Home /News /business /Black Turmeric: ખેડૂતોને માલામાલ કરતી નફાકારક ખેતી, 'કાળી હળદર' 500 થી 4000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે

Black Turmeric: ખેડૂતોને માલામાલ કરતી નફાકારક ખેતી, 'કાળી હળદર' 500 થી 4000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે

કાળી હળદર 500 થી 4000 કે તેથી પણ વધુ કિલોના ભાવે વહેંચાય છે.

Agriculture and Farming: કાળી હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. આ કારણે તેની કિંમત ઘણી વધારે છે. તેની ખેતી જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં થાય છે. કોવિડ પછી તેની ડિમાન્ડ વધી છે.

  Black Turmeric Farming: ખેતીમાં તમે સારી કામાણી કરવા માંગો છો તો આજે અમે તમને એક એવીજ કંઈક ખેતી માટેની પ્રોડક્ટ વિષે માહિતી આપી રહ્યા છીએ. જે તમારી કિસ્મતના દરવાજા ખોલશે. આ એવી ખેતી છે જેમા તમે ખુબજ ટૂંકા સમયમાં માલામાલ થઇ જશો. અમે વાત કરી રહ્યા છીએ 'કાળી હળદર' વિશે. જે સૌથી ઊંચી કિંમતે વહેંચાતી વસ્તુ છે. તેનું મુખ્ય કારણ કે તેમાં ઘાણા બધા ઔષધીય ગુણ છે.

  કાળી હળદરની ખેતીથી ખેડૂતો ખુબજ સારા એવા પ્રમાણમાં નફો કરીને સારી કમાણી કરી શકે છે. તેના પાદંડાની વચ્ચેના ભાગમા કાળા કલરની દાંડી હોય છે. તેમજ કંદ અંદરથી કાળુ અથવા રીગણાનાં કલરનું હોય છે. ચાલો જાણીએ કે કઈ રીતે ખેતી કરી શકાય અને કેટલો નફો થાય છે.

  આ પણ વાંચો: આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

  ક્યારે અને કઈ રીતે કરવી ખેતી


  આ ખેતીની શરૂઆત જૂન મહિનાથી કરવામાં આવે છે. તેની ખેતી માટે નાજુક લોમી માટી વધુ ફાયદા કારક રહેશે. એ વાતનુ નું ધ્યાન રાખવું કે ખેતરમાં વરસાદનું પાણી ભરાયેલું રહેવું જોઈએ નહિ. એક હેક્ટર જમીનમાં અંદાજે 2 ક્વિન્ટલ જેટલા બીજનુ વાવેતર થઇ શકે છે. આ ખેતીમાં  વધુ સિંચાઇની જરૂરત રહેશે નહિ એટલુંજ નહિ કોઈ પણ કીટકનાશકની પણ જરૂર રહેતી નથી. એનું કારણ એ છે કે આ છોડને કોઈ પણ પ્રકારના કીટકો અસર કરતા નથી. વાવણી પહેલા જમીનમાં પૂરતા પ્રમાણમાં છાણીયું ખાતર નાખવાથી વધુ સારો પાક મળી શકે છે.

  આ પણ વાંચોઃ આપત્તિને અવસરમાં ફેરવી, કોરોનાકાળમાં આ યુવાનોએ ઘરની છત પર કેસર ઉગાડ્યું; લાખોમાં કરી કમાણી

   કોવિડ પછી માગમાં વધારો


  સામાન્ય રીતે પીળી હળદર 60 થી 100 રુપીયે કિલો મળતી હોય છે. જ્યારે કાળી હળદર 500 થી 4000 કે તેથી પણ વધુ કિલોના ભાવે વેચાય છે. હાલના સમયમાં કાળી હળદર આસાનીથી મળી શક્તિ નથી. પરંતુ કોવિડ પછી તેની માગમાં વધારો નોંધાયો છે. કારણકે તેનો ઉપયોગ ઇમ્યુનીટી બુસ્ટર તરીકે કરવામાં આવે છે. કાળી હળદર પોતાના ઔષધીય ગુણોથી પ્રખ્યાત છે અને તેનો ઉપયોગ આયુર્વેદ, હોમિયોપેથ અને અન્યમાં દવા બનાવવામાં કામ લાગે છે.


  નફો


  એક એકરમાં કાળી હળદરની ખેતીથી કાચી હળદર 50-60 ક્વિન્ટલની સુકાયેલી હળદર 12-15 ક્વિન્ટલ ઉત્પાદન મળી શકે છે. અહીં ઉત્પાદન ઓછું આવે છે પરંતુ બજાર ભાવ ખુબજ મળે છે. જેનો અંદાજે ભાવ 500 થી 4000 રૂપિયે કિલોના હોય છે. અમુક ઓનલાઇન વેબસાઈટ પર તેનો ભાવ 5000/કિલો હોય છે. જો તે 500 ના ભાવ થી વહેંચાય તો પણ 15 ક્વિન્ટલમાં 7.5 લાખનો ફાયદો થશે અને જો 4000 ના ભાવથી વહેંચાય તો તમે ઘર બેઠાજ માલામાલ થઈ જાવ.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Agricultural, Business idea, Farmers News, Turmeric

  विज्ञापन
  विज्ञापन