Home /News /business /Business Idea: આ ત્રણ પ્રકારના પાંદડાની કરો ખેતી અને દર મહિને મેળવો બમ્પર આવક

Business Idea: આ ત્રણ પ્રકારના પાંદડાની કરો ખેતી અને દર મહિને મેળવો બમ્પર આવક

આ ત્રણ પ્રકારના પાંદડાની કરો ખેતી અને દર મહિને મેળવો બમ્પર આવક

Business Idea with low investment and big profit: બિઝનેસ કરવા આજકાલ દરેકની ઈચ્છા હોય છે. મોટાભાગના નોકરિયાતો ઈચ્છે છે કે પોતાનો એક બિઝનેસ હોય અને તેમાં મહેનત કરીને તગડી કમાણી કરી શકે. જોકે બિઝનેસ માટે રોકાણ કરવું સૌથી મોટી સમસ્યા હોય છે. તેવામાં ખેતીને લગતા કેટલાક બિઝનેસ એવા છે જેમાં ઓછા રોકાણમાં પણ તમે તગડી કમાણી કરી શકો છો બસ તમારે નાનકડી જમીને હોવાની જરુર રહે છે. આવો આજે અહીં જાણીએ ક્યા પ્રકારની ખેતીથી તમે ઓછી મહેનતે રોકડિયા પાકની જેમ વધુ કમાણી કરી શકો છો.

વધુ જુઓ ...
ભારતમાં અનેક પ્રકારના પાંદડાઓનો મોટાપાયે વેપાર કરવામાં આવે છે. જેમ કે, કેળાના પાંદડા, સાખૂના પાંદડા. દેશના અનેક ભાગોમાં આ પત્તાનો બિઝનેસ કરીને રોજગારી મેળવવામાં આવે છે. આ પત્તાના બિઝનેસથી સારી કમાણી કરી શકાય છે. કેળાના પાંદડા વિશે વાત કરવામાં આવે તો કેળાનો માત્ર ફળ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં કેળાના પાંદડામાં ભોજન પીરસવામાં આવે છે.

આ પણ વાંચોઃ નિષ્ણાતે કહ્યું આ 3 શેરમાં દમ લગાવીને રોકાણ કરો, ટૂંકાગાળામાં તગડી કમાણી થશે

આ પાંદડાનો બિઝનેસ શરૂ કરો


બિઝનેસ કરવા આજકાલ દરેકની ઈચ્છા હોય છે. મોટાભાગના નોકરિયાતો ઈચ્છે છે કે પોતાનો એક બિઝનેસ હોય અને તેમાં મહેનત કરીને તગડી કમાણી કરી શકે. જોકે બિઝનેસ માટે રોકાણ કરવું સૌથી મોટી સમસ્યા હોય છે. તેવામાં ખેતીને લગતા કેટલાક બિઝનેસ એવા છે જેમાં ઓછા રોકાણમાં પણ તમે તગડી કમાણી કરી શકો છો બસ તમારે નાનકડી જમીને હોવાની જરુર રહે છે. આવો આજે અહીં જાણીએ ક્યા પ્રકારની ખેતીથી તમે ઓછી મહેનતે રોકડિયા પાકની જેમ વધુ કમાણી કરી શકો છો.

આ પણ વાંચોઃ iPhone 14 ખરીદવા જેટલી રકમમાં થઈ શકે મસમોટી કમાણી? આવો છે ફંડા

 કેળાના પાંદડા


પૂજામાં પણ કેળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી પૈસા કમાવવામાં આવે છે. કેળાના પાંદડાથી પ્લેટ્સ પણ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આજે પણ ઘણા લોકો કેળાના પાંદડા પર જ ખાવાનું પસંદ કરે છે. કારણ કે તે ઘણા સ્વરૂપમાં આરોગ્યની કાળજી લે છે. આ પરિસ્થિતિમાં કેળાના પાંદડાની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ વેપારથી લોકો રોજગારી પણ મેળવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સતત ચોથા દિવસે બજારમાં તોફાની તેજી, એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી જાણો કમાણીના શેર્સ

સાખૂના પાંદડા


પહાડી વિસ્તારોમાં સાખૂનું ઝાડ જોવા મળે છે. ઉત્તર ભારતમાં લગભગ તમામ જંગલોમાં આ ઝોડ જોવા મળે છે. આ ઝાડ ખૂબ જ લાંબુ હોય છે અને તેના પાંદડા પહોળા હોય છે. આ ઝાડનું લાકડું અને તેના પાંદડા ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવે છે. લગ્નમાં સાખૂના પાંદડામાં ભોજન કરવામાં આવે છે તથા અન્ય કાર્યો માટે કેળાના પાનની જેમ જ આ પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત અનેક પ્રકારનો સામાન બનાવવા માટે પણ આ પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. સાખૂના પાંદડાની ખેતી કરવાથી (Sakhu leaves Farming) મોટા પાયે કમાણી કરી શકાય છે.

આ પણ વાંચોઃ એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

પાન


પાનને તમામ લોકો જાણે છે અને તેનું સેવન પણ કરે છે. આ એક રોકડિયા પાક છે અને તેની ખેતી થોડી અઘરી છે. પરંતુ એક સમયનો પાક તમને ઘણા મહિનાની રાહત આપી શકે છે. ઉત્તર હોય કે દક્ષિણ ભારત તમામ જગ્યાએ લોકોને પાન ખાવું ખૂબ જ પસંદ છે. પૂજાના તમામ કામમાં પણ પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાન વગર કોઈપણ પૂજા અધૂરી રહે છે. અનેક રાજ્યોમાં પાનની ખેતી કરવામાં આવે છે. પાનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સબસિડી પણ આપે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business Ideas, Low cost Business Idea, Organic farming

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन