Home /News /business /ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

આ બિઝનેસ કરીને તમે તગડી કમાણી કરી શકો, ઘરથી ઓફિસ, સ્કૂલથી હોસ્પિટલ અને હોટેલથી નાના ટી સ્ટોલ બધે જ ખૂબ માંગ.

Business Idea: આજના સમયમાં દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે પોતાનો ધંધો હોય તો વર્ષે સારી એવી કમાણી કરી શકાય. ત્યારે આધુનિકતા અને ટેક્નોલોજીના આ સમયમાં એક પરંપરાગત બિઝનેસ તમને તગડી કમાણી કરાવી શકે છે. કારણ કે આ બિઝનેસની પ્રોડક્ટની માંગ ઘર, ઓફિસ, રેસ્ટોરાં, હોટેલ, સ્કૂલ, હોસ્પિટલથી લઈને નાના નાના ટી સ્ટોલ અને ફૂડ સ્ટોલ પર પણ રહે છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ જો તમે પણ નોકરી કરીને કંટાળી ગયા હોવ કે પોતાનું કંઈક કરવા માગતા હોવ પરંતુ રોકાણથી લઈને બિઝનેસ કેટલો ચાલશે તેની ચિંતા રહેતી હોય તો આજે અમે તમને એક એવા બિઝનેસનો આઈડિયા આપી રહ્યા છીએ જેની માંગ સતત વધી રહી છે. આજના સમયમાં લોકોની આદતો પણ ઝડપથી બદલાઈ છે અને તેના સાથે આ પ્રોડક્ટ લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે. આ પ્રોડક્ટ એટલે ટિશ્યુ પેપર, આજે ટીસ્યુ પેપર ઘર, ઓફિસ, રેસ્ટોરાં, હોટલ, શાળાઓ, હોસ્પિટલો, ઢાબાઓ અને નાના ટી સ્ટોલ પર પણ જોવા મળે છે. તેની ઉપયોગિતા વધવા પાછળનું એક કારણ એ છે કે તેનાથી પાણીનો બગાડ અટકે છે. ત્યારે આ બિઝનેસ તમને ખૂબ જ કમાણી કરાવી શકે છે.

  આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

  પહેલા માર્કેટ રિસર્ચ કરો


  જો તમે પણ એવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, જે તમને વધુ નફો આપે, જેની ડિમાન્ડ પણ વધારે હોય, તો તમે સરળતાથી ટિશ્યુ પેપર બનાવવાનું કામ શરૂ કરી શકો છો. જોકે આ બિઝનેસ કરવા માટે તમારે પહેલા પોતાની આસપાસ માર્કેટ અંગે પૂરતી જાણકારી લેવી જોઈએ પછી જ આ બિઝનેસ શરું કરવો જોઈએ. કારણ કે કોઈપણ નવો ધંધો શરૂ કરતા પહેલા તમારી પાસે તેના વિશેની તમામ માહિતી હોવી જોઈએ. જેમ કે તમારે કયા પ્રકારનું ટિશ્યુ પેપર બનાવવું છે? કેટલો ખર્ચ થશે? કાચો માલ કેટલો અને શું હશે, ક્યાંથી મળશે. કયું મશીન સારું છે? માલ તૈયાર થયા પછી કોને વેચવામાં આવશે? માર્કેટિંગ પડકારો શું છે? તમારે પહેલા તમામ સંશોધન કરવું પડશે.

  ટીશ્યુ પેપરના પ્રકાર


  આ વ્યવસાય વિશે સૌથી સારી બાબત એ છે કે તમારી પાસે ટિશ્યુ પેપર બનાવવા માટે ઘણા વિકલ્પો છે. તમે જુદા જુદા પ્રકારના અને આકારના ટીશ્યુ પેપર બનાવી શકો છો. જેમ કે, નેપકિન, ફેશિયલ ટીશ્યુ પેપર, કિચન નેપકિન્સ, વાઈપ્સ, ટોઈલેટ પેપર, હેંડકરચીફ પેપર, હાઉસહોલ્ડ ટોવેલ્સ સહિતના જુદા જુદા પ્રકારના આ પેપર માટેના જુદા જુદા ગ્રાહકો માર્કેટમાં હોય છે. આ તમામ પ્રકારના ટિશ્યુ પેપર તમે તમામ બનાવીને પણ સારો નફો મેળવી શકો છો. તેનું ઉત્પાદન એક શીટ અથવા અનેક શીટનો ઉપયોગ કર્યા પછી કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ વડોદરા રાજપરિવારની આ કંપનીએ શેરબજારમાં ધમાલ મચાવી, 4 મહિનામાં રુ.1 લાખને 45 લાખ કરી આપ્યા

  ટિશ્યુ પેપર બિઝનેસમાં નફાની શક્યતા વધુ


  હાલમાં બજારમાં ભલે ટીશ્યુ પેપર કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ સાથે તેની માંગ પણ વધી રહી છે. લગ્ન અને પાર્ટીઓ જેવી ઘણી ઇવેન્ટ્સમાં પણ તેની ખૂબ માંગ છે. તમે આ બિઝનેસને નાના પાયે પણ શરૂ કરી શકો છો. આ માટે તમારે પહેલા રોકાણ કરવાની જરૂર પડશે જે માટે જમીન, કર્મચારીઓ, કાચો માલ, મશીન, તેમજ લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પણ જરૂર પડશે.

  તમે આ બિઝનેસથી વાર્ષિક 90 લાખથી વધુની કમાણી કરી શકો છો. એક વર્ષ માટે કર્મચારીઓનો પગાર, કાચો માલ, વીજળી બિલ જેવા તમામ ખર્ચ દૂર કર્યા પછી પણ, તમે સરળતાથી 15 લાખથી વધુનો નફો કમાઈ શકો છો. સાથે જ મોટા પાયે શરૂ કરાયેલા કામમાં 20 ટકા સુધીનો નફો પણ મેળવી શકાય છે.

  આ પણ વાંચોઃ Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

  સરકાર મદદ કરે છે


  ભારત સરકાર હવે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ પર ચાલી રહી છે. જેમાં ભારતમાં ઉત્પાદિત માલને ઘણી જગ્યાએ છૂટ આપવામાં આવે છે. નવો વ્યવસાય શરૂ કરનારાઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા દરે લોન પણ આપવામાં આવે છે. આ સાથે સરકાર નવા ઉદ્યોગ સાહસિકોને ટેક્સમાં છૂટ સહિત અન્ય ઘણા લાભો આપી રહી છે. જેથી વિદેશમાંથી ઓછો માલ ખરીદવામાં આવે અને દેશમાં બનેલો માલ સરળતાથી વિદેશમાં મોકલી શકાય.

  ટીશ્યુ પેપર બનાવવાની કિંમત


  તમારે ટિશ્યુ પેપર બનાવવાના વ્યવસાયમાં લગભગ 10 લાખનું રોકાણ કરવું પડશે. જેમાં મશીનની કિંમત, કાચો માલ અને અન્ય ખર્ચ સામેલ હશે. આજકાલ ઓટોમેટિક મશીનો બજારમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં માત્ર એક જ મશીનથી કામ શરૂ કરી શકાય છે અને તેને આગળ વધારી શકાય છે. આ મશીનો સ્થાનિક બજારમાંથી અથવા તો ઓનલાઈન ખરીદી શકાય છે.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

  જગ્યા કેટલી જોઈએ


  તમારે ટીશ્યુ પેપર બનાવવા માટે જગ્યા પણ પસંદ કરવી પડશે. આ માટે તમે તમારા ઘરથી પણ શરૂઆત કરી શકો છો. તેમજ જો તમે ઇચ્છો તો ભાડા પર જગ્યા લઈને પણ સેટઅપ કરી શકો છો. જગ્યા એટલી હોવી જોઈએ કે મશીનો લગાવી શકાય, કર્મચારીઓ આવી શકે, કાચો અને ઉત્પાદિત માલ રાખી શકાય.

  લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો


  આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે લાઇસન્સ અને ઘણા દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં સામેલ છે - ફેક્ટરી લાઇસન્સ, GST નંબર, કંપની રજિસ્ટ્રેશન (તમે કંપની બનાવ્યા વિના નાના પાયા પર પણ કામ શરૂ કરી શકો છો. પરંતુ આવા કિસ્સામાં તમારી ઉત્પાદન ક્ષમતા મર્યાદિત રહેશે.), બિઝનેસ લાઇસન્સ, BIS પ્રમાણપત્ર, નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર, ડ્રગ અને કોસ્મેટિક લાઇસન્સ વગેરે પ્રકારના લાઈસન્સ તમારે જરુર રહેશે.

  આ પણ વાંચોઃ કોઈ મોટા ખતરાનો સંકેત આપી રહ્યું છે બજાર પર સતત વધતું દબાણ!

  ટીશ્યુ પેપર માટે કાચો માલ


  ટીશ્યુ પેપર બનાવવા માટે વધુ કાચા માલની જરૂર પડતી નથી. આ માટે જમ્બો પેપર રોલ, ગુંદર અને સેલોફેનની જરૂર પડશે. તમે ઈન્ડીમાર્ટ, અલીબાબા જેવી સાઈટ પરથી પેપર રોલ્સ ઓનલાઈન પણ ખરીદી શકો છો. 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોના પેપર રોલ લઈ શકાય છે. પેપર રોલની કિંમત પેપરના GSM પર આધાર રાખે છે. વિવિધ પ્રકારના ટીશ્યુ માટે જુદા જુદા પ્રકારના કાગળની જરૂર પડે છે.

  કેવી રીતે તૈયાર થશે પ્રોડક્ટ?


  ટીશ્યુ બનાવવા માટે હવે તો ઓટોમેટિક મશીનો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં માત્ર કાગળ નાખવામાં આવે છે, ત્યારબાદ ફાઈનલ પ્રોડક્ટ જ બહાર આવે છે. સૌથી પહેલા પેપર રોલ મશીનમાં નાખવામાં આવે છે. જો તમે રંગીન કાગળ બનાવવા માંગો છો, તો આ માટે મશીનમાં વિકલ્પ ઉપલબ્ધ રહે છે. તમે તમારો મનપસંદ રંગ ઉમેરીને મશીન પર પેપર રોલને લગાવી શકો છો. આ સાથે તમે ઈચ્છો તો કોઈનો લોગો કે ટેગ પણ લગાવી શકો છો.

  કલરિંગ અને ટેગિંગ પછી, કાગળ એમ્બોસિંગ દ્વારા પારદર્શક સ્વરૂપમાં બહાર આવે છે. જે પછી પેપર રોલને ફોલ્ડિંગ સેક્શનમાં કાપવામાં આવે છે અને અંતે આપણને અમારું મનપસંદ ટિશ્યુ પેપર મળે છે. આ કામ કરવા માટે તમારે બે થી ત્રણ લોકોની જરૂર પડી શકે છે.

  આ પણ વાંચોઃ Gas Price Hike: તહેવારોમાં કમરતોડ મોંઘવારીનો ઝટકો, 8-12 રુપિયા વધી શકે છે CNGના ભાવ

  ટીશ્યુ પેપર પેકિંગ


  ટીશ્યુ પેપર બનાવ્યા બાદ તેને પેકેટમાં પેક કરવામાં આવે છે. તમે પોલીથીન પર તમારી કંપનીનો લોગો અને ટેગ લગાવી શકો છો. તમારે 50 કે 100 ટિશ્યુ પેપરના બંડલ તૈયાર કરવાના હોય છે.

  ટીશ્યુ પેપરના વેચાણ માટે માર્કેટ


  રેસ્ટોરાં અને હોટલોમાં ટીશ્યુ પેપરનો વ્યવસાયિક ઉપયોગ થાય છે. એટલા માટે તમે આવી જગ્યાઓને પહેલા ટાર્ગેટ કરી શકો છો અને ત્યાં સારું માર્કેટિંગ કરીને તમારો માલ વેચી શકો છો. કોઈપણ વસ્તુનું વેચાણ વધારવા માટે સારી માર્કેટિંગ વ્યૂહરચના પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમે નજીકના દુકાનદારો, મોલ અને એવી જગ્યાઓનો પણ સંપર્ક કરી શકો છો જ્યાં ટિશ્યુ પેપર વેચી શકાય. વધુ નફા માટે ગ્રાહકોનો સીધો સંપર્ક કરવો સારું રહેશે. આ માટે તમે સોશિયલ મીડિયા માર્કેટિંગનો પણ ઉપયોગ કરી શકો છો

  વ્યવસાયમાં જોખમ


  આમ તો આ બિઝનેસમાં જોખમ નહીવત છે અને નફો રહેવાની શક્યતા વધુ છે. પણ સૌથી વધુ નુકસાન એ સમયે થાય છે જ્યારે કોઈ પણ ધંધો વિચાર્યા વગર, કોઈ પણ જાણકારી વગર શરૂ કરવામાં આવે છે, અથવા બજારની માંગને અવગણવામાં આવે છે. જો તમે પણ આ વ્યવસાયને યોગ્ય સ્થાને અને ગ્રાહકોની માંગ અનુસાર કરશો તો વિચાર્યા કરતાં વધુ નફો મેળવી શકો છો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business Ideas, Earn Money Tips, Investment tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन