Business Idea: નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, દિવસમાં 15 મિનિટ કાઢો અને કરો મોટી કમાણી

નોકરી સાથે કરો વધારાની કમાણી

Today's Business Idea: તમે નોકરીની સાથે સાથે ઘર કે ઓફિસમાં બેઠાં બેઠાં તમારા સ્માર્ટફોનથી જ મહિને મોટી કમાણી કરી શકો છો.

  • Share this:
    મુંબઈ. Business Idea: આજના આ મોંઘવારીના યુગમાં અનેક લોકો એવા હોય છે જેઓ પોતાના ઘર ખર્ચને પહોંચા વળવા માટે વધારાનું કામ (Side business) પણ કરતા હોય છે. લોકો નોકરી (Job) ઉપરાંત બીજું કામ પણ કરતા થયા છે. જો તમે પણ નોકરી ઉપરાંત વધારાની કમાણી (Extra Income) કરવા માંગો છો તો અમે તમને અમુક સારા આઇડિયા (Business Idea) આપી રહ્યા છીએ, જ્યાં તમે મોટી કમાણી કરી શકો છો. આ આઈડિયા પર અમલ કરીને તમે થોડી વધારાની આવક રળીને તમારા ખર્ચને પહોંચી શકો છો.

    આ કામ એવું છે જેના માટે તમારે ઘરમાંથી બહાર નીકળવાની જરૂર નથી. આ બિઝનેસ તમે પ્રવાસ દરમિયાન, ગામ કે અન્ય કોઈ જગ્યાએથી કરી શકો છો. આ માટે તમારે મોટી જગ્યાની પણ જરૂર નથી. આ બિઝનેસ સાથે તમે હરીફરી શકો છો. આ બિઝનેસ માટે તમને ફક્ત એક લેપટોપ અથવા સ્માર્ટફોન (Laptop and Smartphone)ની જ જરૂર પડશે. આનાથી તમે મહિને મોટી કમાણી કરી શકો છો.

    હકીકતમાં આ ડિજિટલ યુગમાં તમને દરરોજ કોઈને કોઈ ઇ-મેઇલ આવતા રહે છે. આ ઉપરાંત દરરોજ અનેક SMS પણ આવતા હોય છે. અનેક એવા ઇ-મેઇલ કે એસએમએસ હોય છે જેને આપણે વાંચતા નથી અને સીધા જ ડિલિટ કરી દઈએ છીએ. જોકે, હવે તમારે એ એસએમએસ કે ઇ-મેઇલને ડિલિટ નથી કરવાના, તેને વાંચવાના છે. જો તમે આવા ઇ-મેઇલ વાંચો છો તો તમે આના માધ્યમથી મોટી કમાણી કરી શકો છો.

    જાણો કેવી રીતે ઘર બેઠા મોટી કમાણી કરશો?

    મેટ્રિક્સ મેલ ડૉટ કૉમ

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વેબસાઇટ 2002ના વર્ષથી કામ કરી રહી છે. અહીં પણ તમે ઇ-મેઇલ વાંચીને પૈસાની કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે ઑફર્સના માધ્યમથી, સાઇટ પર વિઝિટ કરીને પણ પૈસાની કમાણી કરી શકો છો. આ વેબસાઇટ પર તમે તમામ કામ કરીને 25થી 50 ડૉલરની કમાણી કરી શકો છો. એક કલાકમાં તમે આ વેબસાઇટના માધ્યમથી 3000 રૂપિયા સુધી પણ કમાણી કરી શકો છો.

    આ પણ વાંચો: નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50 હજાર સુધીની કમાણી

    પૈસા લાઇવ ડૉટ કૉમ

    આ વેબસાઇટમાં કોઈ રોકાણ કર્યાં વગર તમે હજારો રૂપિયાની કમાણી કરી શકો છે. તમે આ વેબસાઇટમાં એકાઉન્ટ બનાવશો એવા તમને 99 રૂપિયા મળી જશે. જો તમે 20 મિત્રો પાસે એકાઉન્ટ બનાવડાવો છો તો તમને તાત્કાલિક 20 રૂપિયા મળી જશે. દરેક ઇમેલને વાંચવા માટે 25 પૈસાથી 5 રૂપિયા મળે છે. આ વેબસાઇટ 15 દિવસમાં એક વખત ચેકથી પેમેન્ટ કરે છે.

    સેન્ડર અર્નિંગ ડૉટ કૉમ

    આ વેબસાઇટના માધ્યમથી તમારે એકાઉન્ટ ખોલવાનું રહેશે. અહીં તમને એક ઈ-મેઇલ વાંચવા માટે આશરે એક ડૉલર મળશે. એટલે કે આશરે 70 રૂપિયા. આ વેબસાઇટને સતત વિઝિટ કરવી જરૂરી છે. જો તમે છ મહિના સુધી આ વેબસાઇટને વિઝિટ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. આ વેબસાઇટથી પેમેન્ટ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 2,100 રૂપિયાની કમાણી કરવી પડશે.

    (ખાસ નોંધ: કોઈ પણ વેબસાઇટની મુલાકાત પહેલા તેના વિશે જરૂરી સંશોધન કરવું હિતાવહ છે. અમે આ વેબસાઇટનું પ્રમોશન નથી કરી રહ્યા.)
    Published by:Vinod Zankhaliya
    First published: