Home /News /business /

Business Idea: તજના છોડ વાવીને કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે કરશો શરૂઆત

Business Idea: તજના છોડ વાવીને કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે કરશો શરૂઆત

તજના પાનની ખેતી

Bay leaf Farming: તજના પાનની ખેતીમાં વધારો થાય તે માટે રાષ્ટ્રીય ઔષધીય પાદપ બોર્ડ તરફથી ખેડૂતોને 30 ટકા સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ અનુસાર તજના પાનના એક છોડથી દર વર્ષે રૂ. 3 હજારથી રૂ. 5 હજારની કમાણી થાય છે.

    મુંબઈ: ભારતમાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી જ કરતા જોવા મળે છે. પરંતુ અમુક ખેડૂતોએ હવે પરંપરાગત ખેતીથી હટીને અન્ય ખેતી કરવાની શરૂઆત પણ કરી છે. આવી ખેતીમાં ખૂબ મોટી કમાણી થતી હોય છે. એવી જ રીતે ગુજરાતના ખેડૂતો પણ હવે પરંપરાગતની સાથે સાથે માંગ અનુસાર ખેતી કરવાની શરૂઆત કરી છે. આજે અમે અહીં તમને એવા પાક વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેના 50 છોડ વાવીને તમે તેના પાંદડામાંથી વર્ષે રૂ. 1.50 લાખથી લઈને રૂ. 2.50 સુધીની કમાણી કરી શકો છો. આ પાકનું ઉત્પાદન કરવામાં કેન્દ્ર સરકાર પણ તમારી સહાય કરશે. અહીં તજના પાન (Bay leaf Farming)ની ખેતી વિશે જાણકારી આપવામાં આવી છે. તે ખેતી માટે તમારે શરૂઆતમાં ખૂબ જ મહેનત કરવી પડશે. છોડની જેમ જેમ વૃદ્ધિ થશે તેમ તેમ તમારે વધુ કાળજી રાખવી પડશે.

    સરકાર આપશે 30% સબસીડી


    બજારમાં તજના પાનની ખૂબ જ માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં તમે તજના પાનની ખેતી કરીને નફો કમાઈ શકો છો. તજના પાનની ખેતી કરવી ખૂબ જ સરળ છે અને તેની ખૂબ જ ઓછા ખર્ચે ખેતી કરી શકાય છે. સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો, તજના પાનની ખેતી કરીને ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે.

    1.50થી 2.50 લાખની કમાણી


    તજના પાનની ખેતીમાં વધારો થાય તે માટે રાષ્ટ્રીય ઔષધીય પાદપ બોર્ડ તરફથી ખેડૂતોને 30 ટકા સબસિડી આપવામાં આવે છે. એક અંદાજ અનુસાર તજના પાનના એક છોડથી દર વર્ષે રૂ. 3 હજારથી રૂ. 5 હજારની કમાણી થાય છે. દર વર્ષે 50 છોડની મદદથી વાર્ષિક રૂ. 1.50 લાખથી લઈને રૂ. 2.50 લાખની કમાણી કરી શકાય છે.

    આ પણ વાંચો: આ બિઝનેસ તમને બનાવી દેશે કરોડપતિ, સરકાર પણ આપી રહી છે Subsidy

    તજના પાનનો ઉપયોગ


    અમેરિકા, યૂરોપ, ભારત સહિત અનેક દેશોમાં અનેક પ્રકારના વ્યંજનો બનાવતા સમયે તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. સૂપ, માંસ, સમુદ્રી ભોજન તથા અનેક પ્રકારના શાક બનાવવામાં તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ભોજનનું સેવન કરતા સમયે તજના પાન કાઢી નાખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનમાં બિરયાની તથા અન્ય મસાલેદાર વ્યંજનોમાં તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકારના વ્યંજનોમાં ગરમ મસાલા તરીકે તજ પાઉડર અથવા તજના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: નોકરી સાથે શરૂ કરો આ વ્યવસાય, થશે કરોડો રૂપિયાની આવક

    તજના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, ઉપરાંત રસોઈમાં તેનો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. મોટાભાગે ભારત, રશિયા, મધ્ય અમેરિકા, ઈટાલી, ફ્રાન્સ, ઉત્તર અમેરિકા અને બેલ્જિયમમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business Ideas, કૃષિ, ખેતી

    આગામી સમાચાર