Home /News /business /Business idea: ઘર બેઠા શરૂ કરો હર્બલ હેર ઓઈલનો બિઝનેસ, થશે લાખો રૂપિયામાં કમાણી

Business idea: ઘર બેઠા શરૂ કરો હર્બલ હેર ઓઈલનો બિઝનેસ, થશે લાખો રૂપિયામાં કમાણી

હર્બલ હેર બિઝનેસ

Unique Business idea: આજકાલ નાના બાળકોથી લઈ યુવોનાનો અને વૃધ્ધો માટે હર્બલ હેર ઓઈલ (Hair Oil Business) એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયું છે.

મુંબઈ. Business idea: આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ પ્રત્યે વધુ જાગૃત (Health awareness) બન્યા છે. આ જ કારણ છે કે લોકો બજારમાં ઉપલબ્ધ સ્વાસ્થ સંસાધનોથી પરિચિત છે અને તેને લઈને જાગૃત પણ છે. લોકોની આ જાગૃતિ હવે તેમને કેમિકલયુક્ત વસ્તુઓના વપરાશ કરતા રોકે છે. આવામાં લોકો હર્બલ અને હોમ મેઈડ (Herbal And home made) વસ્તુઓ તરફ વળ્યા છે. આજના આ આર્ટિકલમાં અમે તમને આવા જ એક બિઝનેસ આઈડિયા (business idea) વિશે જણાવીશું જે તમને સારો નફો કમાવી આપશે. અમે હર્બલ ઓઈલ બિઝનેસની વાત કરી રહ્યાં છીએ. આજકાલ નાના બાળકોથી લઈ યુવોનાનો અને વૃધ્ધો માટે હર્બલ હેર ઓઈલ (Hair Oil Business) એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયું છે. એવામાં આનો બિઝનેસ શરૂ કરી તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો.

કઈ રીતે શરૂ કરી શકાય હર્બલ હેર ઓઈલનો બિઝનેસ?

1) લાઇસન્સ અને રજીસ્ટ્રેશન

જે પ્રમાણે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે લાઇસન્સ મેળવવું ખૂબ જરૂરી છે, તે જ રીતે હર્બલ હેર ઓઈલનો બિઝનેસ શરૂ કરતા પહેલા પણ લાઇસન્સ મેળવવું ખૂબ જરૂરી છે. જો તમે નાના પાયે આ બિઝનેસ શરૂ કરવા માંગતો હોવ તો તમારે ફર્મ રજીસ્ટ્રેશન અને લોકલ ઓથોરિટી તથા આયુર્વેદ વિભાગની મંજૂરી લેવાની જરૂર પડશે. આ સિવાય તમારે નીચે જણાવેલા લાયસન્સ મેળવવાના રહેશે.

- MSME ઉદ્યોગ આધાર
- ફર્મનું રજીસ્ટ્રેશન
- IEC કોડ
- ટ્રેડ માર્ક
- GST રજીસ્ટ્રેશન
- ટ્રેડ લાયસન્સ

કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ અને એડ્રેસ પ્રુફ હોવા જરૂરી છે. જો તમે તમારા બિઝનેસમાં કર્મચારીઓને પગાર પર રાખવા માંગો છો તો તમારે શ્રમ વિભાગ, ઈપીએફ અને ઈએસઆઈમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

2. જરૂરી મશીનો

- તેલ અને અન્ય સામગ્રીઓ મિક્સ કરવા માટે ટેન્ક અથવા કોઈ મોટું પાત્ર
- તેલ ગાળવા માટે ઉપકરણ
- ટેસ્ટિંગ મશીન
- તૈયાર તેલને નાની મોટી બોટલોમાં ભરવા માટે એક રિફિલિંગ મશીન
- બોટલો બંધ કરવા માટે સીલિંગ મશીન
- વજન કાંટો
- પેકિંગ મશીન

3. નફો

હર્બલ હેર ઓઈલના બિઝનેસમાં સારો નફો મેળવી શકાય છે. જો નાના સ્તરે આ બિઝનેસ કરવામાં આવતો હોય તો તમે માસિક 20થી 50 હજાર સુધીનો નફો મેળવી શકો છો. મધ્યમ કદના બિઝનેસમાં એ નફો રૂ. 1 લાખ સુધી પણ પહોંચી શકે છે અને જો તમે મોટાપાયે આ બિઝનેસ કરતા હોવ તો તમે મહિને 2થી 4 લાખને નફો પણ મેળવી શકો છો. ધ્યાનમાં રાખો કે આ બિઝનેસમાં નફો બિઝનેસ કરનાર વ્યક્તિની આવડત અને તેની ગ્રાહકોને આકર્ષવાની ક્ષમતા પર આધાર રાખે છે. હેલ્થ કોન્શ્યસ લોકોમાં વધારો થવાને કારણે લોકો આવા તેલ ખરીદવા વધુ આકર્ષાય છે.

4. મેન પાવર

જો તમે નાના સ્તર પર આ બિઝનેસની શરૂઆત કરી રહ્યાં છો તો તમારે ઓછામાં ઓછા 2થી 3 કુશળ કારીગરોની જરૂર પડશે, સાથે જ અન્ય 1 કે 2 સામાન્ય કારીગરો પણ જરૂરી છે. જો તમે મધ્મમ સ્તર પર બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યાં હોવ તો તમારે 5થી 8 કારીગરોની જરૂર પડશે. જો તમે મોટાપાયે આ બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો તો જરૂરિયાતને બિઝનેસના કદના આધારે માનવશ્રમ રોકવો પડશે.

5. ચોક્કસ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરો

નવા બિઝનેસ અથવા કંપનીની શરૂઆતમાં એક સાથે એક કરતા વધુ ઉત્પાદનો પર હાથ અજમાવવો યોગ્ય નથી. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યાં છો તો શરૂઆત માત્ર એક જ પ્રકારના પ્રોડક્ટથી કરો અને તેની ગુણવત્તા પર જ ધ્યાન આપે. સમયની સાથે તમ અન્ય ઉત્પાદનો પણ શરૂ કરી શકો છો.

6. લોકેશન

જ્યાંથી કાચા માલની અવર-જવર સરળતાથી થઈ શકે અથવા કાચો માલ નજીકથી મળી જતો હોય તેવી જગ્યા પ્રોસેસિંગ પ્લાન્ટ અથવા ગોડાઉન તરીકે પસંદ કરવી. આ સાથે જ પાણી અને વીજળી પૂરતી મળી રહે તે બાબતનું પણ ધ્યાન રાખવું. આ પ્રકારના બિઝનેસની શરૂઆત કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા 300 ચો. મિટરની જગ્યા હોવી જરૂરી છે.

7) વેચાણના સ્થળો

- લોકલ બિઝનેસ
- છૂટક વેપારી
- સુપર માર્કેટ
- ઓનલાઈન વેચાણ
- ડિસ્ટ્રીબ્યૂટર્સ
- આયુર્વેદિક સ્ટોર્સ
- ઉત્પાદન પ્રક્રિયા

આ પણ વાંચો: Small Business Idea: એડવર્ટાઈઝિંગ એજન્સી શરૂ કરી સરળતાથી કરો મોટી કમાણી, જાણો A to Z

8) મિશ્રણ

સૌથી પહેલા તમારે બેસ ઓઈલ, હર્બલ અર્ક, રંગ અને સુગંધ તમામ સામગ્રીને મિક્સ કરવાની રહેશે. 15 થી 20 મિનિટ સુધી તમામ સામગ્રી સારી રીતે મિક્સ કરી તેને 2-3 કલાક સુધી રહેવા દો.

ગાળવું: 2-3 કલાક બાદ તૈયાર સામગ્રીને ગાળી લો.

પરીક્ષણ: ગાળી લીધા બાદ તૈયાર તેલને પરીક્ષણ માટે મોકલો જો તેમાં કોઈ કમી હોય તો તેના પર કામ કરો.

બોટલિંગ અને લેબલિંગ: પરીક્ષણમાં પાસ થયા બાદ અલગ અલગ સાઈઝની બોટલમાં આ તેલ ભરો અને તેના પર લેબલ લગાવો.

પેકેજીંગ: તમામ પ્રક્રિયા પૂર્મ થયા પછી બોટલોનુ પેકેજીંગ કરો. ધ્યાનમાં રાખો કે તમારો તૈયાર માલ એક સ્થળએથી બીજા સ્થળે મોકલામાં રસ્તામાં તેને કોઈ નુકસાન ન થાય અને તે ઢોળાઈ ન જોય તે રીતે તેનું વ્યવસ્થિત પેકિંગ કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Business idea, Hair, આરોગ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन