Home /News /business /Business Idea: 10,000 રૂપિયાના રોકાણથી શરુ કરો આ બિઝનેસ, પહેલા દિવસથી કમાણી કરતા કોઈ રોકી શકશે નહિ

Business Idea: 10,000 રૂપિયાના રોકાણથી શરુ કરો આ બિઝનેસ, પહેલા દિવસથી કમાણી કરતા કોઈ રોકી શકશે નહિ

પ્રદુષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે સૌવ પ્રથમ RTO પાસેથી લાઇસન્સ લેવું જરૂરી બનશે.

Business Idea: નવા મોટર વ્હીકલ એક્ટમાં પોલ્યુશન સર્ટિફિકેટ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટરનો બિઝનેસ શરૂ કરી શકો છો. દરેક વાહન માલિક પાસે PUC પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તેને માત્ર 10,000 રૂપિયામાં શરૂ કરીને, તમે 50,000 રૂપિયા સુધીની બમ્પર કમાણી કરી શકો છો.

વધુ જુઓ ...
    Business Idea: જો તમે હવે નોકરીથી કંટાળી ગયા છો અને તમારે કંઈક બિઝનેસ કરવો છે તો આ માહિતી તામારા માટે જ છે. અહીં અમે એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ બિઝનેસ એટલે 'પ્રદુષણ તપાસ કેન્દ્ર'. કેન્દ્ર સરકાર તરફથી મોટર વેહિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જેને લીધે પ્રદુષણ તપાસ કેન્દ્રનો બિઝનેસ ઝડપથી આગળ વધી રહ્યો છે. નવા મોટર વેહિકલ એક્ટ મુજબ પોલ્યુશન સર્ટિફિકેટ ન હોવાને લીધે દંડ ભરવો પડે છે. એટલા માટે દરેક વાહન માલિકને આ સર્ટિફિકેટની ખાસ જરૂરિયાત રહે છે. આ બિઝનેસ શરુ કરતા પહેલા દિવસથી કમાણી શરુ થઇ જશે.

    જો કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને જો તેની પાસે પોલ્યૂશન સર્ટિફિકેટ નથી તો તેને દંડ ભરવો પડે છે. દંડની રકમ 10,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. એટલા માટે દરેક નાના મોટા તમામ વાહનોએ પોલ્યૂશન સર્ટિફિકેટ લેવું જરૂરી છે. કહેવાનો મતલબ એ છે કે 50,000 રૂપિયાનું કોઈ વાહન છે અને જો તેમાં પોલ્યૂશન સર્ટિફિકેટ નથી તો 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

    આ પણ વાંચો:મારુતિ 800નું 'સફરનામા': કંપની બની ગયા પછી 12 વર્ષ સુધી લોન્ચ નહોતી થઈ શકી કાર, કારણ ગજબ

    કઈ રીતે શરુ કરી શકાય


    પ્રદુષણ તપાસ કેન્દ્ર ખોલવા માટે સૌવ પ્રથમ RTO પાસેથી લાઇસન્સ લેવું જરૂરી બનશે. જેના માટે તમારે નજીકના RTO કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આ કેન્દ્ર પેટ્રોલ પંપ કે ઓટોમોબાઇલ વર્કશોપની આસપાસ ખોલી શકાય છે. અરજી કરતાની સાથે 10 રૂપિયાની એફિડેવિટ સાથે જ આપવાની રહેશે. આ સાથે લોકલ ઓથોરિટી પાસેથી NOC સર્ટીફીકેટ લેવાનું રહેશે. આ કેન્દ્ર માટેની દરેક રાજ્યમાં અલગ અલગ ફી છે અને અમુક રાજ્યોમાં ઓનલાઇન એપ્લિકેશન પણ કરી શકાય છે.

    આ પણ વાંચો:માત્ર 6 મહિનામાં 25%નું વળતર, Q3ના પરિણામો જોતાં 10 રુપિયાનો આ શેર રોકેટ બનશે

    કેટલી થશે કમાણી


    આ બિઝનેસ તમે એક્સપ્રેસ હાઇવે પર શરુ કરી શકો છો. શરૂઆતમાં તમારે ફક્ત 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જેમાં તમારી દર મહિનાની 50,000 રૂપિયા સુધીની કમાણી શક્ય બને છે. હાઇવે અને એક્સપ્રેસ રોડ પર આસાનીથી 1500 થી 2000 રૂપિયાની કમાણી થઇ શકે છે.

    કેન્દ્ર ખોલવા માટેના નિયમ


    આ કેન્દ્રની ઓળખને ધ્યાનમાં રાખીને પીળા રંગની કેબીન હોવી જોઈએ. જેનાથી તેને અલગથી ઓળખી શકાય. કેબીનની સાઈઝ લંબાઈ 2.5મી., પહોળાઈ 2મી., ઊંચાઈ 2મી. હોવી જોઈએ. આ સાથે કેન્દ્ર પર લાઇસન્સ નંબર લખવો જરૂરી છે.


    આ લોકો ખોલી શકે છે આ સેન્ટર


    પોલ્યૂશન ટેસ્ટિંગ સેન્ટર ખોલવા માટે મોટર મેકૅનિક્સ, સ્કૂટર મેકૅનિક્સ, ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ, ડીઝલ મેકૅનિક્સ અથવા આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ સિવાય તમારે સ્મોક એનલાઇઝર ખરીદવું જરૂરી છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business Ideas, Business news, PUC

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन