Home /News /business /Business Idea: દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી આ પ્રોડક્ટ બનાવી તમે પણ થઈ શકો છો માલામાલ, જાણો કઈ રીતે
Business Idea: દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી આ પ્રોડક્ટ બનાવી તમે પણ થઈ શકો છો માલામાલ, જાણો કઈ રીતે
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Business Idea: જો તમારો વિચાર તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો છે તો તમે સોપ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ (Soap Manufacturing Business) કરી શકો છો. સાબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે અને તેની માંગ હંમેશા રહેશે
Business Idea: આજકાલ ઘણા યુવાનો નોકરીને બદલે પોતાનો વ્યવસાય (Business) કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. સરકાર પણ દેશમાં રોજગારીની તકો વધારવા માટે વધુને વધુ ઉદ્યોગો સ્થપાય તેવા પ્રયાસ કરે છે. તેથી જ સરકાર વ્યાજબી દરે લોન સહિત અનેક સુવિધાઓ પૂરી પાડે છે.
જો તમારો વિચાર તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો છે તો તમે સોપ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ (Soap Manufacturing Business) કરી શકો છો. સાબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે અને તેની માંગ હંમેશા રહેશે. આ સાથે તમે ઓછા પૈસાનું રોકાણ કરીને સાબુ બનાવવાની ફેક્ટરી શરૂ કરી શકો છો. તમે સાબુનો બિઝનેસ કરવા માટે મુદ્રા સ્કીમ હેઠળ સરકાર પાસેથી લોન પણ લઈ શકો છો.
કેટલુ કરવુ પડશે રોકાણ?
સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે 1000 ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે. સાબુ બનાવવા માટે અલગ અલગ પ્રકારના મશીન લગાવવા માટે જગ્યાની જરૂર પડશે. સાબુ બનાવવા માટે, તમારે એક્સ્ટ્રુડર મશીન, ડાઇ, મિક્સર મશીન, કટીંગ મશીન અને કાચા માલની જરૂર પડશે. આ સાથે તમારે કેટલાક કામદારોને પણ રાખવા પડશે. એક અંદાજ મુજબ, તમારે આ બધા પાછળ 7 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય તમારે સાબુની ફેક્ટરી ચલાવવા માટે લાઇસન્સ પણ લેવું પડશે.
કેટલી થશે કમાણી?
તમારે તમારા ઉત્પાદન પર માર્જિન ઓછું રાખવું પડશે કારણ કે બજારમાં અન્ય સ્થાપિત બ્રાન્ડ્સની કિંમતે નવી પ્રોડક્ટ વેચવી મુશ્કેલ છે. સામાન્ય રીતે શરૂઆતમાં તમને તમારા ઉત્પાદન પર 15% માર્જિન મળશે. જો તમારું ઉત્પાદન અને વપરાશ સારો છે, તો એક વર્ષમાં તમે આ વ્યવસાયમાંથી 6 લાખ રૂપિયા સરળતાથી બચાવી શકો છો.
આ વ્યવસાયમાં સફળ થવા માટે તમારા ઉત્પાદનની ગુણવત્તા સારી હોવી જરૂરી છે. હલકી ગુણવત્તાનો માલ વેચવો ખૂબ જ મુશ્કેલ છે. આ સાથે તમારું ધ્યાન પ્રોડક્ટની માંગ વધારવા પર હોવું જોઈએ. જો તમે તમારા માલનું યોગ્ય રીતે માર્કેટિંગ કરીને તેની માંગ વધારશો તો તમારો નફો પણ વધશે. આજકાલ સાબુ ઉત્પાદકો નાના શહેરો અને જીલ્લાઓમાં સાબુ અને ડિટર્જન્ટની ઘરે ઘરે ડિલિવરી કરી રહ્યા છે. આનાથી તેમના માલનો વપરાશ વધે છે એટલું જ નહીં પરંતુ તેમને વધુ માર્જિન પણ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર