નવી દિલ્હી : આજે અમે તમને ઘરેથી જ બિઝનેસ કરવાનો આઈડિયા (Business Idea) જણાવી રહ્યા છીએ. જો તમારી પાસે તમારી પોતાની જમીન છે અને તમે ઓછા રોકાણ સાથે તમારો પોતાનો વ્યવસાય (Start your own Business) શરૂ કરવા માંગો છો, તો તમે રાખની ઇંટો બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો. આ માટે 100 યાર્ડ જેટલી જમીન અને ઓછામાં ઓછુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે તમે દર મહિને 1 લાખ રૂપિયા અને વાર્ષિક કરોડો પણ કમાઈ શકો છો.
તમને જણાવી દઈએ કે, ઝડપી શહેરીકરણ (Urbanization)ના યુગમાં બિલ્ડરો ફ્લાય એશ (Fly Ash Business)થી બનેલી ઈંટોનો જ ઉપયોગ કરી રહ્યા છે.
દર મહિને 3 હજાર ઇંટો બનાવી શકાય છે
આ ઇંટો પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી રાખ, સિમેન્ટ અને પથ્થરની ધૂળના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આ વ્યવસાય માટે, તમારે મશીનરી પર મોટા ભાગનું રોકાણ કરવું પડશે. આ માટે ઉપયોગમાં લેવાતું મેન્યુઅલ મશીન લગભગ 100 યાર્ડ જમીનમાં લગાવી શકાય છે. આ મશીન દ્વારા, તમારે ઈંટના ઉત્પાદન માટે 5 થી 6 લોકોની જરૂર પડશે. આ સાથે, દરરોજ આશરે 3,000 ઇંટોનું ઉત્પાદન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ રોકાણમાં કાચા માલની રકમ સામેલ નથી.
ઓટોમેટિક મશીનોથી તકો વધે છે
આ વ્યવસાયમાં ઓટોમેટિક મશીનોના ઉપયોગથી કમાણીની શક્યતા વધી જાય છે. જોકે, આ ઓટોમેટિક મશીનની કિંમત 10 થી 12 લાખ રૂપિયા સુધીની છે. કાચા માલના મિશ્રણથી લઈને ઈંટો બનાવવા સુધીનું કામ મશીન દ્વારા જ થાય છે. ઓટોમેટિક મશીન દ્વારા એક કલાકમાં એક હજાર ઇંટો બનાવી શકાય છે, એટલે કે આ મશીનની મદદથી તમે એક મહિનામાં ત્રણથી ચાર લાખ ઇંટો બનાવી શકો છો.
સરકાર લોન આપી શકે છે
બેંકમાંથી લોન લઈને પણ આ વ્યવસાય શરૂ કરી શકાય છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર દ્વારા પણ આ વ્યવસાય માટે લોન લઇ શકાય છે. આ સિવાય મુદ્રા લોનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં માટીના અભાવે ઇંટોનું ઉત્પાદન થતું નથી.
તેના કારણે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાંથી ઇંટોની આયાત થાય છે, જેના પર પરિવહન ખર્ચ વધે છે. આવી સ્થિતિમાં, સિમેન્ટ અને પથ્થરથી બનેલી ઇંટોનો આ વ્યવસાય આ સ્થળોએ ફાયદાકારક બની શકે છે. પહાડી વિસ્તારોમાં પથ્થરની ધૂળની સરળતાથી ઉપલબ્ધ થાય છે, જેથી કાચા માલની કિંમત પણ ઓછી થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર