Home /News /business /Business Idea: બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો
Business Idea: બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો
Business Idea: બિઝનેસ કરીને મસમોટી કમાણી કરવા માગતા લોકો માટે અહીં જોરદાર આઈડિયા આપવામાં આવ્યો છે. આ બિઝનેસ બારેય માસ ચાલી શકે છે અને ઊંચું વળતર પણ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ બિઝનેસની પ્રોડક્ટ ગામ કે શહેર સહિતના કોઈ પણ વિસ્તારમાં ચાલી શકે છે.
Business Idea: નાના ધંધાની તલાશમાં હોય તો ટામેટાના સોસનો બિઝનેસ સારી કમાણી આપી શકે એમ છે. તેના માટે તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂરિયાત રહેશે નહિ. અહીં જાણો તેના વિશેની સંપૂર્ણ માહિતી.
Tomato sauce Business: ભારતમાં ટામેટાનો ઉપયોગ ખુબ સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો અહીં દરેક ઘરમાં ટામેટાનો દરરોજ ઉપયોગ થાય છે. તેમજ ટમેટાથી બનતી વસ્તુઓની માગ પણ ખુબજ રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ફાસ્ટ ફૂડનું પણ ચલણ વધી રહ્યું છે. તેનો ઉપયોગ નાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી કરવામાં આવી રહ્યો છે. જો તમે ટમેટો સોસ બનાવી તેના બિઝનેસનો પ્લાન કરી રહ્યા હોય તો તમને એક સારી કમાણીની તક મળી શકે એમ છે. ટમેટો સોસ બનાવવા માટેનો પ્લાન્ટ પણ તમે થોડા જ સમયમાં શરૂ કરી શકો છો.
આ બિઝનેસમાં તમે 2 લાખ રૂપિયાનું ફિક્સ રોકાણ કરીને વાર્ષિક 30 હાજર કિલો સોસનું ઉત્પાદન કરી શકો છો. તેના માટે તમારે પલ્પર, સ્ટિરર, સ્ટીમ જેકેટેડ, કન્ટેનર, ફર્નિચર અને કોમ્પ્યુટરની જરૂર રહેશે. બઝારમાંથી તમને રૂ.60,000 ના ભાવનું પલ્પર અને રૂ.20,000 માં સ્ટિરર મળી જશે. આ સિવાયના અન્ય સાધનો માટે થોડો ખર્ચ કરવો પડશે. આ પ્લાન્ટ ચલાવવા માટે તમારે 10 હોર્સ પાવરના વીજળી કનેક્શનની જરૂર રહેશે.
કેટલો થશે અન્ય ખર્ચ
ચોક્કસ રોકાણની સાથો સાથ તમારે મેન પાવરની પણ જરૂરિયાત રહેશે. તેના માટે તમારે એક મેનેજર, બે સેલ્સ પર્સન, બે કારીગરોની જરૂરિયાત ઉભી થશે. કુલ પાંચ વ્યક્તિઓ પર તમારે મહિને આશરે રૂ.60,000 નો ખર્ચ કરવો પડશે. તેના સિવાય વીજળી, પાણી, ટેલિફોન વગેરે પર અંદાજે રૂ.20,000 નો ખર્ચો થઇ જશે. તેમજ તમારે અન્ય કાચા માલ પર પણ ખર્ચ કરવો પડશે.
જો શરૂઆતના સમયમાં તમારી પાસે પૂરતું નાણું નથી તો તમે બેંક લોન પણ લઇ શકો છો. સરકાર પણ ઈ-મુદ્રા યોજના હેઠળ લોન આપી રહી છે. આ યોજના હેઠળ તમે ઓછા વ્યાજદરે મશીનરી, ફર્નિચર અને કાર્ય મૂડી માટે લોન મેળવી શકો છો.
કઈ રીતે બનાવશો ટમેટો સોસ
સૌવ પ્રથમ પાણીથી ચોખ્ખા કરીને તેને કાપવામાં આવે છે. ત્યાર પછી તેને ઉકાળવામાં આવે છે અને જ્યુસ કાઢવામાં આવે છે. આ પ્રક્રિયામાં અન્ય વેસ્ટ પદાર્થને દૂર કરવામાં આવે છે. પછી આદુ, લસણ, લવિંગ, કાળા મરી, મીઠું, ખાંડ અને વિનેગર ઉમેરવામાં આવે છે. આ સોસને લાંબા સમય સુધી સલામત રાખવા માટે પ્રિઝર્વેટીવનું મિશ્રણ કરવામાં આવે છે. અંતમાં બોટલ, પાઉંચમાં એર ટાઈટ પેક કરીને ડિસ્ટ્રીબ્યુશન માટે મોકલવામાં આવે છે.
ટમેટો સોસ પ્લાન્ટથી તમે પ્રતિ કિલો 95 રૂપિયાની કમાણી કરી શકો છો. વાર્ષિક 30 હજાર કિલો ઉત્પાદનના હિસાબથી જોઈએ તો 28.5 લાખ રૂપિયાની કમાણી શક્ય બનશે. જો કુલ ખર્ચ બાદ કરી દેવામાં આવે તો વાર્ષિક 4 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી શકાય છે. આજના સમય અને તેની માગને જોતા ટામેટાના સૂપનો બિઝનેસ સારી કમાણી આપવા માટે સક્ષમ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર