Earn Money: જો તમે બિઝનેસ (Business Opportunity) માટે કૃષિ ક્ષેત્રે તમારું નસીબ અજમાવવા માંગતા હોવ, તો ખેતી સિવાય અન્ય ઘણા વિકલ્પો છે. જે તમને નફાની ગેરંટી આપે છે. જેમાંથી એક છે મરઘાં ઉછેર (Poultry Farming)નો વ્યવસાય. જો તમે નાના પાયે મરઘાં ઉછેર કેન્દ્ર (Poultry Farm) શરૂ કરવા માંગતા હોવ તો ઓછામાં ઓછા 50,000થી 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે નાના સ્તરે એટલે કે 1500 મરઘીઓથી લેયર ફાર્મિંગ શરૂ કરો છો, તો તમે દર મહિને 50 હજારથી 1 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.
સૌથી પહેલા પૈસાની વાત
જો તમે નાના પાયે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરવા માંગતા હોવ તો ઓછામાં ઓછા 50,000થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જો તમે મોટા સ્તરે આ બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો, તો તેનો ખર્ચ 1.5 લાખથી 3.5 લાખ રૂપિયા થશે. પોલ્ટ્રી બિઝનેસ શરૂ કરવા ઘણી નાણાંકીય સંસ્થાઓ પાસેથી બિઝનેસ લોન લઈ શકાય છે.
સરકાર 35 ટકા સબસિડી આપશે
પોલ્ટ્રી ફાર્મ બિઝનેસ લોન પર લગભગ 25 ટકા સબસિડી મળે છે. જયારે SC-ST કેટેગરીને પ્રોત્સાહિત કરવા માટે આ સબસિડી 35 ટકા સુધી હોઈ શકે છે. આ બિઝનેસની ખાસિયત છે કે, તેમાં અમુક રકમ રોકવી પડે છે અને બાકીની રકમ બેંક પાસેથી લોન તરીકે મળી જશે.
આ રીતે આ કરો બિઝનેસ પ્લાનિંગ
આ બિઝનેસમાં કમાણી સારી હોઈ શકે છે, પરંતુ આ બિઝનેસમાં હાથ અજમાવતા પહેલાં યોગ્ય તાલીમ લેવી જરૂરી છે. જો તમે 1500 મરઘીઓના ટાર્ગેટથી કામ શરૂ કરવા માંગતા હોય, તો 10 ટકા વધુ મરઘી ખરીદવી પડશે. કારણ કે અકાળે રોગને કારણે મરઘીઓના મૃત્યુનો ભય રહે છે.
ઇંડામાંથી પણ થશે જબરદસ્ત કમાણી
દેશમાં ઇંડાનાં ભાવ વધવા લાગ્યા છે. ઓક્ટોબરની શરૂઆતથી ઇંડા 7 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ઇંડાના ભાવમાં વધારા સાથે ચિકનના પણ ભાવ વધી ગયા છે.
મરઘાં ખરીદવાનું બજેટ 50 હજાર રૂપિયા
લેયર પેરેન્ટ બર્થની કિંમત આશરે 30થી 35 રૂપિયા છે. એટલે કે ચિકન ખરીદવા માટે 50 હજાર રૂપિયાનું બજેટ રાખવું પડશે. હવે તેમને ઉછેરવા માટે વિવિધ પ્રકારના ખોરાક ખવડાવવા પડે છે અને દવાઓ પર પણ ખર્ચ કરવો પડે છે.
સતત 20 અઠવાડિયા સુધી મરઘાંને ખવડાવવાનો ખર્ચ 1થી 1.5 લાખ રૂપિયા જેટલો થશે. એક લેયર પેરેન્ટ બર્ડ એક વર્ષમાં લગભગ 300 ઇંડા મૂકે છે. 20 અઠવાડિયા પછી મરઘીઓ ઇંડા આપવાનું શરૂ કરે છે અને એક વર્ષ માટે ઇંડા મૂકે છે. 20 અઠવાડિયામાં તેમના ખોરાકનો ખર્ચ લગભગ 3થી 4 લાખ રૂપિયા થાય છે.
આવી સ્થિતિમાં 1500 મરઘીઓ સરેરાશ 290 ઇંડા એટલે કે દર વર્ષે લગભગ 4,35,000 ઇંડા આપે છે. વેસ્ટ બાદ પણ જો 4 લાખ ઇંડા વેચી શકાય, તો એક ઇંડાનો હોલસેલ ભાવમાં રૂ. 6.00એ વેચાય છે. એટલે કે તમે માત્ર એક વર્ષમાં ઇંડા વેચીને ઘણું કમાઈ શકો છો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર