Home /News /business /Business Idea: SBI આપી રહી છે કમાણીનો મોકો, ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ અને દર મહિને કરો રૂ. 60 હજારની કમાણી

Business Idea: SBI આપી રહી છે કમાણીનો મોકો, ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ અને દર મહિને કરો રૂ. 60 હજારની કમાણી

You can Start SBI ATM franchise

SBI ATM Franchise: એસબીઆઈ તમને એટીએમ ફ્રેન્ચાઈઝી (SBI ATM Franchise)શરૂ કરવાનો મોકો આપી રહી છે.

મુંબઈ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India- SBI) તમને ઘર બેઠા મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરવાનો મોકો (Earn Money) આપી રહી છે. હા, તમે સાચું જ વાંચ્યું છે. SBI સાથે જોડાઈને તમે તમારો પોતાનો બિઝનેસ (Business Ideas) શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઘરની બહાર પણ જવાનું નથી. એસબીઆઈ (SBI) તમને ઘર બેઠા મહિને 60 હજાર રૂપિયા સુધીની રકમ આપશે. આ માટે તમારે કોઈ વધારાનો ખર્ચ કરવાની પણ જરૂરી નથી. આ બિઝનેસ માટે તમારા ઘરમાં પૂરતી જગ્યા હોવી જોઈએ. હકીકતમાં એસબીઆઈ તમને એટીએમ ફ્રેન્ચાઈઝી (SBI ATM Franchise)શરૂ કરવાનો મોકો આપી રહી છે.

દેશની સૌથી મોટી બેંક 60 હજારની રકમ સુધી કમાણીનો મોકો આપી રહી છે ત્યારે ચોક્કસ આ માટે કેટલિક શરતો પણ હોય. જો તમે પણ મહિને 60 હજાર રૂપિયા સુધીની કમાણી કરવા માંગો છો તો અહીં અમે તમને તમામ વિગતો જણાવી રહ્યા છીએ. આ માટે એસબીઆઈ તરફથી અમુક માપદંડ અથવા ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. જેનું પાલન કરીને વ્યક્તિ પોતાના ઘરમાં કે પછી ભાડાની જગ્યા પર એસબીઆઈ એટીએમની ફ્રેન્ચાઇઝી શરૂ કરી શકે છે.

કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે?

- એસબીઆઈ એટીએમ ફ્રેન્ચાઈઝી માટે જે જગ્યા નક્કી કરવામાં આવે તે 50-80 વર્ગફૂટની હોવી જરૂરી છે. બીજું કે આ જગ્યાએથી 100 મીટર દૂરના અંતર સુધી કોઈ એટીએમ ન હોવું જોઈએ.
- એસબીઆઈ એટીએમ ફ્રેન્ચાઈઝી માટે એવો પણ નિયમ છે કે એટીએમ હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ.
- આ જગ્યા પર સતત વીજળી સપ્લાય તેમજ એક કિલોવૉટનું કનેક્શન જરૂરી છે.
- એટીએમ ફ્રેન્ચાઈઝીમાં દરરોજ 300 ટ્રાન્ઝેક્શન પણ જરૂરી છે.
- એટીએમ લગાવતા પહેલા NOC લેવું જરૂરી છે.

કયા કયા દસ્તાવેજની જરૂરી પડશે?

- બેંક એકાઉન્ટ અને પાસબુક
- સરનામાની ખરાઈ માટે રેશન કાર્ડ, વીજળી બિલ
- ઓળખની ખરાઈ માટે આધારકાર્ડ, પાન કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- માન્ય ઇમેઇલ આઈડી.
- મોબાઇલ/ફોન નંબર
- નાણાકીય દસ્તાવેજ

આ પણ વાંચો: Car offers: કાર ખરીદીમાં 50,000 રૂપિયા સુધીનો ફાયદો, YONO SBIની ખાસ ઑફર

અરજી કેવી રીતે કરવી?

એટીએમ ફ્રેન્ચાઈઝી લેતા પહેલા એ પણ જાણી લો કે બેંક પોતાની તરફથી કોઈ લાઇસન્સ નથી આપતી. બેંક એટીએમ લગાવવા પર કોઈ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી પૂરું પાડતી. એટલે કે તમને ફ્રેન્ચાઇઝીનું લાઇસન્સ થર્ડ પાર્ટી તરફથી મળશે. ઉપરાંત અન્ય વ્યવસ્થા માટે પણ થર્ડ પાર્ટીનો સંપર્ક કરવો પડશે.

આ પણ વાંચો: SBI ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર લાગશે પ્રોસેસિંગ ફી

કેટલી કમાણી થશે?

એટીએમ ફ્રેન્ચાઈઝીમાં દરેક કેશ ટ્રાન્ઝેક્શન (Cash transaction) અને નૉન-કેશ ટ્રાન્ઝેક્શન માટે કમિશન નક્કી કરવામાં આવ્યું છે. દરેક કેશ ટ્રાન્ઝેક્શન માટે 8 રૂપિયા અને નૉન કેશ ટ્રાન્ઝેક્શન માટે 2 રૂપિયા કમિશન મળે છે. દરરોજ જેટલા વધારે ટ્રાન્ઝેક્શન થશે એટલું તમારું કમિશન વધશે. જો દરરોજ એટીએમમાં 250 ટ્રાન્ઝેક્શન થાય છે, અને તેમાંથી 65 ટકા કેશ ટ્રાન્ઝેક્શન અને 35 ટકા નોન કેશ ટ્રાન્ઝેક્શન થાય છે તો તમને મહિને 45,000 રૂપિયાની કમાણી થઈ શકે છે. જો તેનાથી બે ગણા ટ્રાન્ઝેક્શન થાય તો તમને 90,000 રૂપિયાની આવક થઈ શકે છે. દરરોજ બેંક તરફથી નિર્ધારિત એટલે કે 300 ટ્રાન્ઝેક્શન થાય છે તો મહિને 60,000 રૂપિયાની કમાણી કરી શકાય છે.
First published:

Tags: Business, Business Ideas, Money, એટીએમ, એસબીઆઇ