Home /News /business /Business Idea: 10,000નું રોકાણ કરી શરુ કરો આ બિઝનેસ, રોજેરોજ થશે ભરપૂર કમાણી

Business Idea: 10,000નું રોકાણ કરી શરુ કરો આ બિઝનેસ, રોજેરોજ થશે ભરપૂર કમાણી

જેમ જેમ દેશના અનેક ભાગમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ આવી રહ્યો છે તેમ તેમ પેપર બેગની માગ સતત વધી રહી છે. દેશના અનેક રાજ્યોમાં પ્લાસ્ટિક બેગ ઉપર બેન લાગી ગયો છે અને હવે લગભગ પૂરા દેશમાં આ બેન ધીરે ધીરે લાગી શકે છે. તેવામાં ભારતમાં પેપર બેગનો બિઝનેસ ખૂબ જ મોટો બની શકે છે. ઘણા લોકો આજે જાગૃત થયા છે અને પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરતાં થયા છે.

Business Idea: તમે ખૂબ ઓછા પૈસાનું રોકાણ કરીને મીણબત્તી બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. મીણબત્તીઓનો ઉપયોગ અમુક પ્રકારના કાર્યક્રમોમાં વધી રહ્યો છે. તમે રંગબેરંગી મીણબત્તીઓ બનાવીને સારી કમાણી કરી શકો છો. તેની સાથે અનેક લોકોને રોજગાર પણ આપી શકે છે.

વધુ જુઓ ...
Business Idea: જો તમે બિઝનેસ શરુ કરીને સારી કમાણી કરવા ઈચ્છો છો તો આ માહિતી તમારા માટે જ છે. આ એક એવો બિઝનેસ છે કે જે તમે ગમે ત્યારે શરુ કરી શકો છો. આજકાલ લોકો નોકરીની સાથે પણ પોતાનો બિઝનેસ કરીને સારી કમાણી કરતા હોય છે. ઘણા લોકો રોકાણ કરીને પણ સાઈડ ઈન્ક્મ કરતા હોય છે. આજે અમે તમને મીણબત્તી મેન્યુફેક્ચરિંગ વિષે જણાવીશું.

મીણબત્તી બનાવવાનો વ્યવસાય તમે ઘર બેઠા પણ શરુ કરી શકો છો. જો મોટા સ્તરે શરુ કરવા માંગતા હોવ તો તમે તેની ફેક્ટરી કે મોટું યુનિટ  પણ સ્થાપી શકો છો. કોઈ પણ પ્રકારની શરૂઆત કરતા પહેલા જરૂરી તમામ માહિતી હોવી જરૂરી છે. ચાલો જાણીએ તેના વિશે.

આ પણ વાંચો:માછીમાર માટે ખુશખબર: આ દેશે પ્રતિબંધ હટાવ્યો, સીફુડની થશે મોટા પાયે નિકાસ

મીણબત્તી બનાવવાની રીત


સૌવ પ્રથમ મીણને ગરમ કરવામાં આવે છે. તેને 290 થી 380 ડિગ્રી તાપમાને ઓગાળવામાં આવે છે. પછી મીણને મોલ્ડ કરીને ઠંડુ પડવા દેવામાં આવે છે. ત્યાર બાદ ડ્રિલ મશીન અથવા મોટી સોઈ દ્વારા દોરો લગાવીને તેના પાર ગરમ મીણ નાખીને સરખું કરવામાં આવે છે. ત્યાર પછી પેકીંગ કરવામાં આવે છે. આ બિઝનેસ તમે એક નાના રૂમથી શરુ કરી શકો છો. પરંતુ તમારે મીણને ઓગાળવા માટે થોડી સારી અને મોટ જગ્યાની જરૂરિયાત રહેશે. તેમજ તૈયાર મીણબત્તીને સ્ટોર કરવા માટે પણ તમારે જગ્યાની જરુર રહેશે.

મીણબત્તી બનાવવાની રીત


સૌવ પ્રથમ મીણને ગરમ કરવામાં આવે છે. તેને 290 થી 380 ડિગ્રી તાપમાને ઓગાળવામાં આવે છે. પછી મીણને મોલ્ડ કરીને ઠંડુ પડવા દેવામાં આવે છે. ત્યાર બાદ ડ્રિલ મશીન અથવા મોટી સોઈ દ્વારા દોરો લગાવીને તેના પાર ગરમ મીણ નાખીને સરખું કરવામાં આવે છે. ત્યાર પછી પેકીંગ કરવામાં આવે છે. આ બિઝનેસ તમે એક નાના રૂમથી શરુ કરી શકો છો. પરંતુ તમારે મીણને ઓગાળવા માટે થોડી સારી અને મોટ જગ્યાની જરૂરિયાત રહેશે. તેમજ તૈયાર મીણબત્તીને સ્ટોર કરવા માટે પણ તમારે જગ્યાની જરુર રહેશે.

આ પણ વાંચો:HUL વેચશે 'અન્નપૂર્ણા' અને 'કેપ્ટન કૂક' બ્રાન્ડ, જાણો શા માટે કંપનીએ લીધો આ નિર્ણય

કેટલી કરવું પડશે રોકાણ


આ બિઝનેસને શરુ કરવા માટે વધુ રૂપિયાની જરૂરિયાત રહેશે નહીં. તમે ઓછા નાણે આ બિઝનેશ શરુ કરી શકો છો. અહીં તમારે 10,000 થી 50,000 નું રોકાણ કરવાનું રહેશે. એક સર્વે અનુસાર ભારતમાં આ બિઝનેસ 8 ટકાના દરથી વધી રહ્યો છે.

ક્રિએટિવિટીની જરૂરિયાત


મીણબત્તી માટે ક્રિએટિવિટી જરૂરી છે. એક સારો આર્ટિસ્ટ મીણબત્તીનો સારો ઉત્પાદક બની શકે છે. મીણબત્તી ઉત્પાદનમાં ડિઝાઇન સાથે કલર કોમ્બીનેશનની સમજ હોવી અતિ આવશ્યક છે. તેના મેન્યુફેક્ચરિંગ માટે ટ્રેનિંગ પણ જરૂરી છે.


થઇ શકે છે સારી કમાણી


આ બિઝનેસમાં રોકાણ ખુબજ ઓછું કરવાનું રહે છે. તેની સામે પ્રોફિટ ખુબજ સારો થાય છે. જો તમે એક મીણબત્તીના પેકેટમાં 20 પીસ મૂકીને તેને 100 રૂપિયામાં વેચો છો તો તમને સારી આવક થઇ શકે છે.
First published:

Tags: Business idea, Business news, Low cost Business Idea

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો