Home /News /business /Business Idea: ફક્ત 10,000 રૂપિયાના રોકાણથી ચાંદલા મેન્યુફેક્ચરિંગનો બિઝનેશ શરુ કરો, ખુબ જ સારી આવકની તક

Business Idea: ફક્ત 10,000 રૂપિયાના રોકાણથી ચાંદલા મેન્યુફેક્ચરિંગનો બિઝનેશ શરુ કરો, ખુબ જ સારી આવકની તક

તમે 10,000 રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો.

Business Idea: ચાંદલાના બિઝનેસમાં 50 ટકાથી વધુની કમાણી છે. તમે દર મહિને 50,000 રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો. તેનું બજાર વિશાળ બની ગયું છે. આંકડા મુજબ, એક મહિલા વર્ષમાં 12 થી 14 પેકેટ બિંદીનો ઉપયોગ કરે છે. તમે 10,000 રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો.

વધુ જુઓ ...
    Business Idea: જો તમે ઓછા રોકાણથી સારું વળતર મેળવવા માંગો છો તો ઘણા એવા બિઝનેસ છે કે જેમાં સારી કમાણી થઇ શકે છે. આજે અમે તમને બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. જે તમે તમારા ઘરે જ શરુ કરી શકો છો. આ બિઝનેસ એટલે "બિંદી મેકિંગ(ચાંદલાનું મેન્યુફેક્ચરિંગ)". આ બિઝનેસ એક નાનકડા મશીનથી શરુ કરી શકાય છે. તેના માટે કોઈ ઓફિસ કે ફેક્ટરીની જરૂર રહેશે નહિ. સામાન્ય રીતે આપણે ત્યાં દરેક સ્ત્રી ચાંદલો કરતી જોવા મળે છે.

    ચાંદલો, સ્ત્રી માટે 16 શૃંગાર માનો એક છે. થોડા વર્ષો પહેલા ફક્ત ગોળ આકાર જ ચલણમાં હતો. પરંતુ આજે અનેક પ્રકારના ચાંદલાઓ જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો:Multibagger Stock: જોતજોતામાં રુ. 10000ના સાડા પાંચ લાખ બનાવી દીધા, હજુ પણ આ શેરમાં કુબેરનું વરદાન

    ખુબ મોટું માર્કેટ છે


    ચાંદલાનું માર્કેટ હાલના સમયમાં ખુબજ મોટું બની ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ એવું માનવામાં આવે છે કે દરેક સ્ત્રી એક વર્ષમાં 12 થી 14 ચાંદલાના પેકેટ ઉપયોગમાં લે છે. આ બિઝનેસ 10,000 રૂપિયાના રોકાણથી કરી શકાય છે. તેના માટે તમારે કાચા માલની જરૂરિયાત રહેશે. જેમાં મખમલનું કપડું, ચોટાડવા માટેનું ગુંદ, ક્રિસ્ટલ, મોટી વગેરેની જરૂરિયાત રહેશે. આ દરેક વસ્તુ તમને આસાનીથી માર્કેટમાંથી મળી જશે.

    આ પણ વાંચો:Tax on Gifts: આ તે વળી કેવું! સાળી ગિફ્ટ આપે તો ટેક્સ ફ્રી અને મિત્ર ગિફ્ટ આપે તો ટેક્સ લાગે

    કઈ રીતે બનાવવો ચાંદલો?


    શરૂઆતમાં તમારે પ્રિન્ટિંગ મશીન, કટર મશીન અને ગુંદ માટેના મશીનની જરૂરિયાત રહેશે. આ સિવાય ઇલેક્ટ્રિક મોટર અને હેન્ડ ટૂલની જરૂરિયાત રહે છે.  તમે શરૂઆત મેન્યુલ મશીન લઇ શકો છો અને આ ક્ષેત્રે અનુભવ વધ્યા બાદ ઓટોમેટિક મશીન લઇ શકો છો.


    કેટલી કમાણી થશે?


    જ્યાં સુધી કમાણીનો સવાલ છે ત્યાં સુધી આ વેપારમાં 50%થી વધુની બચત થાય છે. જો તમે આસાનીથી આ પ્રોડક્ટ્સ વહેંચી લો છો તો 50 હજારની કમાણી  તો થઇ જ શકે છે. આ બિઝનેસમાં માર્કેટિંગ અતિ મહત્વનું છે. આ વાસ્તુના વહેચાન માટે સૌવ પ્રથમ તમે કોસ્મેટિક શોપને ટાર્ગેટ કરી શકો છો.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business idea, Business news, Cutlery Business

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन