બર્ગર કિંગનો IPO લાગ્યો તે રોકાણકારો માલામાલ! ત્રણ જ દિવસમાં 232% વળતર

14મી ડિસેમ્બરે બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો.

બર્ગર કિંગનો આઈપીઓ 156 ગણો છલકાયો હતો. જે બાદમાં તેનો સમાવેશ આ વર્ષના સૌથી વધારે ભરાયેલા ત્રણ આઈપોઓમાં થયો છે.

 • Share this:
  નવી દિલ્હી: રોકાણકારો પોતાનું નસિબ અજમાવવા માટે અલગ અલગ કંપનીઓના IPO (Initial public offering)માં ભરતા હોય છે. તાજેતરમાં જ બર્ગર કિંગનો આઈપીઓ (Burger King IPO) આવ્યો હતો. આ કંપનીનો શેર 14મી ડિસેમ્બરના રોજ એટલે કે બે દિવસ પહેલા ભારતીય શેરબજારમાં લિસ્ટેડ થયો છે. આ શેર 92 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એટલે કે જેમને પણ શેર લાગ્યા હતા તે તમામને સીધું 92 ટકા વળતર મળ્યું હતું. જેના બે દિવસ સુધી બર્ગર કિંગના શેરમાં અપર સક્રિટ જોવા મળી છે. સોમવારે લિસ્ટેડ થયા બાદ મંગળવારે અને બુધવારે શેરની કિંમતમાં અપર સર્કિટ લાગી છે. બુધવારે આ શેરની કિંમત અપર સર્કિટ સાથે 199.25 રૂપિયા જોવા મળ્યો છે. એટલે કે IPOમાં જે લોકોને શેર લાગ્યા છે તેમને ત્રણ જ દિવસમાં 232.08 ટકાનું વળતર મળ્યું છે એમ કહી શકાય.

  બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો ત્યારથી અત્યારસુધી જે લોકોએ આ શેર સાચવી રાખ્યો છે તેમને શેરની કિંમતના ત્રણ ગણું વળતર મળ્યું છે. બુધવારે આ શેરમાં 20 ટકાની અપર સર્કિટ જોવા મળી હતી. આ સાથે જ આ શેરમાં ઇશ્યૂ પ્રાઇસથી 3.3 ટકા વળતર જોવા મળ્યું હતું.

  આ પણ વાંચો: વિરપુરનો ચર્ચાસ્પદ કિસ્સો: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી નાખ્યું

  ઉલ્લેખનીય છે કે 2017ના વર્ષ બાદ આવેલા આઈપીઓમાંથી બર્ગર કિંગનો આઈપીઓ ખૂબ સફળ રહ્યો હતો. બર્ગર કિંગનો આઈપીઓ 156 ગણો છલકાયો હતો. જે બાદમાં તેનો સમાવેશ આ વર્ષના સૌથી વધારે ભરાયેલા ત્રણ આઈપોઓમાં થયો છે. બર્ગર કિંગે ભારતમાં નવેમ્બર 2014માં પ્રથમ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધી દેશમાં કંપનીએ 261 રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટ 17 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશના 57 શહેરોમાં આવેલી છે.

  કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો વર્ષ 2018માં કંપનીની આવક 375.20 કરોડ રૂપિયા હતી. જે વર્ષ 2020માં ડબલ એટલે કે 835.32 કરોડ રૂપિયા થઈ હતી. જોકે, છેલ્લા છ મહિનાથી કોરોના અસરને પગલે કંપનીને ખૂબ માઠી અસર પહોંચી છે.

  આ પણ વાંચો: શોખ બડી ચીજ હૈ! પસંદગીનો નંબર લેવા વ્યક્તિએ રૂ. 32 લાખની બોલી લગાવી, જાણો પછી શું થયું...?

  2020માં સૌથી વધારે ભરાયેલા 5 IPO

  1) મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ: (ઇશ્યૂ સાઇઝ: 443 કરોડ) 157.41 ગણો ભરાયો
  2) બર્ગર કિંગ ઇન્ડિયા: (ઇશ્યૂ સાઇઝઃ 810 કરોડ) 156.65 ગણો ભરાયો
  3) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: (ઇશ્યૂ સાઇઝઃ 705 કરોડ) 150.98 ગણો ભરાયો
  4) કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ: (ઇશ્યૂ સાઇઝઃ 318 કરોડ) 149.3 ગણો ભરાયો
  5) રોસારી બાયોટેક: (ઇશ્યૂ સાઇઝઃ 496 કરોડ) 79.37 ગણો ભરાયો  લિસ્ટિંગના દિવસે જ 50%થી વધારે વળતર આપનારા IPL

  2020ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે 30,000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ 50 ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

  બર્ગર કિંગ ઇન્ડિયા: 14મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. 60ની સામે 131 પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે 138.40 ટકાનો લાભ.

  હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ: ઇશ્યૂ પ્રાઇસ 166 સામે પ્રથમ દિવસ શેરનો ભાવ 371.00 પર બંધ રહ્યો. 17 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ 123 ટકાનો લાભ થયો.  રૂટ મોબાઇલ: 21 સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ 350 સામે 651.10 રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે 86 ટકા વળતર મળ્યું.

  રોસારી બાયોટેક: 23 જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે 75 ટકાનું વળતર જોવામાં આવ્યું. 425ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર 742.35 પર બંધ રહ્યો.

  કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ: લિસ્ટિંગના દિવસે 72 ટકાનો લાભ. પ્રથમ ઓક્ટોબરના રોજ લિસ્ટેડ શેરના 340 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ સામે 548.80 પર શેર બંધ રહ્યો.
  Published by:Vinod Zankhaliya
  First published: