Home /News /business /

Business Idea: કોઈપણ ઈન્વેસ્ટમેનેટ વિના બનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, આ રીતે કરો મસમોટી કમાણી

Business Idea: કોઈપણ ઈન્વેસ્ટમેનેટ વિના બનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, આ રીતે કરો મસમોટી કમાણી

પ્રતિકાત્મક તસવીર

Business Tips: જો તમે પણ કંઈક અલગ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને સારો આઈડિયા (Idea) આપી રહ્યા છીએ. વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને મોટી કમાણી કરી રહ્યા છે.

  Business Idea: બદલાતા સમય સાથે કામ કરવાની રીત પણ બદલાઈ છે. કોરોના કાળથી વર્ક લાઈફમાં ઘણો બદલાવ આવ્યો છે. જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની કમી નથી. પ્રતિભાશાળી લોકો માટે કામ કરવા નવા દરવાજા ખૂલ્યા છે. જો તમે પણ કંઈક અલગ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને સારો આઈડિયા આપી રહ્યા છીએ. વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને મોટી કમાણી કરી રહ્યા છે.

  સોશિયલ મીડિયામાં સક્રિય હોય તેવા લોકો ચોક્કસપણે સોશિયલ મીડિયાનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (Brand Endorsement) કરીને કમાણી કરી શકાય છે. જો કે, આ માટે ફોલોવર્સનો મજબૂત આધાર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી લોકો તમારા પર વિશ્વાસ કરી શકે.

  કઈ રીતે બનવુ સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર?
  સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) બનવા માટે, તમારે તમારી ક્રિએટિવીટા પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. ઇન્ફ્લુએન્સર બનવા માટે તમારે તમારી વિશેષતાને ઓળખવી પડશે. ફિક્સ પ્રોગ્રામ હેઠળ કામ કરવું પડશે. ધીરે ધીરે, તમારી વિશેષતા લોકોને આકર્ષિત કરશે અને તમારા ફોલોવર્સની સંખ્યા લાખોમાં પહોંચી જશે.

  અહી યાદ રાખો કે, ફેસબુક એકાઉન્ટ પર લાઈક્સ વધારવા માટે કવર અને પ્રોફાઈલ ફોટો યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. જો તમારી પાસે બિઝનેસ પેજ છે, તો તમારો લોગો પ્રોફાઈલ ફોટો (Profile Photo) પર લગાવો, તમે કવર ફોટોથી ક્રિએટિવિટી કરી શકો છો.

  કન્ટેન્ટ પર કરો ફોકસ
  સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તમારે તમારા કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. જો ઘરમાં અખબાર આવે છે. તમે તેનું બિઝનેસ પેજ ખોલો. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શું થયું? કઈ કંપનીએ કાર કે બાઇકનું નવું મોડલ લોન્ચ કર્યું છે? તેવી અનેક વસ્તુઓ જણાવી જરૂરી છે. ફક્ત આ નોલેજ તમને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવશે. તમારે ફક્ત તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા લોકો સાથે તમારું નોલેજ શેર કરવાનું છે. જો તમે ઇચ્છો, તો તમે લોન્ચ થનારા નવા મોડલના રિવ્યુ પણ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે પોસ્ટના નામે કંઈપણ પોસ્ટ કરવાનું ન રાખો. આમ કરવાથી તમારી વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે.

  આ પણ વાંચોઃ-Rakesh Jhunjhunwala News: રાકેશ ઝુનઝુનવાલાએ Q4માં આ ઇન્ફ્રા ફર્મના 44 લાખ શેર ખરીદ્યા

  વિઝ્યુલ કોન્ટેન્ટથી વધશે રીચ
  લોકો વાંચવાને બદલે જોવાનું પસંદ કરે છે. એટલા માટે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વિઝ્યુઅલ કોન્ટેન્ટ પોસ્ટ કરવાનું મહત્વપૂર્ણ છે. માત્ર લખેલી પોસ્ટ જ નહીં પણ ફોટા અને વીડિયો પણ પોસ્ટ કરો. લોકો વિઝ્યુલ કોન્ટેન્ટ સાથે સરળતાથી કનેક્ટ થાય છે. આ રીતે તમારા માટે કમાણીનો સ્ત્રોત શરૂ થઈ શકે છે. જો તમે લોકો વચ્ચે સાચી માહિતી શેર કરી રહ્યા છો, તો ધીમે-ધીમે તમારા ફોલોઅર્સ વધવા લાગશે. લોકો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ કરવા લાગશે.

  આ પણ વાંચોઃ-Ashish Kacholia: દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાએ આ કિચન અપ્લાયન્સ મેકરમાં કર્યુ જંગી રોકાણ

  કમાણી
  જેમ જેમ તમારો ઓડિયન્સનો આધાર વધશે તેમ તેમ ઘણી કંપનીઓ તેમના પ્રમોશન માટે તમારી પાસે આવશે. તેમની કંપની અથવા પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે તમને પૈસા આપશે. તમને તમારી સામગ્રીમાંથી પૈસા પણ મળશે. એટલે કે, તમારા વીડિયો અને પોસ્ટ પર જેટલી વધુ લાઈક્સ અને કોમેન્ટ્સ મળશે, તેટલી જ તમારી આવક વધશે. તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તમારા પ્રોડક્ટનો પ્રચાર પણ કરી શકો છો.
  Published by:ankit patel
  First published:

  Tags: Business

  આગામી સમાચાર