Earn Money : આ રીતો અપનાવી તમે તમારી કાર દ્વારા કમાઇ શકો છો વધારે પૈસા, જાણો દમદાર આઇડીયા વિશે

રાઇડ શેરીંગ ડ્રાઇવર બની તમારી કાર વડે પૈસા કમાવવાનો સૌથી સરળ રસ્તો છે (પ્રતિકાત્મક તસવીર)

Business Idea- તમારે કોઇ અલગથી રોકાણ (Investment)ની જરૂર નથી. માત્ર તમારા વાહન (Use Your Car)નો ઉપયોગ કરીને તમે પૈસા કમાઇ શકો

  • Share this:
જો તમે પણ વધારાની આવક (Earn Money) મેળવવાનું વિચારી રહ્યા હોય અને કોઇ તકની શોધમાં હોય તો આજે અમે તમને એક એવા આઇડિયા (Business Idea) વિશે જણાવીશું, જેના દ્વારા તમે વધારે પૈસા કમાઇ શકો. તેના માટે તમારે કોઇ અલગથી રોકાણ (Investment)ની જરૂર નથી. માત્ર તમારા વાહન (Use Your Car)નો ઉપયોગ કરીને તમે પૈસા કમાઇ શકો છો. જી હાં, તમે વિચારી રહ્યા હશો કે આ કઇ રીતે શક્ય છે. તો આવો જાણીએ આ દમદાર પ્લાન (Business Idea) વિશે વધુ વિગતવાર.

રાઇડ શેરીંગ ડ્રાઇવર

રાઇડ શેરીંગ ડ્રાઇવર બની તમારી કાર વડે પૈસા કમાવવાનો સૌથી સરળ રસ્તો છે. તમે કોઇ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રોપ કરશો અને તે તમને કોઇ એપ દ્વારા પૈસા આપશે. જોકે, આ વિચારનો અમલ કરતા પહેલા તમારે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે. આજે ઉબર, લીફ્ટ, વિંગ્ઝ અને અન્ય લોકલ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જેની સાથે જોડાઇને પણ તમે આ કામ કરી શકો છો.

ફૂડ ડિલીવરી

આજે ફૂડની હોમ ડિલીવરી લોકોમાં સૌથી લોકપ્રિય ટ્રેન્ડ બન્યો છે. તમને ઘરે બેઠા તમારી પસંદનું ભોજન એક ડિલીવરી બોય આપી જાય છે અને તમે તેને માણી શકો છો. તેથી આ પણ તમારા વાહનનો ઉપયોગ કરી આવક ઊભી કરવાનો એક સારો વિકલ્પ ગણાવી શકાય. આજે દેશમાં સ્વીગી, ઝોમેટો, ઉબર ઇટ્સ, ડોરડેશ, પોસ્ટમેટ્સ, ગ્રબહબ વગેરે જેવા અનેક ઓનલાઇન પ્લેટ ફોર્મ ઉપલબ્ધ છે. જેઓ લોકોને ઘરે ફૂડ ડિલીવરી આપવાની સેવા પ્રદાન કરે છે. તમે પણ તેમાં જોડાઇને વધારાની આવક ઊભી કરી શકો છો. જોકે આ તમામ માધ્યમો પોતાના અમુક નિયમો અને લાયકાતો ધરાવે છે. જે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

આ પણ વાંચો - Parle G, Krackjack બિસ્કિટની કિંમતોમાં વધારો, જાણો કેટલા થશે મોંઘા

વસ્તુઓની ડિલીવરી

જો તમને ફૂડ ડિલીવરી કરવાનો વિચાર યોગ્ય લાગતો હોય તો કોઇ અન્ય વસ્તુઓ પણ ડિલીવર કરવા અંગે વિચારી શકો છો. તમે તમારા વાહનમાં કોઇનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવીને તેના માટે પૈસા ચાર્જ કરી શકો છો. પોસ્ટમેટ્સ, ઇન્સ્ટાકાર્ટ, શિપ્ટ, અમેઝોન ફ્લેક્સ કે પછી અન્ય ખાસ ડિલીવરી સર્વિસમાં જોડાઇને તમે આ કામ સરળતાથી કરી શકો છો. તેના માટે પણ તમારે ગાડીના કાગળો, લાયસન્સ અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખવા ખાસ જરૂરી છે.

તમારી કારને બનાવો જાહેરાત માધ્યમ

તમે ઘણી વખત ઓટો રીક્ષા કે કોઇ કારમાં કોઇ વસ્તુ કે વેચાણની જાહેરાતના પોસ્ટર લાગેલા જોયા હશે. તેથી જો તમારી પાસે નવું વાહન હોય અને તમે લાંબી મુસાફરી કરતા હોય તો તમારી કાર રિમૂવેબલ એડવર્ટાઈઝિંગ ડીકલ્સ માટે પસંદ થઇ શકે છે. આ વિચારનો મુખ્ય ફાયદો તે છે કે તમારે કોઇ વસ્તુ પહોંચાડવાની કે અલગથી વધારે ડ્રાઇવિંગ કરવાની જરૂર રહેતી નથી. જોકે તમારે એડવર્ટાઇઝરની લઘુત્તમ કિમીની જરૂરીયાત પૂરી કરવાની રહેશે. માર્કેટમાં કાર્વર્ટાઇઝ અને રેપિફાઇ જેવી બે દિગ્ગજ કાર-રેપિંગ કંપનીઓ છે. જેની સાથે જોડાઇને તમે સરળતારી મોટી કમાણી કરી શકો છો.

કારને ભાડે આપો

જો તમારી કાર લાંબા સમય માટે ઉપયોગમાં લેવામાં આવતી ન હોય તો તમે તેને લોકલ વિસ્તારમાં ટૂંકા સમયગાળા માટે ભાડે આપી શકો છો. શહેરમાં એવા ઘણા ટ્રાવેલર્સ અને લોકો હશે જેમની પાસે પોતાની કાર નથી, અને જેઓ શહેરમાં ચાલતા અનેક ભાડાઓથી દૂર રહેવા માંગે છે. તમે આવા લોકોને તમારી કાર ઉપયોગમાં ન હોય ત્યારે ભાડે આપીને પૈસા કમાઇ શકો છો.

આ પણ વાંચો - RD Interest Rates: તમારા RD એકાઉન્ટના વ્યાજદર પર આ બાબતોની થઈ શકે અસર

પરંતુ હા, તમે જ્યારે વાહન ભાડે આપો ત્યારે તેને ઉપયોગમાં લઇ શકતા નથી અને છેલ્લી ઘડીએ કોઇ નવી ટ્રીપ પ્લાન કરી શકતા નથી. જો તમારી પાસે નવી કાર હોય તો તમે નિયમિતપણે ભાડે આપી શકો છો, તો તમે દર મહિને બાજુની આવકમાં કેટલાક પૈસા કમાઈ શકો છો. આ માટે તમે હાયરકાર, ટ્યૂરો, ગેટારાઉન્ડ જેવા શોર્ટ ટર્મ કાર રેન્ટલ વિકલ્પો પસંદ કરી શકો છો.

અન્ય લોકોને મદદ કરો

કોઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઇ રહ્યું છે તો તેના સામાનની હેરફેર માટે કોઇ વાહનની જરૂર તો ચોક્કસપણ પડશે. તો તેના માટે તમારે મોટા ટ્રક કે ફુલ સાઇઝ વાનની જરૂર નથી. બસ એક યોગ્ય સાઇઝની બેકસીટ પર્યાપ્ત છે. કે જેના પર સામાનને ફેરવવા માટે સરખી રીતે ગોઠવી શકાય. આ સિવાય તમારે થોડો શારિરીક શ્રમ કરવો પડી શકે છે. તમે ટાસ્કરેબિટ, DIY મૂવિંગ હેલ્પ જેવા વિકલ્પો વિશે વિચારી શકો છો.
First published: