દર મહિને કરોડો રૂપિયાની કમાણી: શું તમે નોકરીથી કંટાળી ગયા છો? તો ડિજિટલ યુગનો ઉઠાવો ફાયદો

ઓનલાઈન હોર્ડિંગ બિઝનેસમાં કરો મોટી કમાણી.

Business Idea: ફક્ત 50,000 રૂપિયા સાથે આ બિઝનેસ શરુ કરો અને મહિને કરોડો રૂપિયાની કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: Business Idea: જો તમે પોતાની નોકરીથી કંટાળી ગયા છો અને કોઈ લાંબી ઉડાન ભરવા માગો છો, પોતાના સપનાને પાંખો આપવા માગો છો, પણ કોઈ કારણોસર પગ બહાર નથી મૂકી શકતા, તો અમે તમને એવો આઈડિયા આપી રહ્યા છીએ, જ્યાં તમે સપનાંને મોટો આકાર આપી શકો છો. જી હા, જો તમે પૈસાની અછતને કારણે કોઈ સારો બિઝનેસ (Start business) શરુ નથી કરી શકતા તો તમે પોતાને એક એવો બિઝનેસ આઈડિયા (Business Idea) આપી રહ્યા છો, જ્યાં તમે મામૂલી રકમના રોકાણથી દર મહિને કરોડો રૂપિયા કમાઈ (Monthly income) શકો છો.

  આ બિઝનેસ છે ઓનલાઈન હોર્ડિંગ (Online Hoardings Business)નો. આ કામ તમે ઘરે બેઠાં શરુ કરી શકો છો અને એમાં સ્પેસની પણ આવશ્યકતા નથી. તમે આ કામ એક રૂમમાં પણ શરુ કરી શકો છો. કોરોના કાળ પછીથી ઓનલાઈન બિઝનેસ આઈડિયાઝ તેજીથી ગ્રોથ કરી રહ્યા છે, જેમાં આ વિકલ્પ તમને કામ આવી શકશે.

  ન્યુઝ18એ આઉટડોર એડવર્ટાઈઝિંગ સ્ટાર્ટઅપ કંપની ગો હોર્ડિંગ્સ.કોમ (Gohoardings.com)ના ફાઉન્ડર દીપ્તિ અવસ્થી શર્મા (Deepti Awasthi Sharma)નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેઓ આ બિઝનેસથી દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યા છે. શર્માએ આ ઓનલાઈન હોર્ડિંગ્સ બિઝનેસની શરૂઆત વર્ષ 2016માં ફક્ત 50,000 રૂપિયાના રોકાણથી કરી હતી. એના પછીના વર્ષથી જ દીપ્તિની કમાણી 12 કરોડ રૂપિયા થવા લાગી. એક વર્ષમાં કંપનીનું ટર્નઓવર 20 કરોડથી પણ વધુ થઈ ગયું.

  જાણો કઈ રીતે શરુ કરવો આ બિઝનેસ?

  જો તમને ગ્રાફિક્સ, ડિઝાઈનીંગ અને કમ્પ્યુટરની સારી જાણકારી છે તો તમે ઘરબેઠાં ડિજિટલ હોર્ડિંગ્સ એટલે કે ઓનલાઈન હોર્ડિંગ્સ બનાવવાનું કામ શરુ કરી શકો છો. શરૂઆતી તબક્કામાં તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર અવેલેબલ કેટલીય અલગ અલગ સાઈટ્સ જેમકે- ફ્રીલાન્સિંગ.કોમ અથવા અપવર્ક વગેરે પર પોતાની આ સ્કિલ્સ બતાવીને ઓર્ડર લઈ શકો છો. આ માટે તમને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત તમે ઈચ્છો તો પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર પણ ડિજિટલ હોર્ડિંગ્સ બનાવવાની જાણકારી આપીને લોકોથી ઓનલાઈન ઓર્ડર લઈ શકો છો. આ બિઝનેસ ઝડપથી આગળ વધી શકે છે કેમકે, લોકો ઘણી વખત ઘરેબેઠાં જાહેરાત આપવા માગે છે.

  આ પણ વાંચો: બમ્પર કમાણીનો મોકો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપની લાવશે IPO, જાણો વિગત 

  દીપ્તિએ જણાવ્યું કે તેમની કંપની એક મહિનાની સમયમર્યાદામાં હોર્ડિંગ્સ લગાવવા માટે આશરે 1 લાખ રૂપિયા લે છે. તો દિલ્લી, મુંબઈ જેવા શહેરના હાઈ પ્રોફાઈલ લોકેશનમાં એક હોર્ડિંગ લાંબો સમય સુધી લગાવવા માટે 10 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે.

  એવામાં જો તમારી પાસે મહિનામાં 10 હોર્ડિંગ્સનો પણ ઓર્ડર આવે છે તો તમે 1 કરોડ રૂપિયા કમાઈ શકો છો. ફેસ્ટિવલ સીઝનમાં તો ક્યારેક-ક્યારેક મહિનામાં 10-12 હોર્ડિંગ્સનો ઓર્ડર મળી જાય છે. એવામાં આ બિઝનેસના માધ્યમથી તમે મોટી કમાણી કરી શકો છો.
  Published by:Nirali Dave
  First published: