Home /News /business /Business Idea: આ બિઝનેસમા થશે અઢળક કમાણી, ટૂંકા સમયમાં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

Business Idea: આ બિઝનેસમા થશે અઢળક કમાણી, ટૂંકા સમયમાં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં

4 એકરમાં તેની ખેતી કરીને આસાનીથી 50 લાખ સુધીની કમાણી કરી શકો છો.

Business Idea: માલાબાર લીમડાના છોડ 5 વર્ષમાં લાકડા આપવાનું શરૂ કરે છે. તેમને વધુ ખાતર અને પાણીની જરૂર નથી. તેની સૌથી મહત્વની બાબત એ છે કે તે અન્ય પાક સાથે પણ વાવેતર કરી શકાય છે.

    Agriculture Business Idea: આજના સમયના ભણેલા યુવાનો પણ ખેતી તરફી થઇ રહ્યા છે. જો તમે ટૂંક સમયમાં કરોડપતિ બનવા માંગો છો તો અમે તમને એક આઈડિયા આપી રહ્યા છીએ જે તમને પાંચજ વર્ષમાં કરોડપતિ બનાવી દેશે. તમે મલબાર લીમડાની ખેતી કરી શકો છો. ખેતી નિયમિત લેતા પાક સાથે પણ કરી શકાય છે તેના માટે અલગથી જમીનની જરૂર રહેશે નહિ. વૃક્ષને અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે.

    આ પણ વાંચોઃ ઓછા પાણીમાં પણ થઈ શકે છે આ આફ્રિકન ફૂલની ખેતી, 1 એકરમાં 20 લાખની કમાણી!

    કઈ રીતે રોપણી કરવી


    માલાબાર લીમડાનું ઝાડ સાધારણ લીમડાથી થોડું અલગ હોય છે. તેની ખેતી દરેક પ્રકારી માટીમાં આસાનીથી કરી શકાય છે. તેમજ વધુ પાણીની જરૂર રહેતી નથી. તે ઓછા પાણીએ પણ સારી રીતે ઉગી શકે છે. તેમજ વાવેતર માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને એપ્રિલની આસપાસ માનવામાં આવે છે. 4 એકર જમીનમાં 5000 છોડનું વાવેતર કરી શકાય છે. જેમાં 2000 વૃક્ષ ખેતરની બહારની બાજુએ અને 3000 વૃક્ષ ખેતરની અંદરની બાજુએ લગાવવા જોઈએ. ઝાડને લગાવતાની સાથેજ તે 2 વર્ષમાં 40 ફૂટ જેટલા ઉંચા થઈ જાય છે. કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના ખેડૂતો ખેતી મોટા પ્રમાણમાં કરે છે.

    5 વર્ષમાં ઉપયોગમાં લઇ શકાય તેવું લાકડું મળવા પાત્ર બની જાય છે. આખું વૃક્ષ 1 વર્ષમાં 8 ફૂટ જેટલું વધે છે. વૃક્ષના લાકડામાં ભેજ કે વાતાવરણની અસર થતી ના હોવાથી વધુ માગ રહે છે. તેનો મહત્તમ ઉપયોગ પ્લાયવુડ ક્ષેત્રે થાય છે.

    આ પણ વાંચો:Investment: આ મ્યુચ્યુઅલ ફંડમાં જેમણે નાણાં રોક્યા થઇ ગયા માલામાલ, તમારે હવે રોકાય કે નહીં?

    કેટલી કમાણી થઇ શકશે


    ઝાડના લાકડા 8 વર્ષે વહેંચવા લાયક બને છે. તમે 4 એકરમાં તેની ખેતી કરીને આસાનીથી 50 લાખ સુધીની કમાણી કરી શકો છો. એક વૃક્ષનું વજન 1.5 થી 2 ટન જેટલું હોય છે. સામાન્ય ભાવ મુજબ જો રૂ.6000 થી 7000 નું એક વૃક્ષ વહેંચાય તો પણ ખેડૂતોને સારી કામાણી થઇ શકે છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Business idea, Business news, Business Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन