Home /News /business /આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

Business Idea: આજે દરેક લોકોને બિઝનેસ કરવો છે જોકે તેના માટે મોટું રોકાણ કરવું દરેકના હાથની વાત નથી. પરંતુ તમે જો ફક્ત રુ.1-2 લાખ જેવા સામાન્ય રોકાણમાં કોઈ બિઝનેસ કરી શકો અને તેમાં પણ તમને મહિને રુ. 75 હજાર જેટલી કમાણીની શક્યતા હોય તો તેનાથી વધુ સારી કઈ વાત હોઈ શકે. ઉપરથી આ બિઝનેસ કરવા માટે તમને સરકાર તરફથી 75 ટકા સુધીની લોન પણ મળી શકે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
જો તમે ઘરે બેઠા કોઇ બિઝનેસ (Business) કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે એક જબરદસ્ત આઇડિયા (Best Business Idea) લઇને આવ્યા છીએ. એક એવો બિઝનેસે જેને તમે ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો અને બંપર કમાણી (Earn Money) પણ કરી શકો છો. આ બિઝનેસની માંગ બજારમાં હંમેશા રહે છે. અમે વાત કરી રહ્યા છીએ ડિસ્પોઝલ પેપર કપના બિઝનેસ (disposal paper cup manufacturing Business) વિશે. જોકે, પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ આવતા આજકાલ ડિસ્પોઝલ પેપર કપની માંગ ઝડપથી વધી રહી છે. લોકો હવે કાગળમાંથી બનેલા કપનો ઉપયોગ કરવા તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. કાગળના ગ્લાસ પણ બનવા લગ્યા છે. હવે માર્કેટમાં તમને જ્યૂસ પણ આવા જ ગ્લાસમાં આપવામાં આવે છે.

Post Office : 10 વર્ષથી મોટા બાળકનું ખોલો એકાઉન્ટ, ભવિષ્ય બનશે ઉજ્જવળ, દર મહિને થશે કમાણી

બિઝનેસ શરૂ કરવા સરકાર કરશે મદદ

આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મદદ પણ કરવામાં આવે છે. દેશમાં વધતા પ્રદૂષણને ખતમ કરવા માટે સરકાર અનેક પ્રકારના ઉપાયો અને નિયમો જાહેર કરી રહી છે. સરકાર પ્લાસ્ટિક પર બેન લગાવવાની તૈયારીમાં છે. આ દરમિયાન પેપરની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ પ્રકારના કાગળથી ગ્લાસ અને કપ બનાવવાનો બિઝનેસ પેપર કપ મેકિંગ બિઝનેસ કહેવાય છે.

75 ટકા લોન આપશે સરકાર

તેમાં અલગ અલગ સાઇઝના ગ્લાસ તૈયાર કરવામાં આવે છે. પેપરથી બનેલા હોવાથી તે સરળતાથી ડિસ્પોઝ થઇ શકે છે. જેથી પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મુદ્રા લોનની મદદ મળે છે. મુદ્રા લોન અંતર્ગત સરકાર વ્યાજ પર સબસિડી આપે છે. આ યોજના અંતર્ગત કુલ પ્રોજેક્ટ કોસ્ટના 25 ટકા તમારે રોકાણ કરાવનું રહેશે. મુદ્રા યોજના અંતર્ગત 75 ટકા લોન સરકાર આપશે.

LICમાં આ ખાસ પ્લાનમાં કરો રુ.1 લાખનું રોકાણ અને એક સાથે રુ.20 લાખ મળવાની છે ગેરંટી!

બિઝનેસ શરૂ કરવા શેની જરૂર પડશે?

જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સૌ પ્રથમ તમારે 500 વર્ગફૂટ એરીયાની જરૂર પડડશે. મશીનરી, ઇક્વિપમેન્ટ, ફિસ ઇક્વિપમેન્ટ અને ફર્નીચર, ડાઇ, ઇલેક્ટ્રિફિકેશન, ઇન્સ્ટોલેશન અને પ્રી ઓપરેટિવ માટે 10.70 લાખ રૂપિયાની જરૂર પડી શકે છે. ત્યાર બાદ તમે વાર્ષિક 9 લાખ એટલે કે દર મહીને લગભગ 75 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.

આ રીતે શરૂ કરો બિઝનેસ

તમારે નાના અને મોટા મશીનો લગાવવી પડશે. નાની મશીનોમાં એક જ સાઇઝના કપ તૈયાર કરી શકાય છે. તો મોટી મશીન દરેક આકારના ગ્લાસ અને કપ તૈયાર કરી શક છે. 1થી 2 લાખ રૂપિયામાં માત્ર એક સાઇઝના કપ/ગ્લાસ તૈયાર કરતી મશીન મળી જશે. જેના દ્વારા તમે પ્રોડક્શન શરૂ કરી શકો છો. તમને આ મશીન દિલ્હી, હૈદરૈબાદ, આગરા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી મળી જશે. રૉ મટિરીયલ કપ બનાવવા માટે પેપર રીલની જરૂર પડશે, જે લગભગ 90 રૂપિયા પ્રતિ કિલો મળી જશે. આ સાથે જ બોટમ રીલની જરૂર પડશે તે લગભગ 80 રૂપિયા પ્રતિ કિલોમાં મળી જશે.

શું પ્લેનમાં બેસવાનું સસ્તું થશે? આજથી કોરોના સમયે લગાવવામાં આવેલ પ્રાઈસ કેપનો નિયમ દૂર થશે

કેટલી થશે કમાણી

જો તમે વર્ષના 300 દિવસ કામ કરો છો તો એટલા દિવસોમાં 2.20 કરોડ યૂનિટ પેપર કપ તૈયાર કરી શકો છો. બજારમાં તેને પ્રતિ કપ કે ગ્લાસ લગભગ 30 પૈસાના હિસાબે વેચી શકો છો. આ રીતે તમે બંપર કમાણી કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Low cost Business Idea, New business idea