Home /News /business /

Business Idea: બ્લેક રાઇસની ખેતી દ્વારા કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, જાણો કઇ રીતે

Business Idea: બ્લેક રાઇસની ખેતી દ્વારા કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, જાણો કઇ રીતે

હાલના દિવસોમાં બ્લેક રાઇસની માંગ ઘણી વધી ગઈ છે (પ્રતિકાત્મક તસવીર)

Black Rice Farming - આજે ખેતી દ્વારા લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે

જો તમે ખેતી (Farming) દ્વારા લાખો રૂપિયા કમાવવાનું (Earn Money) વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક આઈડિયા (Business Idea) જણાવીશું જેમાં તમે સારી કમાણી કરી શકો છો. એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે વાંચવા-લખાવા મન નથી લાગતું તો ખેતી કરો. આજના સમયમાં IAS ઓફિસરથી લઈને IITમાંથી પાસ થયેલી વ્યક્તિ સુધી ખેતી કરી શકે છે. એક જમાનો હતો જ્યારે લોકોને ખેતીમાંથી એક સમયની રોટલી પણ નસીબ થતી ન હતી. પરંતુ આજના સમયમાં ખેતી અને ટેક્નોલોજીના વિકાસે તમામ મર્યાદાઓ દૂર કરી દીધી છે અને આ જ ખેતી દ્વારા લોકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને બ્લેક રાઇસની ખેતી (Black Rice Farming) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને માલામાલ કરી દેશે.

બ્લેક રાઇસની માંગ ઘણી વધી ગઈ છે

હાલના દિવસોમાં બ્લેક રાઇસની માંગ ઘણી વધી ગઈ છે. આ કાળા ચોખા શુગર, બ્લડપ્રેશર જેવી બીમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ, મણિપુર, આસામમાં કાળા ચોખાની ખેતી સૌથી વધુ થાય છે. પરંતુ હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ કાળા ચોખાની ખેતી શરૂ થઈ ગઈ છે. કાળા ચોખા રાંધવામાં આવે ત્યારે તેનો રંગ વાદળી-વાયોલેટ થઈ જાય છે. તેથી જ તે વાદળી ભાત તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો - LIC ગ્રાહકો માટે ખુશખબરી, છૂટ સાથે લેપ્સ પોલિસીને ફરીથી કરી શકો છો શરૂ

ઓછા પાણીવાળી જગ્યામાં પણ થાય છે બ્લેક રાઇસ!

બ્લેક રાઇસ અથવા કાળા ચોખા સામાન્ય રીતે નિયમિત ચોખા જેવા જ હોય ​​છે. સૌ પ્રથમ ચીનમાં તેની ખેતી કરવામાં આવી હતી. જોકે, હાલ ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ અને મણિપુરમાં તેની ખેતી શરૂ થઈ છે. આ પાકને તૈયાર થવામાં સરેરાશ 100 થી 110 દિવસનો સમય લાગે છે. છોડની લંબાઈ સામાન્ય રીતે ડાંગરના છોડ કરતા મોટી હોય છે. આ ડાંગર ઓછા પાણીવાળી જગ્યાએ પણ ઉગાડી શકાય છે.

સફેદ ચોખા કરતા મળે છે ઉંચા ભાવ

આ બ્લેક રાઇસ પરંપરાગત ચોખા કરતા અનેક ગણી વધુ કમાણી આપી શકે છે. સામાન્ય રીતે જ્યાં સાદા ચોખા 80 રૂપિયાથી લઈને 100-150 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. ત્યારે, આ ચોખાની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. ઓર્ગેનિક કાળા ડાંગરની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો છે. ઘણા રાજ્યોની સરકારો પણ ખેડૂતોને આ ખેતી માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તમે SMAM કિસાન યોજના 2022નો લાભ પણ લઈ શકો છો. આ યોજના દ્વારા તમને 50થી 80 ટકાની સબસિડી પર સરળતાથી ખેતીના સાધનો મળશે. આ બિઝનેસ કરીને તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.
First published:

Tags: Business, Business idea, Earn money

આગામી સમાચાર