Home /News /business /

Business Idea: આ ફૂલનો બિઝનેસ કરીને દર મહિને કરો લાખો રૂપિયાની કમાણી

Business Idea: આ ફૂલનો બિઝનેસ કરીને દર મહિને કરો લાખો રૂપિયાની કમાણી

આ ફૂલનો બિઝનેસ કરીને દર મહિને કરો લાખો રૂપિયાની કમાણી.

Rajanigandha Flower Farming Business: જો તમારી પાસે નાનકડી જમીન હોય તો પણ તમે લાખો રુપિયા કમાઈ શકો છો. નાના ખેડૂતોની એક સમસ્યા એ હોય છે કે એવું તો શું કરવું જેથી કરીને નાનકડા ખેતરથી પણ મોટી કમાણી કરી શકાય. આ સમયે પરંપરાગત ખેતી તમને કામ નથી લાગતી પરંતુ કંઈક હટકે કરવું પડે છે અને અલગ કરવાથી તમે ચોક્કસ તગડી કમાણી કરી શકો છો. ત્યારે અમે પણ આજે આવી જ એક ખેતી અંગે તમને જણાવી રહ્યા છીએ જેમાં તગડી કમાણી થઈ શકે છે.

વધુ જુઓ ...
    જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને એક બિઝનેસ આઈડિયા જણાવી રહ્યા છીએ. તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. રજનીગંધાના ફૂલોની ખેતી (Turberose Flower Farming) કરીને તમે બિઝનેસ શરૂ કરી શકો છો. સુગંધિત ફૂલોમાં રજનીગંધાના ફૂલોનું એક અલગ અને મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે. રજનીગંધાના ફૂલ લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. આ કારણોસર બજારમાં રજનીગંધાના ફૂલોની માંગ પણ વધુ રહે છે.

    આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

    મેક્સિકો દેશમાં રજનીગંધા (પોલોએંથસ ટ્યૂબરોજ લિન)ની ઉત્પત્તિ થઈ છે. આ ફૂલ એમરિલિડિએલી ફૂલનો છોડ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ

    ખેતી કેવી રીતે કરવી (How to Farming)


    રજનીગંધાના ફૂલોની ખેતી કરતા પહેલા પ્રતિ એકર જમીનમાં 6થી 8 ટ્રોલી છાણનું ખાતર નાખો. તેની સાથે NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફૂલોની ખેતી બટાકાની જેમ કંદથી થાય છે. એક એકર જમીનમાં 20 હજાર કંદ લાગે છે. હંમેશા તાજા, યોગ્ય અને મોટા કંદ લગાવવા જોઈએ, જેથી રજનીગંધાના ફૂલોની ખેતીમાં સારું ઉત્પાદન થાય છે. ભારતમાં રજનીગંધાના ફૂલોની ખેતી 20 હજાર હેક્ટર ક્ષેત્રમાં કરવામાં આવે છે. ફ્રાંસ, ઈટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા તથા અન્ય દેશોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ Explained: શા માટે વિપ્રોએ એકસાથે કરી 300 કર્મચારીઓની હકાલપટ્ટી, જાણો શું છે મૂનલાઇટિંગ

    કેટલી કમાણી થઈ શકે છે (Earning Money by Farming of rajanigandha flower)


    જો એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરવામાં આવે તો રજનીગંધાના ફૂલની અંદાજે 1 લાખ સ્ટિક (ફૂલ) મળે છે. તમે આસપાસમાં ફૂલ બજારમાં આ ફૂલ વેચી શકો છો. જો આસપાસમાં કોઈ મોટું મંદિર, ફૂલની દુકાન, લગ્ન પ્રસંગવાળું ઘર હોય તો ત્યાં તમને ફૂલના સારા ભાવ મળી શકે છે. રજનીગંધાનું એક ફૂલ રૂ. 1.5થી રૂ.8માં વેચવામાં આવે છે. આ ફૂલની માંગ કેટલી અને તેનો કેટલો સપ્લાય થાય છે, તેના પર આ બિઝનેસ નિર્ભર કરે છે. તમે માત્ર એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલની ખેતી કરીને રૂ. 1.5 લાખથી રૂ. 6 લાખ સુધીની કમાણી કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business Ideas, Farmers News, Organic farming

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन