Business Idea: તજના પાનની ખેતીમાં કરો કમાણી, ફક્ત 50 છોડ ઊગાડીને વર્ષે થશે લાખોની કમાણી

તજની ખેતીમાં કરો મોટી કમાણી.

Bay leaf Farming: અમેરિકા, યૂરોપ, ભારત સહિત અનેક દેશોમાં અનેક પ્રકારના વ્યંજનો બનાવતા સમયે તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

  • Share this:
મુંબઈ: તમે પરંપરાગત પાક (Tradition farming) સિવાય બજારની માંગ અનુસાર અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરી શકો છો. આ પાકનું ઉત્પાદન કરીને તમે ખૂબ જ કમાણી કરી શકો છો. અહીં અમે તમને એવા પાક વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેના 50 છોડ વાવીને તમે તેના પત્તાઓથી વાર્ષિક રૂ. 1.50 લાખથી લઈને રૂ. 2.50 સુધીની કમાણી કરી શકો છો. આ પાકનું ઉત્પાદન કરવામાં કેન્દ્ર સરકાર પણ તમારી સહાય કરશે. અહીં તજના પાન (Bay leaf Farming)ની ખેતી વિશે જાણકારી આપવામાં આવી છે. તે ખેતી માટે તમારે શરૂઆતમાં ખૂબ જ મહેનત કરવી પડશે. છોડની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ તમારે તે છોડની વધુ કાળજી રાખવી પડશે.

સરકાર આપશે 30% સબસીડી

બજારમાં તજના પાનની ખૂબ જ માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં તમે તજના પાનની ખેતી કરીને નફો કમાઈ શકો છો. તજના પાનની ખેતી કરવી ખૂબ જ સરળ છે અને તેની ખૂબ જ ઓછા ખર્ચે ખેતી કરી શકાય છે. સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો, તજના પાનની ખેતી કરીને ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે.

1.50થી 2.50 લાખની કમાણી

તજના પાનની ખેતીમાં વધારો થાય તે માટે રાષ્ટ્રીય ઔષધીય પાદપ બોર્ડ તરફથી ખેડૂતોને 30 ટકા સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ અનુસાર તજના પાનના એક છોડથી દર વર્ષે રૂ. 3 હજારથી રૂ. 5 હજારની કમાણી થાય છે. દર વર્ષે 50 છોડની મદદથી વાર્ષિક રૂ. 1.50 લાખથી લઈને રૂ. 2.50 લાખની કમાણી કરી શકાય છે.

આ પણ વાંચો: Business Idea: નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, દિવસમાં 15 મિનિટ કાઢો અને કરો મોટી કમાણી

તજના પાનનો ઉપયોગ

અમેરિકા, યૂરોપ, ભારત સહિત અનેક દેશોમાં અનેક પ્રકારના વ્યંજનો બનાવતા સમયે તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. સૂપ, માંસ, સમુદ્રી ભોજન તથા અનેક પ્રકારના શાક બનાવવામાં તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનનું સેવન કરતા સમયે તજના પાન કાઢી નાખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનમાં બિરયાની તથા અન્ય મસાલેદાર વ્યંજનોમાં તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકારના વ્યંજનોમાં ગરમ મસાલા તરીકે તજ પાઉડર અથવા તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Business Idea: ફક્ત 15 હજાર રૂપિયામાં ઘર બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને લાખોની કમાણી

તજના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, ઉપરાંત રસોઈમાં તેનો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. મોટાભાગે ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, ઉત્તર અમેરિકા અને બેલ્જિયમમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
First published: