Home /News /business /Business: નાણાંની તંગી છે અને બિઝનેસ કરવો છે, તો આ બિઝનેસ કરો, ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને લાખોમાં કમાણી

Business: નાણાંની તંગી છે અને બિઝનેસ કરવો છે, તો આ બિઝનેસ કરો, ઓછું ઇન્વેસ્ટમેન્ટ અને લાખોમાં કમાણી

મશરૂમની ભારે માંગને કારણે ઘણા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું છે.

Agriculture and farming: આ એક એવો વ્યવસાય છે જે તમે ખૂબ ઓછા પૈસાથી શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે માર્કેટમાં આ પ્રોડક્ટની ખૂબ માંગ છે, જેના કારણે નુકશાન થવાની શક્યતા ઓછી છે.

  Mushroom Farming: જો ખેતી એ તમારો શોખ છે, તો એવી પ્રોડક્ટ જાતે લો જે સારી આવકની ખાતરી આપી શકે. જેમકે એક્ઝોટિક વેજીટેબલ બટન મશરૂમ. મશરૂમની ડિમાન્ડ માત્ર રેસ્ટોરન્ટમાં અને હોટલોમાં હોય જ છે, આજકાલ યુટ્યુબ પરથી રેસિપી શીખતા શેફની સંખ્યા પણ વધી ગઈ છે, જેના કારણે બટન મશરૂમની માંગ વધી રહી છે. બટન મશરૂમ જે પોશક્તત્વ અને વિટામિન્સથી ભરપૂર છે.

  આ ફાયદાઓને કારણે મશરૂમ લોકપ્રિય બની રહ્યા છે. બજારમાં તેની છૂટક કિંમત રૂ. 300 થી 350 પ્રતિ કિલો છે અને જથ્થાબંધ ભાવ આના કરતાં 40 ટકા ઓછો છે. તેની ભારે માંગને કારણે ઘણા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું છે.

  આ પણ વાંચોઃ ગુજરાતના સાણંદમાં એવું શું છે કે બન્યું કંપનીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન? 350 કંપનીઓએ નાખ્યા ધામા

   50,000ના ખર્ચે 2.50 લાખની કમાણી


  મશરૂમની ખેતી માટે ખાતર બનાવવામાં આવે છે. એક ક્વિન્ટલ ખાતરમાં દોઢ કિલો બીજનો ઉપયોગ થાય છે. 4 થી 5 ક્વિન્ટલ ખાતર બનાવીને લગભગ 2 હજાર કિલો મશરૂમનું ઉત્પાદન થાય છે. હવે જો 2 હજાર કિલો મશરૂમ ઓછામાં ઓછા 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે તો લગભગ 3 લાખ રૂપિયા મળી જશે. તેમાંથી 50 હજાર રૂપિયા ખર્ચ તરીકે લેવામાં આવે છે, તો પણ 2.50 લાખ રૂપિયા બચે છે. જોકે તેની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે.

  મશરૂમની ખેતી ઓછામાં ઓછી જગ્યામાં શરૂ થશે


  પ્રતિ ચોરસ મીટરમાં 10 કિલો મશરૂમ આરામથી ઉગાડી શકાય છે. ઓછામાં ઓછા 40×30 ફૂટની જગ્યામાં ત્રણ ત્રણ ફૂટ પહોળા રેક બનાવીને મશરૂમ ઉગાડી શકાય છે.

  આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

  ખાતર કેવી રીતે બનાવવું


  ખાતર બનાવવા માટે, ડાંગરના ભૂસાને પલાળી દેવામાં આવે છે અને એક દિવસ પછી તેમાં ડીએપી, યુરિયા, પોટાશ, ઘઉંનું મિશ્રણ , જીપ્સમ અને કાર્બોફ્યુડોરન ઉમેરવામાં આવે છે, તેને સડવા માટે છોડી દેવામાં આવે છે. લગભગ દોઢ મહિના પછી ખાતર તૈયાર થાય છે. હવે ગાયના છાણ અને માટીને સરખી રીતે ભેળવીને દોઢ ઈંચ જેટલો જાડો સ્તર નાખી તેના પર ખાતરનો બે થી ત્રણ ઈંચ જાડું પડ નાખવામાં આવે છે. તેમાં ભેજ જાળવી રાખવા માટે, મશરૂમને સ્પ્રે સાથે દિવસમાં બેથી ત્રણ વખત છાંટવામાં આવે છે. તેની ઉપર ખાતરનું બે ઇંચનું સ્તર ઉમેરવામાં આવે છે. આમ આ રીતે મશરૂમનું ઉત્પાદન શરૂ થાય છે.

  આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

   મશરૂમની ખેતીની તાલીમ લઈને શરૂઆત કરો


  મશરૂમની ખેતીની તાલીમ તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં આપવામાં આવે છે. જો તમે તેને મોટા પાયે ઉગાડવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે એક વાર સરખી ટ્રેનિંગ લઇ પછી ખેતીની શરૂઆત કરો.  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Agricultural, Business idea, New business idea, Profit

  विज्ञापन
  विज्ञापन