ્રકારની માટીમાં ઉગે છે. એટલે કે તમે રેતાળ માટી, ચિકણી માટી, પથરાળ માટી, કાળી માટી અને સ્લિટ માટીમાં પણ તેની ખેતી કરી શકો છો. ત્યારે તમે તમારા ગામથી લઈને શહેર ક્યાંય પણ તેની ખેતી કરી શકો છો. આજકાલના સમયમાં કાકડીની માગ ખૂબ જ હોય છે. લોકો જેમ જેમ હેલ્ધી ખાનપાન પ્રત્યે જાગૃતિ કેળવી રહ્યા છે તેમ તેમ સલાડ પ્રત્યે લોકોનો પ્રેમ વધી રહ્યો છે અને મોટાભાગના સલાડમાં કાકડી એક મહત્વનો ભાગ હોય છે. કાકડીના આરોગ્ય ફાયદાઓ પણ ઘણા છે જેથી તેની માગ વર્ષના બારેય મહિના રહે છે.

  Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

  કાકડીનો પાક 60-80 દિવસમાં તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે કાકડીની સીઝન ઉનાળા દરમિયાન હોય છે. પરંતુ વરસાદના સમયે પણ તેની સારી ખેતી થઈ જાય છે. તેના પાકને તમે વર્ષમાં ગમે ત્યારે બજારમાં લાવીને સારી એવી કમાણી કરી શકો છે. કાકડીની ખેતી માટે જમીનમાં 5.5થી 6.8 સુધીનું PH લેવલ ઉત્તમ માનવામાં આવે છે. તેને નદી અને તળાવના કિનારે પણ ઉગાવી શકાય છે.

  Stock Market: શેરબજારમાં આજે કમાણી કરવી હોય તો એક્સપર્ટ્સની આ સલાહ પર ધ્યાન આપો

  અમારા સહયોગી ન્યુઝ 18ના એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના એક ખેડૂતે કાકડીની ખેતી કરવાનું શરું કરીને ફક્ત 4 જ મહિનામાં 8 લાખ રુપિયાની કમાણી કરી છે. કાકડીની આ ખેતી માટે તેમણે નેધરલેન્ડની કાકડીની વાવણી કરી હતી. આ કાકડીની ખાસિયત એ હોય છે કે તેમાં બીજ હોતા નથી. આ કારણે મોટી હોટેલમાં અને મોટા રેસ્ટોરન્ટમાં આ પ્રકારની કાકડીની માગ ખૂબ જ હોય છે. આ ઉપરાંત તમે હાઈબ્રીડ કાકડીના બીજ પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને લાખો રુપિયાની કમાણી થઈ શકે છે. હાઈબ્રીડ બીજ દ્વારા તમારું ઉત્પાદન બેગણું વધી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Low cost Business Idea, New business idea

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन