Business Idea : કોરોના કાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. ઘણા લોકોના વ્યવસાય ધંધા (Business) પર અસર થઈ છે. ત્યારે અનેક લોકો ફરીથી શરૂઆત (New business) કરવા માંગે છે. તેઓ પોતાનો વેપાર ધંધો શરૂ કરવા માંગે છે. જો તમે પણ બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોવ તો અહીં ખૂબ સારો વિકલ્પ (Best business Idea) આપવામાં આવ્યો છે. જેના થકી તમે ઓછા રોકાણ (starting own business)માં વધુ વળતર (Earn money) આપતો ધંધો શરૂ કરી શકો છો.
પૌઆ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય
તમે પૌઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ (Poha manufacturing) સ્થાપી શકો છો. પૌઆને પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. પૌઆને મોટે ભાગે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. પૌઆ બનાવવા અને પચાવવા સરળ છે. એટલા માટે પૌઆનું બજાર ઝડપથી વધી રહ્યું છે. આ કિસ્સામાં, તમે પૌઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ (profitable business) સ્થાપીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (khadi village industries commission) દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેટ પ્રોફાઇલ રિપોર્ટ મુજબ પૌવા મેન્યુફેક્ચરિંગ યુનિટના પ્રોજેટ પાછળ આશરે રૂ.2.43 લાખનો ખર્ચ થાય છે અને સરકાર તમને 90 ટકા સુધીની લોન પણ આપશે. એટલે કે તમે માત્ર 25,000 રૂપિયાથી આ બિઝનેસ શરૂ કરી શકો છો. અહીં આ વ્યવસાય શરૂ કરવાની પદ્ધતિ (How to start own business) અંગે જાણકારી આપવામાં આવી છે.
કેટલો ખર્ચ થશે?
KVICના રિપોર્ટ મુજબ આ બિઝનેસ માત્ર 2.43 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે. તમે લગભગ 500 ચોરસ ફૂટની જગ્યામાં યુનિટ સ્થાપિ શકો છો. યુનિટ પર તમારે એક લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. પૌઆ મશીન, સિવ્સ, ભઠ્ઠી, પેકિંગ મશીન, ડ્રમ વગેરે પાછળ પણ તમારે એક લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચ કરવી પડશે. આ રીતે તમારો કુલ ખર્ચ 2 લાખ રૂપિયા થશે. બીજી તરફ વર્કિંગ કેપિટલનો ખર્ચ માત્ર 43,000 રૂપિયા થશે.
કમાણી કેટલી થઈ શકે?
પ્રોજેટ રિપોર્ટ મુજબ પ્રોજેટ શરૂ કર્યા પછી તમારે કાચો માલ લેવો પડશે. તેના માટે તમને લગભગ 6.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આટલાં ખર્ચ બાદ તમે લગભગ 1000 ક્વિન્ટલ પૌઆનું ઉત્પાદન કરી કરશો. ઉત્પાદન પાછળ રૂ. 8.60 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 1000 ક્વિન્ટલ પૌઆ લગભગ 10 લાખ રૂપિયામાં વેચી શકો છો. મતલબ કે તમે લગભગ 1.40 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
આવી રીતે મળશે લોન
KVICના આ અહેવાલ મુજબ, જો તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો અને ગ્રામ ઉદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન માટે અરજી કરો તો તમને લગભગ 90 ટકા લોન મળી શકે છે. KVIC દર વર્ષે ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લોન આપે છે. તેનો લાભ પણ લઈ શકો છો
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business idea, Business Ideas, Business news, Business news in gujarati, Low cost Business Idea, New business idea