Home /News /business /

Business Idea: આખું વર્ષ આ પ્રોડક્ટની રહે છે જોરદાર માંગ, બિઝનેસ કરી જલ્દી બની જશો કરોડપતિ

Business Idea: આખું વર્ષ આ પ્રોડક્ટની રહે છે જોરદાર માંગ, બિઝનેસ કરી જલ્દી બની જશો કરોડપતિ

આદુની ખેતી કરીને તમે વર્ષમાં ખૂબ મોટી કમાણી કરી શકો છો.

Business Idea for earning more money: ફક્ત નોકરી અને બિઝનેસ કરીને જ રુપિયા કમાઈ શકાય તેવું નથી, તમે ખેતી કરીને પણ લાખો રુપિયા કમાઈ શકો છો. જોકે આ માટે જરુરી છે કે તમે એવી પ્રોડક્ટની ખેતી કરો જેની માગ ખૂબ જ હોય અથવા માર્કેટમાં તેની કિંમત ખૂબ વધારે ઉપજે, આવી ખેતીમાં આજે આપણે આદુની ખેતી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ.

વધુ જુઓ ...
  મુંબઈઃ જો તમે ખેતી (Earning through Farming) દ્વારા તગડી કમાણી કરવા માગતા હોવ તો આજે અમે તમને એક એવા બિઝનેસ (New Age Business Idea) અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં તમે વર્ષમાં લાખો રુપિયા કમાઈ શકો છો. આ એક એવી વસ્તુની ખેતી છે જેની માંગ વર્ષભર રહે છે. દરેક વ્યક્તિના ઘરથી લઈને હોટેલ અને ચાની કિટલી સુધી દરેક જગ્યાએ આ વસ્તુનો ભૂરપૂર ઉપયોગ થાય છે. તેમજ એવું નથી કે તમે ભણેલા ગણેલા છો તો નોકરીની જગ્યાએ ખેતી શું કામ કરવી, કારણ કે આજે અનેક ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો પણ ખેતી તરફ વળી રહ્યા છે અને લાખો રુપિયા કમાઈ રહ્યા છે. એટલું જ નહીં દેશમાં ખેતી સાથે જોડાયેલા વેપાર માટે સરકાર જુદી જુદી સહાય પણ આપતી રહે છે. ત્યારે આજે અમે તમને આદુની ખેતી (Ginger Farming) અંગે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને રાતોરાત મોટી કમાણી કરાવી શકે છે.

  ઝુનઝુનવાલાના રોકાણવાળો આ શેર 10.5 ટકાના ઉછાળા સાથે રુ.700ને પાર, શું ફરી રુ.1000ને પાર જશે?

  આદુનો ઉપયોગ રોજબરોજની ખાવાની આઇટમથી લઈને ચા અને અથાણાં સુદ્ધામાં થાય છે. જેના કારણે વર્ષભર આ પ્રોડક્ટની માગ રહે છે અને સાથે સાથે સારી એવી કિંમત પણ મળે છે. આ ઉપરાંત શિયાળાની સીઝનમાં તો આદુની માગ અને કિંમત બંને વધી જાય છે. આદુની ખેતી કરીને તમે તમારી નોકરી કરતા તો ચોક્કસ વધુ નફો કમાઈ શકો છો. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે આદુની ખેતી માટે તમને કેન્દ્ર સરકાર તરફથી જુદી જુદી મદદ પણ મળે છે.

  આ શહેરમાં CNGના ભાવ પેટ્રોલ કરતાં પણ વધારે, જાણો આખરે આવું કેમ?

  કેવી રીતે કરશો આદુની ખેતી?

  આદુની ખેતી વરસાદના પાણી પર નિર્ભર કરે છે. તેમજ આદુની ખેતી એકલા અથવા તો પપૈયા અને બીજા મોટા ઝાડની ખેતીની સાથે સાથે થઈ શકે છે. આદુની ખેતી માટે એક હેક્ટરના ખેતરમાં વાવણી માટે 2થી 3 ક્વિંટલ બિયારણની જરુર પડે છે. આદુની ખેતીને બેડ બનાવીને કરવામાં આવે તો વધુ પાક મળે છે. તેમજ આ બેડની વચ્ચે પાણીના નિકાસ માટે પણ વ્યવસ્થા સહેલાથી કરી શકાય છે. તેમજ જે ખેતરમાં પાણી ભરાઈ જતું હોય તેમાં આદુની ખેતી કરવી જોઈએ નહીં. જમીનની ગુણવત્તા અંગે વાત કરીએ તો આદુની ખેતી માટે 6-7 પીએચવાળી જમીન ખૂબ સારી માનવામાં આવે છે. તેમજ આદુની લણણી થઈ ગયા પછી જમીનમાં બાકી રહેલા તેના મૂળનો ફરી ઉપયોગ થઈ શકે છે. આ માટે આદુના મોટા પંજાને એ રીતે તોડવામાં આવે છે કે એક ટુકડામાંથી બેથી ત્રણ અંકુર જમીનમાં જ રહી જાય.

  Share Bazaarમાં કમાણી માટે થઈ જાવ તૈયાર, જાણીતા દિગ્ગજે કહ્યું - 'ટૂંકમાં જ બનાવશે નવો હાઈ'

  આદુની વાવણી કઈ રીતે કરશો?

  આદુની વાવણી કરતા સમયે બે લાઈન વચ્ચે 30-40 સેન્ટિમીટરનો ગેપ રાખવો જોઈએ અને એક છોડથી બીજા છોડનું અંતર 25 સેન્ટીમીટર રાખવું જોઈએ. આ ઉપરાંત દરેક મૂળને 4-5 સેન્ટીમીટરની ઉંડાઈમાં વાવીને દરેક ઉપર થોડી માટી અને ગોબરના ખાતરની ઢાંકી દેવું જોઈએ.

  કેટલો આવશે ખર્ચ?

  આદુના પાકને તૈયાર થવામાં 8થી 9 મહિનાનો સમય લાગશે. પ્રતિ એક હેક્ટર આદુનો પાક 150થી 200 ક્વિંટલ જેટલો ઉતરી શકે છે. એક હેક્ટરમાં આદુની ખેતી પાછળ લગભગ 5-7 લાખ રુપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.

  Stock Market Today: આજે બજારમાં કેવો ટ્રેન્ડ રહેશે તે માટે આ 10 બાબતો જાણી લેવી જોઈએ

  કેટલી થશે કમાણી?

  જો આદુથી કમાણીની વાત કરીએ તો એક હેક્ટરમાં આદુનું ઉત્પાદન 150થી 200 ક્વિંટલ જેટલું થાય છે. હવે માર્કેટમાં આદુ લગભગ 80 રુપિયા કિલો વેચાઈ રહ્યું છે. ત્યારે હોલસેલ ભાવ આપણે 60 રુપિયા પ્રિત કિલો માનીએ તો પણ પ્રતિ હેક્ટર સહેલાઈથી 25 લાખ રુપિયા સુધીની કમાણી થઈ જઈ શકે છે. ત્યારે ખેતી માટ આવેલા તમામ ખર્ચને કાઢીને પણ એક પાકમાં રુ.15 લાખ જેટલો ફાયદો સહેલાઈથી થઈ શકે છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: New business idea

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन