Home /News /business /

Business Idea : ગામ હોય કે શહેર, શરૂ કરો ગ્રાહકોની આ મનપસંદ વસ્તુનો બિઝનેસ, માંગ સાથે નફો પણ વધશે

Business Idea : ગામ હોય કે શહેર, શરૂ કરો ગ્રાહકોની આ મનપસંદ વસ્તુનો બિઝનેસ, માંગ સાથે નફો પણ વધશે

નમકીન બિઝનેસ

Business Idea : ભારતીય ઘરોમાં નમકીનને ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. જો કે નમકીન બિઝનેસ (namkeen business) માં માર્કેટમાં મોટી કંપનીઓ પહેલેથી જ છે, પરંતુ જો તમારી પ્રોડક્ટ ટેસ્ટી હશે તો તમારો બિઝનેસ સ્થાનિક સ્તરે ફૂલીફાલી શકે છે

    નવી દિલ્હી. જો તમે પણ તમારો પોતાનો કોઈ ધંધો કરવા ઈચ્છો છો પરંતુ તમારે શું કરવું જોઈએ તે સમજાતું નથી. તો અમે તમારા માટે એક એવી પ્રોડક્ટનો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ જે લગભગ તમામ ઘરોમાં લોકપ્રિય છે અને તેના બિઝનેસમાં મોટા રોકાણની પણ જરૂર નથી. અમે વાત કરી રહ્યા છીએ નમકીનના બિઝનેસની.

    ભારતીય ઘરોમાં નમકીનને ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. જો કે આ બિઝનેસમાં માર્કેટમાં મોટી કંપનીઓ પહેલેથી જ છે, પરંતુ જો તમારી પ્રોડક્ટ ટેસ્ટી હશે તો તમારો બિઝનેસ સ્થાનિક સ્તરે ફૂલીફાલી શકે છે.

    વ્યવસાય કેવી રીતે શરૂ કરવો

    સૌ પ્રથમ, તમારે તેમાં રોકાણ કરવા માટે નાણાં એકત્ર કરવા પડશે. તમે આ રકમનો ઉપયોગ નમકીન બનાવવા, મશીન ખરીદવા, રજીસ્ટ્રેશન, લાઇસન્સ, કાચો માલ, કર્મચારીઓના પગાર વગેરે માટે કરશો. નમકીન બનાવવા માટે સેવ મેકિંગ મશીન, ફ્રાયર મશીન, મિક્સિંગ મશીન, પેકેજિંગ અને વેઇંગ મશીનની જરૂર પડે છે. આ વ્યવસાય માટે નાની દુકાન અથવા ફેક્ટરી શરૂ કરવા માટે, તમારે 300 ચોરસ ફૂટથી 500 ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડશે. ઉપરાંત, તમારે ફેક્ટરી પાસ કરાવવા માટે વિવિધ પ્રકારની સરકારી પરવાનગીઓની જરૂર પડશે. ઉદાહરણ તરીકે, ફૂડ લાયસન્સ, MSME નોંધણી અને GST નોંધણી વગેરે.

    કાચો માલ, કામદારો, વીજળી

    નમકીન બનાવવા માટે તમારે કાચો માલ એટલે કે બેસન, તેલ, મેંદો, મીઠું, મસાલા, મગફળી, દાળ, મગની દાળ વગેરેની જરૂર પડશે. તમે આ વસ્તુઓ તમારા નજીકના બજારમાંથી ખરીદી શકો છો જ્યાં તમને સસ્તા ભાવે મળશે. આ પછી તમારે મશીનો ચલાવવા, પેકેજિંગ કરવા માટે કામદારોની જરૂર પડશે. આ કામ 2-3 કર્મચારીઓ કરી શકે છે. આ સિવાય, તમારે ફેક્ટરી ચલાવવા માટે વીજળીની જરૂર પડશે, તેના માટે 5-8 kWનું વીજળીનું જોડાણ લેવું પડશે.

    આ પણ વાંચો - કિંમતો વધતા પેટ્રોલ અને ડીઝલની માંગમાં થયો તીવ્ર ઘટાડો, એપ્રિલના પખવાડીયામાં ઘટી ગયું વેચાણ

    ખર્ચ અને નફો

    આ વ્યવસાય શરૂ કરવા માટે તમારું પ્રારંભિક રોકાણ 2-5 લાખ રૂપિયા હોઈ શકે છે. પરંતુ એકવાર તમારો વ્યવસાય જામી જશે, તો તમે નફામાં 10 થી 12 ટકા માર્જિન મેળવી શકો છો. જો તમે તમારા વ્યવસાય માટે જાતે માર્કેટીંગ કરો છો, તો આ માર્જિન 20 ટકા સુધી થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business idea, Business Ideas, Business investment, Business news, Low cost Business Idea, New business idea

    આગામી સમાચાર