Home /News /business /બિઝનેસ આઈડિયા : માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

બિઝનેસ આઈડિયા : માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

Business Idea: બિઝનેસ કરવો આજે દરેકનું સપનું હોય છે, જોકે ઘણીવાર લોકો બિઝનેસ કરવા માટે જોઈતા રોકાણને લઈને સાહસ કરતા અટકાય છે. જોકે કેટલાક બિઝનેસ આઇડિયા એવા પણ છે જેમાં ઓછા રોકાણમાં તમે તગડી કમાણી કરી શકો છો. હા, જરુર છે તમારે એવા બિઝનેસને પસંદ કરવાની જે આજના સમયમાં જલ્દીથી તગડું રિટર્ન આપી શકે. ત્યારે બિઝનેસ જો લોકોની હેલ્થને લગતો હોય તો ચોક્કસપણે સફળ થવાના ચાન્સ વધી જાય છે. આજે અહીં એવા જ એક બિઝનેસ આઇડિયા અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે જેમાં તમે ઓછા રોકાણમાં સારી કમાણી કરી શકો છો.

વધુ જુઓ ...
Business Idea : જો તમે ઘરે બેસીને બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો, તો આજે અમે તમને એક બેસ્ટ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ એક એવો વ્યવસાય છે, જેની માંગ દિવસેને દિવસે વધી રહી છે. અમે નારિયેળ પાણીના બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે એક નાની દુકાનની જરૂર પડશે. નારિયેળ પાણી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર પાણી વિટામિન્સ B, ઝિંક, સેલેનિયમ, આયોડિન અને સલ્ફરથી ભરપૂર છે. કોઈપણ પ્રકારની બીમારીમાં ડોક્ટરો સામાન્ય રીતે નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે.

આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીએ એંકર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા 225 કરોડ, જાણો શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ

ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેઓ હાથમાં રાખીને આટલું મોટું નારિયેળ પાણી પી શકતા નથી. બસ આજ સમસ્યાનું નિવારણ બની શકે છે તમારો બિઝનેસ. તમે આ નાળિયેર પાણીને કાઢીને પેપર કપમાં પેક કરી શકો છો. તમે એક સરસ ડિઝાઇન કરેલ ગ્લાસ પણ તેના માટે રાખી શકો છો.

કેટલો થશે ખર્ચ?


આ કામ માટે કોઈ મોટા ખર્ચ કે બજેટની જરૂર નથી. ખાસ કરીને નાળિયેર ખરીદવામાં જ તમારે રોકાણ કરવાની જરૂર પડશે. જો તમે દુકાન ખોલવા માંગો છો તો ભાડું તમારા સ્થાનિક દર મુજબ હશે. સરેરાશ અંદાજ અનુસાર 15,000 રૂપિયાનું રોકાણ કરીને નાળિયેર પાણીનો વ્યવસાય શરૂ કરી શકો છો.

આ પણ વાંચોઃ  ગુજરાતની કેમિકલ કંપનીના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, રુ.1 લાખના 3.5 કરોડ બન્યા

નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આટલું જ નહીં તે શરીરમાં પાણીની જરૂરિયાતને પણ પૂર્ણ કરે છે. તેથી લોકો મુસાફરી કરતી વખતે નારિયેળ પાણીનો વધુને વધુ ઉપયોગ કરે છે અને કોઈપણ રોગથી પીડાતા હોય ત્યારે નાળિયેર પાણી પીતા હોય છે.

બેસવાની વ્યવસ્થા :


જો શક્ય હોય તો લોકો માટે બેસવાની જગ્યાની વ્યવસ્થા કરો. થોડી ખુરશીઓની વ્યવસ્થા પણ કરો. પંખા કે કુલર જેવી વ્યવસ્થા હોય તો સારું રહેશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે લોકો તમારી દુકાન પર લાંબા સમય સુધી રહેશે. ધંધાનો એક સાયકોલોજિકલ ફંડા હોય છે કે ભીડ જોઈને લોકો આવે છે.

આ પણ વાંચોઃ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માના રોકાણવાળી કંપનીનો IPO 15 સપ્ટેમ્બરે ખુલશે, શું તમારે રોકાણ કરવું જોઈએ?

કેટલી થશે કમાણી ?


દુકાનની સાફ-સફાઈ એટલેકે સ્વચ્છતા અને સંપૂર્ણ પ્રોસેસિંગ પ્રક્રિયા તમારે ફાઇવ સ્ટાર હોટલથી ઓછી નથી રાખવાની. ક્વોલિટીની સાથે બ્રાન્ડ પણ ગ્રાહકને અનુભવાશે તો રસ્તાના કિનારે 50-60 રૂપિયામાં મળતા નારિયેળ પાણી લોકો તમારી પાસેથી 100-110 રૂપિયામાં પણ ખરીદવાનું પસંદ કરશે. તમારા બિઝનેસને ગ્રાહકની જરૂરિયાત કે મોજ-શોખની સાથે તેમની અને તમારી બ્રાન્ડ ઈમેજ બનાવશો તો બિઝનેસ ચાલી નહિ દોડી પડશે.

એક ઉત્તમ ઉદાહરણ તરીકે જોવું હોય તો CCDમાં 30 રૂપિયાની કોફી 150 રૂપિયામાં પણ લોકો હસતા હસતા ખરીદે છે. ફરક માત્ર સ્વચ્છતા સર્વિસિંગ પ્રોસેસ અને ક્રોકરીમાં છે. એક અનુમાન અનુસાર તમે સરળતાથી 70,000-80,000 રૂપિયા આ બિઝનેસથી કમાઈ શકો છો.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business Ideas, COCONUT WATER, Investment tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन