Home /News /business /Business Idea: ઘરની છત પર શરૂ કરો આ બિઝનેસ, લાખો રૂપિયાની થશે કમાણી

Business Idea: ઘરની છત પર શરૂ કરો આ બિઝનેસ, લાખો રૂપિયાની થશે કમાણી

સોલર પેનલ પર સરકાર સબસિડી આપી રહી છે

Subsidy On Solar Panel: સોલર પેનલ ગમે ત્યાં લગાવી શકાય છે. તમે તેને તમારા ઘરની છત પર લગાવીને વીજળીનું ઉત્પાદન કરી શકો છો અને તે વીજળીને સરકારને વેચી શકો છો. જોકે સોલર પેનલ માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, તેમાં લગભગ 1 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોરોનાકાળ બાદ તમને અમે એક એવો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જે તમે તમારી ખાલી પડી રહેલ ઘરની છત પર શરુ કરી શકો છો અને તેનાથી લાખોમાં કમાણી પણ કરી શકો છો. અમે તમને વાત કરી રહ્યાં છીએ સોલર પેનલ (solar panel)ના વ્યવસાયની. સોલર પેનલ ગમે ત્યાં લગાવી શકાય છે. તમે તેને તમારા ઘરની છત પર લગાવીને વીજળીનું ઉત્પાદન કરી શકો છો અને તે વીજળીને સરકારને વેચી શકો છો.

આ પણ વાંચો: સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો માર્ચ-2025 સુધી લંબાવાયો

આ દ્વારા તમને ખુબ મોટી કમાણી થવાની પુરેપુરી સંભાવનાઓ છે. તેનું કારણ એ છે કે શહેર હોય કે ગામ, વીજળીની માંગ દિવસે ને દિવસે વધતી જ જાય છે. સોલર પેનલ લગાવવા માટે સરકર 30 % સબસીડી આપે છે અને એમાં લગભગ 1 લાખ જેટલો ખર્ચ આવે છે.

કેટલો ખર્ચ થશે?:

સરકાર લોકોને સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. કેટલાક રાજ્યોમાં તો ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટરમાં સોલર પ્લાન્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. તમારી પાસે પણ સોલર પ્રોડક્ટ્સ વેચવાની સારી તક છે. જેમાં સોલર પીવી, સોલર થર્મલ સિસ્ટમ, સોલર એટીક ફેન, સોલર કુલિંગ સિસ્ટમનો બિઝનેસ પણ શરુ કરી શકો છો. ખાસ જાણવા જેવી વાત એ છે કે સોલરને લગતા ઉદ્યોગ માટૅ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની કેટલીક બેંકોની SME બ્રાન્ચમાંથી લોન પણ મળી શકે છે. દરેક રાજય પ્રમાણે આ ખર્ચ અલગ અલગ છે. જોકે સરકારની સબસીડી મળ્યા બાદ 1 કિલોવૉટનો સોલર પ્લાન્ટ 60થી 70 હાજરમાં ઇન્સ્ટોલ થઇ જાય છે.થઈ શકે છે 1 લાખ રૂપિયા સુધીની કમાણી: આ વ્યવસાયને શરૂકરવા માટે શરૂઆતી રોકાણ ખુબ ઓછું છે. છતાં તમારી પાસે જો આ માટે પૈસા નથી તો ઘણી બેંકો એ માટે નાણાં વ્યાજે પૂરા પાડે છે. તમે એ માટે સોલર સબસીડી સ્કીમ, કુસુમ યોજના તેમજ રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન અંતર્ગત બેંક પાસેથી SME લોન લઇ શકો છો. એક અંદાજ મુજબ, આ બિઝનેસથી મહિને 30000થી લઇને 1 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી થઈ જાય છે.

સોલર પેનલનો ફાયદો:

સોલર પેનલની આવરદા 25 વર્ષની હોય છે. તેને તમારી ઘરની છત પર આરામથી લગાવી શકો છો અને તેથી તમને મફતમાં વીજળી મળશે. તેમજ વધારાની વિજળીને ગ્રીડ દ્વારા સરકાર કે કંપનીઓને વેચી પણ શકો છો. એટલે કે મફતમાં વીજળી સાથે કમાણી પણ. જો તમે તમારી છત પર 2 કિલોવૉટનો સોલર પ્લાન્ટ લગાવો છો અને દિવસે 10 કલાક તડકો રેહવાની સ્થિતિમાં 10 યુનિટ વીજળી ઉતપન્ન થઇ શકે છે. એ હિસાબે આખા મહિનામાં 2 કિલોવૉટના સોલર પેનલથી 300 યુનિટ વીજળી ઉત્પન્ન થઇ શકે છે.

મેન્ટેનન્સ: 

સોલર પેનલના મેન્ટેનન્સમાં કોઈ ખાસ ખર્ચો આવતો નથી. દર 10 વર્ષે તેમાં બેટરી બદલવાની જરૂર હોય છે અને તેનો ખર્ચ 20000 રૂપિયા આવે છે. સોલર પેનલને કાઢીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઇ જઈ શકો છો.
Published by:Samrat Bauddh
First published:

Tags: Business news, Solar panel, Subsidy

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन