Home /News /business /જો તમને એવો બિઝનેસ મળી જાય જેમાં એક પણ રૂપિયાનું રોકાણ ન કરવું પડે તો મજા પડી જાયને, તો ચાલો જાણીએ...

જો તમને એવો બિઝનેસ મળી જાય જેમાં એક પણ રૂપિયાનું રોકાણ ન કરવું પડે તો મજા પડી જાયને, તો ચાલો જાણીએ...

આજના સમયમાં જો તમે કોઈ નવા બિઝનેસ આઇડિયાની શોધમાં હોવ તો આજે અહીં તમારી આ શોધ પૂરી થઈ શકે છે. અહીં અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જરુર આજે દરેક જગ્યાએ મોલ, ઓફિસ, સ્કૂલ, કોલેજ, સોસાયટીઓ દરેક જગ્યાએ જરુર પડે છે. એટલું જ નહી પ્રાઈવેટ અને સરકારી મેડાવડામાં પણ તેની માગ સતત વધારે રહે છે. આ બિઝનેસ એટલે સિક્યોરિટી એજન્સીનો બિઝનેસ, જેને કરીને તમે નોકરિયાતમાંથી નોકરી આપનાર બની જશો અને સાથે માલામાલ તો જરુર બનાવશે જ.

Business Idea: કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે પૈસાની જરૂર હોય છે. રોકાણ વિના વ્યવસાય વિશે વિચારવું નકામું છે. પરંતુ આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ફ્રીમાં શરૂ કરી શકો છો.

Business Idea: હવે તમે જાણતા જ હશો કે આજના સમયમાં આધાર કાર્ડ કેટલું મહત્વનું બની ગયું છે. સરકારી કામથી લઈને પ્રાઈવેટ દરેક જગ્યાએ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. નવજાત બાળકથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે આધાર કાર્ડ બનવાનું શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, આપણે આધાર કાર્ડને ખૂબ કાળજીથી રાખવું પડશે. ઉપરાંત, કોઈપણ પ્રકારની ભૂલના કિસ્સામાં, તમે તેને સુધારવા માટે કોમન સર્વિસ સેન્ટર અથવા UIDAIની ફ્રેન્ચાઈઝી પર જઈ શકો છો.

આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી વ્યવસાય તરીકે વધુ સારો વિકલ્પ બની રહ્યું છે. દરેક ભારતીય આ વ્યવસાય કરી શકે છે. તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો. આવો જાણીએ તેના માટે શું કરવું પડે.

આ પણ વાંચો:Business Idea: એકવાર શરુ કરો આ બિઝનેસ, કાયમી ડિમાન્ડને લીધે સારી કમાણી કરતા કોઈ રોકી શકશે નહીં

પ્રથમ શું કરવું


જો તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લઈને તમારો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા UIDAI દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવાનું લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો, ત્યારે તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ પછી કોમન સર્વિસ સેન્ટર પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ પણ વાંચો:Stock Market Today: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજાર 200 પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યું

આ રીતે અરજી કરો


સૌ પ્રથમ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ની મુલાકાત લો. તે પછી તમને ક્રિએટ ન્યૂઝ યુઝરનો વિકલ્પ મળશે. જેમાં ક્લિક કર્યા બાદ એક નવી ફાઈલ ખુલશે. આમાં તમને શેર કોડ દાખલ કરવા માટે કહેવામાં આવશે. શેર કોડ માટે, તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઈને ઑફલાઇન ઈ-આધાર ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ કર્યા પછી, XML ફાઇલ અને શેર કોડ બંને ડાઉનલોડ થશે.


આઈડી પાસવર્ડ સાથે લોગીન કરો


હવે તમે આ ID અને પાસવર્ડ દ્વારા આધાર ટેસ્ટિંગ અને સર્ટિફિકેશનના પોર્ટલ પર સરળતાથી લૉગિન કરી શકો છો. આ પછી, તમારી સામે Continue નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે ફરીથી એક ફોર્મ ખુલશે. જેમાં માંગેલી તમામ માહિતી ભરો. તે પછી તમારો ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરો. આ પછી, ફરીથી તપાસો કે તમે બધી માહિતી સાચી રીતે ભરી છે કે નહીં, પછી ફોર્મ સબમિટ કરવા માટે Proceed to submit પર ક્લિક કરો.
First published:

Tags: Aadhar card, Business idea, Business news, Business opportunity