Home /News /business /

Business Idea : કપલ્સને ભેગા કરી કમાઓ રૂપિયા, ખુબજ ઓછા ખર્ચે શરૂ કરો મેરેજ બ્યુરો

Business Idea : કપલ્સને ભેગા કરી કમાઓ રૂપિયા, ખુબજ ઓછા ખર્ચે શરૂ કરો મેરેજ બ્યુરો

મેરેજ બ્યુરોનો બિઝનેસ

Marriage Bureau : જો તમારામાં બે ઘરોને ભેગા કરવાની ક્ષમતા છે તો મેરેજ બ્યુરો નો બિઝનેસ તમારા માટેજ છે. તેમાં રોકાણ ખુબજ ઓછુ અને નફો ખુબજ વધુ હોય છે. આ બિઝનેસ માટે વધુ જગ્યાની પણ જરૂરિયાત નથી. ફક્ત તમારામાં હુનર હોવું જરૂરી છે.

    Marriage Bureau : જોડીઓ ભલે ઉપર બનતી હોય પણ તેને ભેગા તો ધરતી પર જ કરવામાં આવે છે. અગાવ આ કામ ઘરના વડીલો વચેટિયાઓ ની મદદથી કરતા હતા. આ વચેટિયાઓ વર અને કન્યાની બંને બાજુઓને જાણતા હતા. પણ બદલાતા સમયની સાથે આ પધ્ધતિ પણ બદલાય ગઈ છે અને આ વચેટીયાઓની જગ્યા હવે મેરેજ બ્યુરોએ લઇ લીધી છે.

    જો તમારામાં બે ઘરોને ભેગા કરવાની ક્ષમતા છે, તો મેરેજ બ્યુરો નો બિઝનેસ તમારા માટેજ છે. તેમાં રોકાણ ખુબજ ઓછુ અને નફો ખુબજ વધુ હોય છે, તેમાં જરૂરી છે એકવાર મજબૂત સંપર્કો બંધાવાની. ત્યાર પછી ખુબજ ઉંચા પ્રમાણમાં નફો મેળવી શકો છો.

    શુ છે મેરેજ બ્યુરો

    મેરેજ બ્યુરો આધુનિક મધ્યસ્થી છે. જે બંને પક્ષોને છોકરો કે છોકરી સંબંધિત માહિતી પુરી પડે છે. તેમની પાસે ઘણા વિકલ્પો પણ હોય છે, જે તેઓ બંને પરિવારોને બતાવે છે. એકવાર લગ્ન થયા પછી બંને પરિવાર પાસેથી કમિશન લે છે અને આ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આજના સમયમાં તો યોગ્ય પાત્રો બતાવા માટે પણ ચાર્જ વસુલવામાં આવે છે.

    કેવી રીતે શરૂ કરી શકાય

    શરૂ કરવા માટે મોટી જગ્યાની જરૂર નથી. તમે એક નાના રૂમ અને હોલથી શરૂઆત કરી શકો છો. જેમાં રૂમ તમારી ઓફિસ અને હોલ નો ઉપયૉગ રિસેપ્શન તરીકે કરી શકો છો. તમારે 2 માણસોની જરૂર રહેશે. એક રિસેપ્શન માટે અને બીજો તમારા ગ્રાહક ની સુવિધા અને અન્ય કામ માટે. તમારો રૂમ એટલો મોટો હોવો જોઈએ કે જેમાં આસાનીથી ચાર થી છ લોકો નો સમાવેશ થઇ શકે. એ પછી તમારી પાસે કલાઇન્ટ હોવા પણ જરૂરી છે. શરૂઆત માં તમારી પાસે જો વધુ કલાઇન્ટ ના હોય તો પણ કોઈ પરેશાની ની વાત નથી. સમયની સાથે સાથે તમારો કલાઇન્ટ બેઇઝ વધતો જશે અને મુશ્કેલીઓ ઓછી થતી જશે.

    ખર્ચ અને આવક

    જો તમે આ કામ તમારા ઘરમાંજ શરૂ કરી રહ્યા છો તો તમારું ભાડું બચી જશે. તમારે શરૂઆતમાં તમારા બે કર્મચારીઓનો પગાર અને વીજળી બિલ નું જોવું પડશે. વ્યવસાય નોંધણી માટે કેટલીક રકમ ખર્ચવી પડશે. 50 હજારથી 1 લાખ સુધી ના રોકાણમાં તમે શરૂઆત કરી શકશો. કમાણી ની વાત કરીએ તો તમે રજિસ્ટ્રેશનનો ચાર્જ લઇ શકો છો. જે 500 થી 2500 રૂપિયા સુધી હોય શકે છે. એ પછી જો બે પાર્ટી વચ્ચે સગપણ થાય તો બંને પાસેથી કમિશન તો મળશેજ. જે 5 હજાર થી 50 હજાર નું હોય શકે છે.

    આ પણ વાંચોBusiness Idea : ખેડૂતો થઈ જશે માલામાલ, રૂ. 8000 ક્વિન્ટલના ભાવે વેચાતા ઘઉંની કરો ખેતી

    માર્કેટિંગ 

    તમે વેબ સાઈટ બનાવી શકો છો. છાપામાં તેમજ ટીવી ચેનલોમાં જાહેરાત પણ આપી શકો છો. પેમ્પલેટ વિતરણ પણ કરી શકો છો. આવા ઘણા પ્રકારે તમે તમારા વ્યવસાયની જાહેરાત કરી શકો છો અને વધુ ને વધુ નવા ગ્રાહકોને તમારી તરફ આકર્ષિત કરી શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन