Home /News /business /કડવા લીમડાના મીઠાં ફાયદા, તમને બનાવી શકે કરોડપતિ, સમજો બિઝનેસનું આખું ગણિત

કડવા લીમડાના મીઠાં ફાયદા, તમને બનાવી શકે કરોડપતિ, સમજો બિઝનેસનું આખું ગણિત

લીમડાના પાઉડરનો બિઝનેસ તમને ઘરે બેઠાં બેઠાં લાખોની કમાણી કરાવી શકે અને આ બિઝનેસ સાવ મફતમાં પણ શરું કરી શકો.

Business Idea For Neem Powder: કડવા લીમડાના આરોગ્ય ફાયદા અંગે તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ આ લીમડો તમને આર્થિક રીતે પણ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આ લીમડાની ખેતીથી તમે ખૂબ જ સહેલાઈથી કરોડપતિ બની શકો છો. અહીં આપણે કડવા લીમડાના પાઉડરની વાત કરી રહ્યા છીએ. આ બિઝનેસ તમે ઘરે બેઠાં પણ કરી શકો છો. માર્કેટમાં લીમડાના પાઉડર, છાલ, દાંતણ અને પાનની માંગ હંમેશા રહે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ લીમડો ભલે કડવો હોય પણ તેના ગુણ ખૂબ જ મીઠાં હોય છે, આ વાક્ય તો તમે અનેકવાર સાંભળ્યું હશે પરંતુ લાગે છે કે તમે તેને બરાબર સમજી શક્યા નથી. અહીં ગુણ તમે ફક્ત આરોગ્યને લક્ષીને જ સમજ્યા છો જ્યારે આજના સમયમાં આ મીઠાં ગુણ આર્થિક ફાયદાકારક પણ છે. તમને નહીં ખબર હોય કે લીમડાના ઝાડના દરેક ભાગથી તમે ખૂબ જ તગડી કમાણી કરી શકો છો. પછી તે લીમડાના બીજ હોય કે તેની છાલ કે પછી લાકડું હોય કે તેનું દાંતણ અને લીમડાના પાન તો ખરાં જ, આ બધી જ વસ્તુની માંગ માર્કેટમાં ખૂબ જ રહે છે.

તેમાં પણ જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી લોકોમાં આયુર્વેદ પ્રત્યે રુચી વધી છે અને લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા સાથે સાથે જુદી જુદી બીમારીઓ સામે લડવા માટે આયુર્વેદનો સહારો લઈ રહ્યા છે. આયુર્વેદમાં લીમડાના અનેક ફાયદા વર્ણવ્યા છે. કેટલીય બીમારીઓના કારગર ઉપચારમાં લીમડાનો ઉપયોગ થાય છે. ચામડી, વાળ, આંખ અને દાંત માટે તો લીમડો એક વરદાન સ્વરુપ જ સાબિત થાય છે. તો હવે ચાલો તેનાથી થતી કમાણી વિશે પણ વધુ જાણી લઈએ. તમે સાવ ઓછા ખર્ચમાં કઈ રીતે લીમડાની પ્રોડક્ટથી ત્રણથી ચાર ગણો અથવા તો તેનાથી પણ વધારે તગડો નફો કમાઈ શકો છો.

આ પણ વાંચોઃ  નોકરીનું ટેન્શન છોડો ઓછા રોકાણમાં તગડી કમાણી કરાવશે આ બિઝનેસ

લીમડાના પાનનો પાવડર


લીમડાનું વૃક્ષ ગમે ત્યાં સરળતાથી મળી જાય છે. જો તમે ગામડામાં રહો છો તો તમારા માટે લીમડાના પાન ભેગા કરવા વધુ સરળ બનશે. ગામડાઓની આસપાસ વન વગડામાં પણ ઘણા પાંદડા આ જ રીતે સડી જાય છે, તો શા માટે તેનો ઉપયોગ કમાણીનાં સાધન તરીકે ન કરવો. લીમડાના પાનનો પાવડર બનાવીને તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. આ એક એવો વ્યવસાય છે જે ઘરેથી શરૂ કરી શકાય છે. લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે.

મફતમાં પણ શરૂ કરી શકાય છે


જો તમારી પાસે નવો ધંધો શરૂ કરવા માટે બજેટ ન હોય તો લીમડાના પાનનો પાવડર બનાવવાનું કામ કોઈપણ ખર્ચ વિના શરૂ કરી શકાય છે. આ માટે જો તમારા ઘરમાં લીમડાનું ઝાડ હોય તો તેના પાનનો ઉપયોગ કરી શકાય છે. અથવા તમે તેના પાન નજીકના ગામડાઓમાંથી, ખેડૂતો પાસેથી પણ લઈ શકો છો. પછી તમે તેનો પાવડર ઘરે બનાવીને વેચી શકો છો.

આ પણ વાંચોઃ શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો

ઘરે પાવડર કેવી રીતે બનાવવો?


સૌપ્રથમ પાંદડા એકઠા કરો અને તેને ધોઈને બે થી ત્રણ દિવસ તડકામાં સૂકવી દો. અહીં એ વાતનું ધ્યાન રાખો કે પાંદડાને સારી રીતે સૂકવવા ખૂબ મહત્વપૂર્ણ છે. પાંદડા શુષ્ક છે કે નહીં તે તપાસવા માટે, તમારા હાથથી પાંદડાને મસળીને ભૂકો કરવાનો પ્રયાસ કરો. હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને ઝીણાં પીસી લો. જો પાનનો ભુક્કો ઝીણો ન હોય તો પાવડરને ગાળીને બરછટ ભાગને અલગ કરી લો. હવે પાવડરને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

કેટલો નફો થશે?


તમે સોશિયલ મીડિયા વેબસાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તપાસ કરી શકો છો કે લીમડાનો પાઉડર કેટલો મોંઘો વેચાય છે. 100 ગ્રામ પાવડર સરળતાથી રૂ.150માં વેચી શકાય છે. એટલે કે એક કિલો પાવડરની કિંમત 1500 રૂપિયામાં મળી શકે છે. હવે તમારા નફાનો અંદાજ લગાવો. લીમડાનો પાઉડર રૂ. 1000 થી રૂ. 2000 પ્રતિ કિલો વેચાય છે. તફાવત માત્ર બ્રાન્ડ છે. જો તમે ઈચ્છો તો મશીનની મદદથી પણ આ બિઝનેસ કરીને મહિનામાં લાખો કમાઈ શકો છો.

આ પણ વાંચોઃ આ વર્ષનો બીજો સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થનાર ઈલેક્ટ્રોનિક્સ માર્ટ IPO, આ તારીખે થશે લોન્ય, શું છે ગ્રે માર્કેટમાં સ્થિતિ?

 સારું પેકિંગ પણ મહત્વનું છે


એકવાર તમે પાવડર બનાવી લો તે પછી તમારા માટે સારું પેકિંગ હોવું ખૂબ જ જરૂરી છે. ગ્રાહકોને આકર્ષવા માટે ઉત્પાદનોનું પેકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તેને બ્રાન્ડ નેમ સાથે જાર અથવા પ્લાસ્ટિકની થેલીમાં વેચી શકો છો. આ માટે તમારી પાસે GST નંબર, ફૂડ લાયસન્સ અને કંપની રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. અથવા જો તમે ઇચ્છો તો, કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓને કે પછી આયુર્વેદિક ઉત્પાદનો બનાવતી કંપનીઓને આ પાવડર વેચી શકો છો.

આ ઉપરાંત જો તમે ઈચ્છો તો આ બિઝનેસમાંથી હજારો રૂપિયા કમાઈ શકો છો અને જો તમે ઈચ્છો તો લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. તમારે ફક્ત તેના માટે સખત મહેનત કરવી પડશે. તમે જેટલું વધારે કામ કરશો, તેટલું વધુ કમાશો. તમે આ બિઝનેસમાંથી માત્ર એક મહિનામાં ઘણી કમાણી કરી શકો છો. અમેરિકા, જાપાન, ચીન જેવા ઘણા દેશો લીમડાની બાગાયતમાં વધારો કરી રહ્યા છે. કારણ કે ત્યાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે આપણે ત્યાં એક સમયે ખૂબ જ વપરાશ બાદ આધુનિક્તાની હોડમાં બિલકુલ વપરાશ ઓછો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ધીરે ધીરે ફરી આ દેશોનું અનુકરણ કરીને આપણે ત્યાં પણ વપરાશ વધી રહ્યો છે અને આ બિઝનેસમાં હજુ ઘણો અવકાશ છે.

આ પણ વાંચોઃ રતન ટાટા અને ફ્લિપકાર્ટના ફાઉન્ડરના રોકાણવાળી કંપનીનો ખૂલ્યો IPO, શું તમારે રોકાણ કરવું જોઈએ?

લીમડાના ફાયદા


લીમડાનું ઝાડ, પાન, ફૂલ, ફળ, મૂળ, છાલ, લાકડું આ તમામના અસંખ્ય ફાયદા છે. આમાંથી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. સાબુ, તેલ, ક્રીમ, ફેસ પેક, શેમ્પૂ બનાવવામાં આવી રહ્યા છે. દુઃખાવો, મેલેરિયા, તાવ, ગર્ભનિરોધક માટે ઉપયોગમાં લેવાય છે. લીમડાનો ઉપયોગ જંતુનાશક, ફૂગનાશક તરીકે પણ થઈ રહ્યો છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business Ideas, Business news, Earn money from home, Low cost Business Idea

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો