Home /News /business /

નોકરી છોડીને પત્ની સાથે મોતીની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે લાખોની કમાણી કરી

નોકરી છોડીને પત્ની સાથે મોતીની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે લાખોની કમાણી કરી

મોતીની ખેતી

Business Idea : કેવી રીતે કરવામાં આવે છે કૃત્રિમ મોતીની ખેતી (Pearl farming) ? આખું કુટુંબ સાથે મળી કામ કરે છે, પ્રાણીઓનો વિશિષ્ટ રીતે કરે છે ઉછેર

  મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના સોહાગપુરના કમાટી રંગપુર ગામમાં રહેતા અમિત બામોરિયા (Amit bamoriya) PWD વિભાગની નોકરી છોડીને ખેતી (pearl farming) કરે છે. તેમની પત્ની અને માતા-પિતા પણ આ ખેતી કામમાં મદદ કરે છે. તેમણે પોતાની વારસાઈ જમીન પર બનાવેલા તળાવમાં મોતીની ખેતી કરે છે. આ સાથે તેઓ માછલી, બકરી અને મરઘાંનો ઉછેર પણ કરે છે. એક ખેડૂત સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વાર્ષિક 50 હજારથી 1 લાખ રૂપિયા જ કમાય છે, પરંતુ અમિત તેની એક એકર જમીનમાંથી 8થી 10 લાખ રૂપિયા કમાય છે. (organic farming business)

  અમિત બામોરિયા કહે છે કે, તેઓ મધ્યપ્રદેશના પહેલાં ખેડૂત છે, જે મોતીની ખેતી કરે છે. ન્યૂઝ18ને જણાવ્યું કે, તેમના પિતા રામલાલ બામોરિયા એ 1982માં માછલી ઉછેર માટે તેમના ખેતરમાં એક તળાવ બનાવ્યું હતું. પિતા ઘણાં સમયથી માછલીની ખેતી કરે છે. અમિતે વિચાર્યું કે, આ તળાવમાં બીજું શું કરી શકાય. પછી તેણે મોતીની ખેતી વિશે જાણ્યું અને શીખ્યા. વર્ષ 2016થી મોતીની ખેતી શરૂ કરી. આગળ જણાવે છે કે, પહેલા દોઢ વર્ષમાં મોતીની ખેતીમાં 30 હજારના ખર્ચે 1લાખ રૂપિયાનો નફો થયો હતો.

  મોતીની ખેતી વિશે વધુમાં જણાવે છે કે, મોતીની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે કરી શકાય છે. એક છીપમાં બે મોતી બને છે. એક છીપ પાછળ એક વર્ષમા 40 થી 100 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. તે કહે છે કે 10×10 એટલે કે 100 ચોરસ ફૂટ જમીનમાં 1000 છીપ રાખી શકાય છે. હાલ તેમની પાસે દોઢ એકરનું તળાવ છે. આ એક મોતીની કિંમત બજારમાં 300 થી 1000 રૂપિયાની આસપાસ છે.

  કેવી રીતે કરવામાં આવે છે કૃત્રિમ મોતીની ખેતી?

  ન્યૂઝ18ને અમિત બામોરિયાએ જણાવ્યું કે, ન્યુક્લિયર એટલે કે મોતીના બીજને કેલ્શિયમ કાર્બોનેટ અને અન્ય 6 પ્રકારના પાવડરમાંથી તેનું બીજ તૈયાર કરવામાં આવે છે. જીવતા છીપને અડધો ઇંચ જેટલું ખોલી તેમાં ન્યુક્લિયર (બીજ) પ્લાન્ટ કરવામાં આવે છે. જે કદનું બીજ છીપમાં રોપવામાં આવે, તે જ કદનું મોતી તૈયાર થાય છે, તળાવમાં 3 ફૂટ સુધી પ્લાસ્ટિકની બોટલમાં 4 થી 5 છીપને જાળીથી બાંધવામાં આવે છે. પાણીમાં મોજા આવવાથી છીપ સક્રિય થાય છે. છીપ પર જમા થયેલી લીલ, શેવાળને દૂર કરવી જરૂરી છે. છીપ ત્રણ વર્ષની થાય, ત્યારથી તેમાં મોતી બનવાની શરૂઆત થાય છે. એક છીપમાં પાંચ જેટલા મોતી બનાવી શકાય છે. 3 ઇંચના છીપમાં 2 મોતી થાય છે. એક છીપનું આયુષ્ય 6 વર્ષ સુધીનું હોય છે.

  આખું કુટુંબ સાથે મળી કામ કરે છે, પ્રાણીઓનો વિશિષ્ટ રીતે કરે છે ઉછેર

  અમિતે જણાવ્યું કે, તેના પિતા રામલાલ અને માતા કેસરબાઈ બામોરિયા માછલી, બકરી અને કડકનાથ ચિકન ઉછેરવામાં નિષ્ણાત છે. તેમજ તેમની પત્ની સુલક્ષણા મોતીના કામમાં માહેર છે.

  અમિત બામોરિયા, ઇઝરાયેલની હાઇડેન્સિટી પદ્ધતિથી ખેતી કરે છે. માછલી ઉછેરની સાથે તેઓ મોતીની ખેતી પણ કરે છે. તેમની પાસે માછલી, મરઘા, બકરા પણ છે. આ બધાને પાળવામાં સૌથી મોટો ખર્ચ તેમના ખાવા-પીવામાં થાય છે. તેઓ ઓછા ખર્ચે અને કોઈપણ કેમિકલના ઉપયોગ વગર તેમનું પાલન કરે છે. બકરી અને મરઘીઓમાંથી જે વેસ્ટ નીકળે છે તે માછલીઓને આપવામાં આવે છે. માછલીઓ જે કચરો કાઢે છે તે પાણીનો ઉપયોગ ખેતી માટે કરીએ છીએ. જેના કારણે તેમને પાક માટે યુરિયા, ડીએપી જેવા ખાતરો ઉમેરવાની જરૂર નથી પડતી. એ જ ઓર્ગેનિક પાકમાંથી જે શાકભાજી કે અનાજ નીકળે છે, તે ફરીથી મરઘાં, બકરીને ખવડાવવામાં આવે છે. આમ તેમની આ સાયકલ ચાલુ રહે છે અને તેમના ખાવા-પીવાનો ખર્ચ બચી જાય છે.

  પ્રવાસી ગ્રાહકો, નફામાં પુરસ્કાર

  નજીકમાં આવેલા પ્રવાસ સ્થળ સાતપુડા ટાઈગર રિઝર્વ, માધાઈની મુલાકાત લેતા પ્રવાસીઓ દ્વારા તેમના મોટાભાગની ચિકન અને માછલીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની બકરીઓ, કડકનાથ મરઘાં અને માછલીના ગ્રાહક આ પ્રવાસીઓ જ છે.

  આ પણ વાંચોHeavy Rain elert : આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા સહીત આ રાજ્યમાં એલર્ટ જાહેર

  તમામ પ્રકારની ખેતી કરીને આ પરિવાર વાર્ષિક આશરે 20 લાખ રૂપિયા કમાય છે. તેઓ આ તમામ કામ જાતે જ કરે છે, તેમજ મોતી ઉછેર, માછલી, મશરૂમ ઉછેરની તાલીમ આપવાનું કામ પણ કરે છે. સરકારે પણ તેમના આ કામની પ્રશંસા કરી છે. અમિત બામોરિયાને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા હોલિસ્ટિક ફાર્મર એવોર્ડ પણ મળ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business idea, Business Ideas, New business idea

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन