નોકરીયાત શરૂ કરો માત્ર 10,000માં આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની એકસ્ટ્રા આવક, જાણો કેવી રીતે

અથાણાનો બિઝનેસ

આ બિઝનેસ તમે નોકરી પણ કરી શકો છો. આ અથાણાનો બિઝનેસ છે. તમે આ વ્યવસાયમાંથી વધારાની આવક મેળવી શકો છો.

 • Share this:
  નવી દિલ્હી : જો તમે જોબ પ્રોફેશનલ છો પરંતુ તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા (Business Idea) વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની સાથે તમે નોકરી પણ કરી શકો છો. આ અથાણાનો બિઝનેસ (Pickle business) છે. તમે આ વ્યવસાયમાંથી વધારાની આવક (Extra Incom) મેળવી શકો છો.

  અથાણા બનાવવાનો વ્યવસાય ઘરેથી જ શરૂ કરી શકાય છે. જ્યારે બિઝનેસ વધવા લાગે તો, પછી તમે એક અલગ સ્થાન લઈને આ બિઝનેસને આગળ વધારવાનું વિચારી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે આ વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકો છો અને તમારી કમાણી કેટલી થશે.

  10 હજાર રૂપિયામાં આ બિઝનેસ શરૂ કરો

  તમે ઘરેથી અથાણું બનાવવાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. આ વ્યવસાય ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આમાં તમે 25 થી 30 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. આ કમાણી તમારા ઉત્પાદનની માંગ, પેકિંગ અને વિસ્તાર પર પણ આધાર રાખે છે. તમે અથાણાં ઓનલાઇન, જથ્થાબંધ, છૂટક બજારો અને છૂટક દુકાનોમાં વેચી શકો છો.

  સરકાર પણ મદદ કરશે

  મોદી સરકારનું સપનું છે કે, લોકો નોકરી શોધવાને બદલે રોજગાર સર્જક બને. તમારો પોતાનો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ બનાવો. સરકારે આ માટે ઘણી યોજનાઓ પણ ચલાવે છે, જેથી લોકોને કુશળ બનાવી શકાય. જો તમે વેપાર કરવાનું શરૂ કરવા માંગો છો તો તમે આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો.

  900 ચોરસ ફૂટ વિસ્તારની જરૂરી છે

  અથાણા બનાવવાના વ્યવસાય માટે, 900 ચોરસ ફૂટનો વિસ્તાર હોવો જરૂરી છે. અથાણાં તૈયાર કરવા, અથાણાં સૂકવવા, અથાણાં પેકિંગ વગેરે માટે ખુલ્લી જગ્યાની જરૂર છે. અથાણાને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે, અથાણું બનાવવાની પદ્ધતિમાં ઘણી સ્વચ્છતા જરૂરી છે, તો જ અથાણું લાંબા સમય સુધી અકબંધ રહે છે.

  અથાણા બનાવવાના વ્યવસાયમાં તમે કેટલા પૈસા કમાઈ શકો છો?

  અથાણા બનાવવાના વ્યવસાયમાં 10 હજાર રૂપિયાનો ખર્ચ મૂકીને, ડબલ નફો મેળવી શકાય છે. પ્રથમ માર્કેટિંગમાં ખર્ચની સંપૂર્ણ રકમ વસૂલ થઈ જાય છે અને તે પછી નફો જ થાય છે. આ નાના વ્યવસાયમાં મહેનત, સમર્પણ અને નવા પ્રયોગો દ્વારા તેને મોટો વ્યવસાય બનાવી શકાય છે. આ વ્યવસાયનો નફો દર મહિને મળશે અને નફો પણ વધશે.

  આ પણ વાંચોNew Business Idea: ઓછી મૂડીમાં દર મહિને તગડો નફો આપતો ધંધો, જુઓ - કેવી રીતે શરૂ કરાય?

  અથાણું બનાવવાના વ્યવસાયનું લાઇસન્સ કેવી રીતે મેળવવું

  અથાણા બનાવવાના વ્યવસાય માટે લાયસન્સ જરૂરી છે, ધંધો શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) પાસેથી લાયસન્સ મેળવી શકાય છે, ઓનલાઈન ફોર્મ ભરીને આ લાયસન્સ માટે અરજી કરી શકાય છે.
  Published by:kiran mehta
  First published: