Home /News /business /Business Idea: કાજુની ખેતી કરી કરોડપતિ બનો, જાણો કેવી રીતે શરૂઆત કરશો
Business Idea: કાજુની ખેતી કરી કરોડપતિ બનો, જાણો કેવી રીતે શરૂઆત કરશો
કાજુની ખેતીના મબલખ પાક ઉતારી કરોડો રૂપિયા કમાવી શકાય છે - ફાઇલ તસવીર
Business Idea: ભારતમાં કુલ કાજુનું ઉત્પાદનનું 25 ટકા જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે. તેની ખેતી કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશામાં થાય છે.
Business Idea: જો તમે એવો કોઈ બિઝનેસ વિચારી રહ્યા છો કે જેમાં નુકસાન થવાનો ચાન્સ ઘણો ઓછો હોય અને ધૂમ કમાણી થાય તો અમે તમને એક બિઝનેસ આઇડિયા સજેસ્ટ કરી રહ્યા છીએ કે જેની બજારમાં જબરદસ્ત ડિમાન્ડ છે. આ એક એવી પ્રોડક્ટ છે, જે ગમે તે ઋતુમાં ખાઈ શકાય છે. આ સિવાય તેને બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધા જ હોંશેહોંશે ખાય છે. તેટલું જ નહીં, ગામડાંઓથી લઈને શહેરો સુધી આ પ્રોડક્ટની ડિમાન્ડ રહે છે.
અમે વાત કાજુની ખેતીની વાત કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખેતીમાં બદલાવ આવ્યો છે. આ દેશના ખેડૂત પારંપારિક ખેતી છોડીને નફો કમાવવા માટે વધુ ધ્યાન આપી રહ્યા છે. સરકાર પણ પોતાની તરફથી ખેડૂતોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે. કાજુના વૃક્ષ વાવીને ખેડૂત સારી કમાણી કરી શકે છે.
ગરમીના માહોલમાં વૃક્ષનો ઉછેર સારો થાય
કાજુને સૂકામેવા તરીકે વધુ લોકપ્રિય છે. તેનું ઝાડ હોય છે. તેના વૃક્ષની લંબાઈ 14 મીટરથી લઈને 15 મીટર સુધીની હોય છે કે તેથી વધુ પણ હોઈ શકે છે. વૃક્ષ વાવ્યાંના ત્રણ વર્ષમાં તેમાં ફળ આવે છે. કાજુ સિવાય તેના છોતરાંનો પણ ઉપયોગ થાય છે. તેના છોતરાંમાંથી પેઇન્ટ અને લુબ્રિકન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. જો કે, કાજુની ખેતી ખૂબ ફાયદાકારક છે. કાજુનું વૃક્ષ ગરમ માહોલમાં સારી રીતે ઉછરી શકે છે. તેની ખેતી માટે 20થી 35 ડિગ્રી વચ્ચે તાપમાન જરૂરી હોય છે. આ સિવાય તેને કોઈપણ પ્રકારની માટીવાળી જમીનમાં વાવી શકાય છે. તેના માટે લાલ માટી સારી ગણવામાં આવે છે.
ભારતમાં કાજુના કુલ ઉત્પાદનમાંથી 25 ટકા જેટલું ઉત્પાદન થાય છે. તેની ખેતી મુખ્યત્વે કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થાય છે. જો કે, હવે ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ તેની ખેતી થાય છે.
કાજુના ઝાડ એકવાર વાવ્યાં પછી ઘણાં વર્ષો સુધી ફળ આપે છે. બસ જ્યારે તેની વાવણી કરવાની હોય છે ત્યારે ખર્ચો આવે છે. એક હેક્ટરમાં કાજુના 500 વૃક્ષ વાવી શકાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એક વૃક્ષ 20 કિલો જેટલા કાજુ આપે છે અને એક હેક્ટરમાંથી 10 ટન કાજુનો પાક મેળવી શકાય છે. ત્યારબાદ પ્રોસેસિંગનો ખર્ચ થાય છે. બજારમાં કાજુ 1200 રૂપિયા કિલો સુધી વેચવામાં આવે છે. એવામાં જો તમે વધુ વૃક્ષો વાવીને ખેતી કરો તો કરોડપતિ બની શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર