Home /News /business /ભંગારના વેપારમાં છે ચાંદી જ ચાંદી, MBA પછી ભંગારથી કરી કરોડોની કમાણી; તમે પણ શીખો બિઝનેસની ટ્રિક્સ

ભંગારના વેપારમાં છે ચાંદી જ ચાંદી, MBA પછી ભંગારથી કરી કરોડોની કમાણી; તમે પણ શીખો બિઝનેસની ટ્રિક્સ

ભંગાર ખરેખર તો ખૂબ જ કિંમતી હોય છે તેનો વેપાર કરીને કરોડો કમાઈ શકો છો.

Business Idea: ખેતીથી લઈને પ્રોડક્શન સુધીના અનેક બિઝનેસ આઈડિયા આપણે અત્યાર સુધી ચર્ચા કરી ચૂક્યા છે. પરંતુ આજે જર હટકે બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છે. આ બિઝનેસ એટલે ભંગારનો બિઝનેસ કબાડીનો બિઝનેસ, જી હાં, તમે બિલકુલ બરાબર જ વાંચ્યું ભંગારનો બિઝનેસ કરોડોની કમાણી કરી આપતો વેપાર છે અને એમબીએ કરેલા શુભમ કુમાર જયસ્વાલ જેવા ઉચ્ચ અભ્યાસ કરેલા વ્યક્તિએ આ બિઝનેસમાં તગડી કમાણી કરી છે. આવો તમની પાસેથી જાણીએ ટ્રિક્સ.

વધુ જુઓ ...
  મુંબઈઃ ભંગારનું નામ સાંભળતા જ ઘરમાં રાખેલી બધી વસ્તુઓ યાદ આવી જાય છે જે હવે કોઈ કામની નથી. જે વ્યક્તિઓ ભંગાર ખરીદે છે તેમને આપણે ભંગારવાળા કહીએ છે. જોકે તમને નહીં ખબર હોય કે ભંગારનો આ વેપાર ખૂબ જ સારી કમાણી કરી આપતો વેપાર છે. અગાઉ અને હજુ પણ દેશના મોટાભાગના વિસ્તારમાં ભંગાર ખરીદવાવાળા રેકડી અથવા લારી લઈને નીકળે છે અને ઘરે ઘરે ફરીની આવી વસ્તુઓ ભેગી કરે છે. પહેલા આ કામને નીચુ કામ ગણવામાં આવતું, પરંતુ આજકાલ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ પણ આ ધંધો કરી રહ્યા છે. તેની પાછળ એક જ કારણ છે જે છે આ બિઝનેસમાં મળતો ખૂબ જ સારો નફો.

  શુભમકુમાર જયસ્વાલની કહાની


  શુભમ કુમારે ભંગારનો ધંધો શરૂ કર્યો અને આજે બીજાને પણ નોકરી આપી રહ્યા છે. શુભમે નોઈડાથી MBA નો અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં, અન્ય યુવાનોની જેમ, તેઓ પણ નોકરીની શોધમાં હતા, આ દરમિયાન તેની મુલાકાત એક ભંગાર વેચનાર સાથે થઈ. જ્યારે શુભમે તેની આવક વિશે સાંભળ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર્યું કે તેઓ નોકરી માટે આટલી દોડધામ કરી રહ્યા છે, તેનાથી વધુ રુપિયા તો ભંગારના બિઝનેસમાં છે. શુભમે પણ ભંગારનો ધંધો શરૂ કરવાનું મન બનાવી લીધું હતું. આ વ્યવસાયનું આધુનિકીકરણ કરીને, તેમણે 'ધ કબાડી.કોમ'ની સ્થાપના કરી. શરૂઆતમાં શુભમે પોતે એક રિક્ષા અને ત્રણ લોકો સાથે ઘરે-ઘરે જઈને કચરો એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાની કંપનીને જંક સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના નામે રજીસ્ટર કરી.

   આ પણ વાંચોઃ નિફ્ટીએ બુલિશ કેન્ડલ બનાવી, જો 17300ની બાધા પાર કરશે તો રોકેટની જેમ ઉડશે

  ભંગારના વેપારમાં જોખમ ખૂબ જ ઓછું


  શુભમના કેસમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. મહત્વનું છે કે કોરોના પછી, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી, ધંધામાં મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભંગારનો વેપાર ખૂબ જ ઉત્તમ છે. જેમાં જોખમ ઓછું હોય અને નફો સારો એવો હોય છે. તેમજ આ બિઝનેસ તમે કોઈપણ ગામ કે શહેરમાં શરૂ કરી શકો છો. આવો આ બિઝનેસની કેટલીક પાયાની વસ્તુઓ જાણીએ.

  ભંગારમાં કેવી કેવી વસ્તુઓ આવે?


  ઘરની દરેક વસ્તુઓ જે હવે નકામી બની ગઈ છે તે ભંગારમાં આવે છે. પરંતુ આજકાલ વસ્તુઓને રિસાયકલ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં આવી રહી છે. આમ કરવાથી માત્ર બેરોજગારી જ નથી ઘટતી, પરંતુ ખરાબ વસ્તુઓના કારણે થતા પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. આવા ભંગારમાં લોખંડ, ફ્રિજ, કુલર, ટીવી, કાર્ડબોર્ડ, પ્લાસ્ટિકનો સામાન, પંખો, એસી, મોટરસાયકલ, ઈલેક્ટ્રોનિક સામાન, નકામા કાગળ સહિતની તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે, જે હવે વાપરી શકાય તેમ નથી. તેમજ ન તો રિપેર કરી શકાય અને ન તો મોંઘા ભાવે વેચી શકાય.

  આ પણ વાંચોઃ આ ફૂટવેર કંપનીના સ્ટોક પર શેરખાનને ભરોસો, પ્રતિ શેર 165 રુપિયાનો ઉછાળો આવી શકે

  કેવી રીતે શરું કરશો વેપાર?


  ભંગારનો બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે જગ્યા હોવી જરૂરી છે. કેટલી જગ્યા જોઈશે, તે તમારા વ્યવસાયના વ્યાપ પર નિર્ભર રહેશે. શરૂઆતમાં ઘરના એક જ રૂમમાંથી કામ શરૂ કરી શકાય છે, પરંતુ બાદમાં જેમ જેમ કામ વધે તેમ તેમ મોટી જગ્યાની જરૂર પડશે. જો તમારી પાસે જગ્યા ન હોય તો તમે તેને ભાડેથી ખરીદી શકો છો. જગ્યાની પસંદગી એવી જગ્યાએ કરવી જ્યાં વાહનો કચરો ખાલી કરવા માટે આવી શકે. આ ઉપરાંત આ જગ્યાનું લોકેશન એવું રાખો જેથી લોકોને ખબર પડે કે જો તેમની પાસે ભંગાર છે તો અહીં તેઓ વેચી શકે છે.

  જરૂરી દસ્તાવેજો


  જો તમે આ બિઝનેસ મોટા પાયે શરૂ કરવા માંગો છો તો તમારે GST રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પરંતુ શરૂઆતમાં નાના પાયે બિઝનેસ શરું કરવા માટે તે જરૂરી નથી. જોકે કેટલાક જાણકારો કહે છે કે કામ શરૂ કરતી વખતે જ GST રજિસ્ટ્રેશન કરાવવું વધુ સારું રહેશે. કારણ કે એક વખત કામ આગળ વધે તો એક દસ્તાવેજના કારણે ઘણી બધી બાબતોને અટકાવવી પડી શકે છે.

  ભંગારનું શું કરવું?


  તમે ભંગાર સાથે ઘણું કરી શકો છો. તમે ઘર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ભંગાર એકઠો કરીને તેને કોઈપણ રિસાયક્લિંગ કંપનીઓને વેચી શકો છો. ઘણી મોટી કંપનીઓ સારી કિંમતે ભંગાર ખરીદે છે. આવી ઘણી કંપનીઓ પણ છે જ્યાંથી ભંગારનો જંગી જથ્થો બહાર આવે છે, જે તેઓ મફતમાં અથવા તો નજીવી કિંમતે વેચે છે. આવી કંપનીઓનો સંપર્ક કરીને ભંગાર ખરીદી શકાય છે. પછી તમે તેને સારી કિંમતે વેચી શકો છો. આ સિવાય તમે પોતે પણ ભંગારને રિસાઇકલ કરી શકો છો. જેમ કે ખુરશી-ટેબલ, વાસણો, સજાવટની વસ્તુઓ, પ્લાસ્ટિકના નાના દાણા બનાવીને વેચી શકાય છે. આ સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવીને સારી કિંમતે વેચી શકાય છે.

   આ પણ વાંચોઃ 'પુષ્પા' મૂવીવાળા લાલ ચંદની ખેતી તમને થોડા વર્ષોમાં બનાવી શકે કરોડપતિ, આ રહી A to Z માહિતી

  પહેલા રિસર્ચ કરો આ વ્યવસાય તમે કરી શકશો?


  કોઈપણ વ્યવસાય શરૂ કરતા પહેલા તેને લગતી તમામ માહિતીની જાણકારી લેવી જરૂરી છે. જો તમે કચરો ભેગો કરીને રિસાયક્લિંગ કંપનીઓ અથવા કેન્દ્રોને વેચવા માંગતા હો, તો તમારે કામ શરૂ કરતા પહેલા આવી જગ્યાઓ વિશે જાણી લેવું જોઈએ અને સંપર્ક સ્થાપિત કરવો જોઈએ.

  ભંગારનો વેપાર ખૂબ વ્યાપક છે


  દર વર્ષે વિશ્વભરમાં 2 અબજ ટનથી વધુ ભંગારનું ઉત્પાદન થાય છે. જેનો ક્યારેય પૂરેપૂરો ઉપયોગ થતો નથી. ભારતમાં પણ દર વર્ષે નીકળતા ભંગારનું પ્રમાણ ઘણું વધારે છે. વસ્તીની દ્રષ્ટીએ વિશાળ આ દેશમાં ઉત્પન્ન થતા આટલા મોટા જથ્થામાં ભંગારને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, સરકાર પણ ઇચ્છે છે કે તેનો ઉપયોગ કરવામાં આવે, જેથી પર્યાવરણ પર તેની વિપરીત અસર ન થાય. તેથી જ આજકાલ સરકાર પણ આવા અનેક સેન્ટર ચલાવી રહી છે જ્યાં ભંગાર ખરીદીને નવી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.


  શુભમે કરી તગડી કમાણી


  કબાડી.કોમના માલિક શુભમે ભંગારના બિઝનેસમાંથી સારો એવો નફો મેળવ્યો છે. તેઓ ઘણા લોકો માટે પ્રેરણારુપ બની ગયા છે. જેમને જોઈને ઘણા યુવાનો આ કામ વિશે સમજ્યા છે અને કરી રહ્યા છે. શુભમે પોતાના ત્રણ સાથીઓ સાથે આ કામ શરૂ કર્યું અને પોતાની એક કંપની સ્થાપી. આ કંપની દર મહિને 40 થી 50 ટન ભંગાર એકત્ર કરે છે. હવે ઘણા લોકો આ કંપનીમાં જોડાયા છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business idea, Earn Money Tips, Garbage

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन