Home /News /business /Business Idea : આ ઝાડ લગાવવાથી હરીયાળી જ નહી, પૈસા પણ કમાશો, જુઓ તમને કેવી રીતે બનાવશે કરોડપતિ

Business Idea : આ ઝાડ લગાવવાથી હરીયાળી જ નહી, પૈસા પણ કમાશો, જુઓ તમને કેવી રીતે બનાવશે કરોડપતિ

સાગની ખેતી

New Business Idea: સાગ રૂપી રૂપિયાનું ઝાડ તમને કરી શકે છે માલામાલ, સાગની ખેતી કરી તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો? જાણો

Business opportunity- દેશમાં ઘણા યુવાનો છે, જેઓ હવે નોકરીને બદલે નવા બિઝનેસને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઘણા શિક્ષિત લોકો હવે ખેતીમાં પોતાનું કરિયર ઉજળું બનાવી રહ્યા છે. (farming) તેઓ પરંપરાગત પાક ઉગાડવાને બદલે, ઔષધી છોડ, ફળ-ફૂલ અથવા લાકડાની ખેતી કરે છે. જો તમેં કૈક નવો, ફાયદેમંદ અને ઉપયોગી વ્યવસાય વિચારી રહયા છો, તો ખેતી એક સારો વિકલ્પ છે, આવી ખેતીમાં તમારે સાગની ખેતી કરવી જોઈએ. (Teak, saag wood) તેની ખાસ વાત એ છે કે સાગ ઓછા પાણીમાં, ઓછા ખર્ચે અને ઓછી માવજતે વધું આવક આપે છે.(business idea) પણ હા, સાગમાંથી કમાણી કરવા માટે તમારે ઓછામાં ઓછા 12 વર્ષ સુધી રાહ જોવી પડશે. પરંતુ, 12 વર્ષ પછી એક એકર સાગ તમને કરોડપતિ બનાવી દેશે!

હાલમાં, સાગના લાકડાની ખુબ માંગ છે. સાગના લાકડાના કુલ વપરાશના માત્ર 5 ટકા જ સાગ ભારતમાં ઉપલબ્ધ છે. એક અંદાજ મુજબ, ભારતને વાર્ષિક 180કરોડ ક્યુબિક ફીટ સાગના લાકડાની જરૂર છે, પરંતુ દર વર્ષે માત્ર 90 કરોડ ઘનફૂટ સાગનું લાકડું પ્રાપ્ત થાય છે. આનાથી તમે અંદાજ લગાવી શકો છો કે આ ખેતીથી કેટલો નફો કમાઈ શકો છો. સાગના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, જહાજો, રેલ્વે કોચ અને અન્ય ફર્નિચર બનાવવા માટે થાય છે. સાગના લાકડામાંથી તેની છાલ અને પાંદડા પણ દવા બનાવવા વપરાય છે.

સાગની ખેતી કેવી રીતે કરવી?

સાગના છોડ ઉગાડવા માટે કોઈ ખાસ પ્રકારની જમીનની જરૂર નથી. સાગ 'લોમી' જમીનમાં સરળતાથી ઉગે છે. એવી જગ્યા જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં સાગનું વાવેતર ન કરવું જોઈએ. પાણી ભરાવાને કારણે સાગના છોડને રોગ થાય છે અને તે સુકાઈ જાય છે. સાગના છોડ ભારતના તાપમાનમાં ઉગવા અનુકૂળ છે, સામાન્ય રીતે, તે 15 થી 40 ડિગ્રી તાપમાનમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. સાગના રોપા વાવવાનો યોગ્ય સમય ચોમાસાના વરસાદની શરૂઆત પહેલાનો છે.

કેટલો ખર્ચ થશે?

સાગના છોડ થોડા મોંઘા છે. જો કોઈ વ્યક્તિ બીજમાંથી પોતાના છોડ તૈયાર કરે અને તેને રોપે, તો સસ્તું પડી શકે છે. પરંતુ મોટાભાગના ખેડૂતો આમ કરી શકતા નથી. કારણ કે ખેતરમાં રોપવા માટે સાગના છોડની ઉંમર ઓછામાં ઓછી 18 મહિના હોવી જોઈએ. તેથી જ ખેડૂતો રોપાઓ નર્સરીમાંથી ખરીદ્યા પછી જ વાવે છે. સારી જાતના સાગના છોડની કિંમત લગભગ 60 રૂપિયા હોય છે. એક એકરમાં ઓછામાં ઓછા 400 છોડ વાવી શકો છે.

આ રીતે એક એકરમાં છોડ રોપવા માટે 24,000 રૂપિયા માત્ર છોડ પર જ ખર્ચવા પડે છે. છોડ રોપવા માટે જમીન તૈયાર કરવામાં અને ખાડાઓ ખોદવામાં પણ ખર્ચ કરવો પડે છે. છોડને રોપ્યા પછી, નિંદામણ દૂર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ પ્રથમ વર્ષમાં એક એકર સાગના ખેતરમાં લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ પછી તેના પરનો ખર્ચ ઘટીને અડધાથી પણ ઓછો થઈ જાય છે.

આ પણ વાંચોનોકરી છોડીને પત્ની સાથે મોતીની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે લાખોની કમાણી કરી

કરશો કરોડોની કમાણી!

સાગનું ઝાડ 12 વર્ષમાં પરિપક્વ થાય છે. તે 25,000 રૂપિયામાં વેચાય છે. સાગના છોડ એકસાથે વધતા નથી. જો એક એકરમાં 400 રોપા વાવવામાં આવે તો તેમાંથી અડધા 12 વર્ષ પછી કાપવા માટે તૈયાર થઈ જશે. આ રીતે ખેડૂત 12 વર્ષ પછી કરોડો રૂપિયાની કમાણી કરશે અને તેની કમાણી ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે. એકવાર સાગનો છોડ કાપ્યા પછી, તે ફરીથી તેની જાતે ઉગે છે. આ પણ તેનો એક ફાયદો છે. સાગના છોડની ઉંમર 200 વર્ષ હોય છે.
First published:

Tags: Business idea, Business Ideas, Low cost Business Idea, New business idea